IPL 2022: સુનીલ ગાવસ્કરની બીસીસીઆઈને સલાહ, દુનિયા જીતવી હોય તો આ ખેલાડીને ટીમમાં કરો સામેલ

IPL 2022: ભારતના મહાન બેટર સુનીલ ગાવસ્કરે બીસીસીઆઈને સલાહ આપી છે. ગાવસ્કરે એક એવા ખેલાડીનું નામ જણાવ્યું જેને ટીમમાં સામેલ કરવાથી રોહિત શર્માની સેના કમાલ કરી શકે છે. 
 

IPL 2022: સુનીલ ગાવસ્કરની બીસીસીઆઈને સલાહ, દુનિયા જીતવી હોય તો આ ખેલાડીને ટીમમાં કરો સામેલ

નવી દિલ્હીઃ ભારતના મહાન બેટર સુનીલ ગાવસ્કરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ પાંચ વિકેટ ઝડપનાર યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકને આગામી ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ કરવાની સલાહ આપી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના 22 વર્ષીય ફાસ્ટ બોલર ઉમરાને બુધવારે રાત્રે શાનદાર બોલિંગ કરતા 25 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી.

ગાવસ્કરે બીસીસીઆઈને આપી સલાહ
ઉમરાન મલિકનું આ પ્રદર્શન તેની ટીમને જીત અપાવી શક્યું નહીં કારણ કે રાશિદ ખાન (11 બોલમાં 31 રન) અને રાહુલ તેવતિયા (21 બોલમાં 40 રન) એ અંતિમ ચાર ઓવરમાં 56 રન બનાવી ગુજરાત ટાઈટન્સને જીત અપાવી હતી. ગુજરાતની ટીમે અંતિમ 6 બોલમાં 22 રન બનાવ્યા હતા. પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસ્કરે મેચ બાદ કોમેન્ટ્રીમાં કહ્યુ- તેના માટે આગામી પડકાર, મને લાગે છે કે ભારતીય ટીમ છે. તેમણે કહ્યું- તેને લગભગ અંતિમ 11માં રમવાની તક ન મળે કારણ કે ભારતની પાસે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ છે. તેથી તે રમી શકે નહીં. 

ટીમમાં સામેલ કરવો જોઈએ
ગાવસ્કરે કહ્યુ, પરંતુ ટીમની સાથે યાત્રા કરવાથી, વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ડ્રેસિંગ રૂમમાં રહેવાથી... જુઓ તેના પર શું અસર પડે છે. આ યુવા ફાસ્ટ બોલરે સીઝનમાં નિયમિત રૂપથી 150 કિમીની ઝડપે બોલિંગ કરી છે અને અત્યાર સુધી 8 મેચમાં 15.93ની એવરેજથી 15 વિકેટ ઝડપી છે. 

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જશે
ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ જૂનમાં શરૂ થશે. બંને ટીમ સૌથી પહેલાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ રમશે, જે પાછલા વર્ષે કોરોનાને કારણે રદ્દ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ મેચોની વનડે અને ટી20 સિરીઝ રમવાની છે. ભારતીય ટીમ બ્રિટનમાં પોતાના પ્રવાસની શરૂઆત 26 જૂનથી ડબલિનમાં આયર્લેન્ડ વિરુદ્ધ બે ટી20 મેચની સાથે કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news