Year Ender 2019: પેટ કમિન્સ આ વર્ષે બન્યો 'વિકેટનો બોસ' તો શમી બીજા સ્થાને
વર્ષ 2019 ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ માટે ખુબ શાનદાર રહ્યું છે. કમિન્સે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પેટ કમિન્સ માટે વર્ષ 2019 ખુબ શાનદાર રહ્યું અને તે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ લેવાના મામલામાં બધાનો બોસ સાબિત થયો છે. ક્રિકેટના દરેક ફોર્મેટમાં મળીને તેણે સૌથી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. પેટ કમિન્સે આમ તો દરેક ફોર્મટેમાં દમદાર પ્રદર્શન કર્યું, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તે છવાયેલો રહ્યો છે. બીજીતરફ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ વર્ષે સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં બીજા સ્થાન પર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી મિશેલ સ્ટાર્કની સાથે સંયુક્ત રૂપથી બીજા સ્થાને રહ્યો છે.
2019માં પેટ કમિન્સે ઝડપી 99 વિકેટ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વર્ષ 2019માં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર પેટ કમિન્સ રહ્યો છે. તેણે આ વર્ષે 35 મેચોમાં કુલ 99 વિકેટ પોતાના નામે કરી છે. તો 2019માં આ મામલામાં બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક કર્યો જેણે 23 મેચોમાં 77 શિકાર કર્યાં જ્યારે સ્ટાર્કની સાથે સંયુક્ત રૂપથી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી રહ્યો જેણે 30 મેચોમાં કુલ 77 બેટ્સમેનોને આઉટ કર્યાં છે.
'જય શ્રીરામ' બોલીને દાનિશ કનેરિયાનો નવો વીડિઓ આવ્યો સામે, જુઓ
આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ-5 બોલર
99 વિકેટ - પેટ કમિન્સ (35 મેચ)
77 વિકેટ - મિશેલ સ્ટાર્ક (23 મેચ)
77 વિકેટ - મોહમ્મદ શમી (30 મેચ)
63 વિકેટ - ટ્રેન્ટ બોલ્ટ (28 મેચ)
57 વિકેટ - કગિસો રબાડા (29 મેચ)
આ વર્ષે સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં પ્રથમ પાંચ સ્થાન પર તમામ ફાસ્ટ બોલર રહ્યાં તો સ્પિનર તરીકે નાથન લાયન અને રાશિદ ખાને સૌથી વધુ 56-56 વિકેટ ઝડપી છે.
આ વર્ષે પેટ કમિન્સનું પ્રદર્શન
આ વર્ષે પેટ કમિન્સની ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પ્રદર્શનની વાત કરીએ તો તેણે ટેસ્ટ ક્રિકેટમાં 20.13ની એવરેજથી કુલ 59 વિકેટ ઝડપી છે. વનડેમાં તેણે 21.61ની એવરેજથી બોલિંગ કરતા 31 વિકેટ ઝડપી જ્યારે ટી20 મેચોમાં તેણે કુલ 9 વિકેટ પોતાના નામે કરી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે