Tokyo Olympics: બોક્સિંગમાં આશિષ કુમારની હાર, સ્વિમિંગમાં સાજન પ્રકાશ ચોથા સ્થાન પર

જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક રમતનો આજે ચોથો દિવસ હતો. ભારતે આજે દિવસની શરૂઆત ઘણી ઇવેન્ટ્સમાં જીત સાથે કરી હતી, પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ ભારતીય ખેલાડીઓ હારતા જ રહ્યા છે

Updated By: Jul 26, 2021, 07:46 PM IST
Tokyo Olympics: બોક્સિંગમાં આશિષ કુમારની હાર, સ્વિમિંગમાં સાજન પ્રકાશ ચોથા સ્થાન પર

ટોક્યો: જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક રમતનો આજે ચોથો દિવસ હતો. ભારતે આજે દિવસની શરૂઆત ઘણી ઇવેન્ટ્સમાં જીત સાથે કરી હતી, પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ ભારતીય ખેલાડીઓ હારતા જ રહ્યા છે. ભારતીય શૂટરોએ સતત ત્રીજા દિવસે નિરાશ કર્યા હતા. દરમિયાન, ટોક્યોમાં રમતા એકલા ભારતીય તલવારબાજ ભવાની દેવીએ પહેલા રાઉન્ડમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો પરંતુ બીજા રાઉન્ડમાં તે હારનો સામનો કરવો પડ્યો. આ હાર છતાં તેમણે ઇતિહાસ રચ્યો. આ ઉપરાંત પુરુષોની તીરંદાજીની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં મજબૂત કોરિયા સામે હારી ગઈ હતી, જ્યારે ટેનિસમાં સુમિત નાગલ બીજા રાઉન્ડમાં વિશ્વની બીજા નંબરની ડેનીલ મેદવેદેવથી સીધા સેટમાં હાર્યો હતો.

આર્ચરી
આજે ભારતને જે ઇવેન્ટમાં મેડલ મળવાની આશા હતી, તેમં તેને નિરાશા મળી છે. મેન્સ આર્ચરી ઇવેન્ટના ક્વોર્ટર ફાઈનલમાં ભારત મજબૂત કોરિયાની સામે સતત સેટમાં હાર્યું. ભારતને પહેલા સેટમાં 54-59, બીજા સેટમાં 57-59 અને ત્રીજા સેટમાં 54-56 ના અંતરથી હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાચો:- Tokyo Olympics ની Iconic Rings પાછળ છુપાયેલું છે ખાસ રહસ્ય, જાણો કેવી રીતે બનાવાઈ Rings

બેડમિંટન
ભારતીય બેડમિંટન ખેલાડી સાત્વિકસાઈરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને ટોક્ટો 2020 ના તેની બીજી મેચમાં ઇન્ડોનેશિયાની જોડી સાથે સીધી ગેમમાં 0-2 થી હારનો સામનો કરવો પડ્યો છે. ઇન્ડોનેશિયાની જોડીએ આ મેચ 21-13, 21-12 થી પોતાના નામે કરી છે.

બોક્સિંગ
પ્રથમ ઓલિમ્પિક્સ રમતા બોક્સર આશિષ કુમાર ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો છે. પુરુષોની મિડલવેઇટ કેટેગરીના રાઉન્ડ ઓફ 32 મેચમાં આશિષનો પરાજય થયો હતો. પુરુષોની 75 કિગ્રા કેટેગરીમાં આશિષ ચીનના એર્બકે તુઓહેતા સામે 0-5 થી હારી ગયો. આ હાર બાદ ઓલિમ્પિકમાં આશિષનું અભિયાન સમાપ્ત થયું.

આ પણ વાચો:- મીરાબાઈ ચાનુને બનાવવામાં આવ્યા એડિશનલ SP, જૂડો ખેલાડી સુશીલા દેવી બની SI

તલવારબાજ
ભારતીય તલવારબાજ ભવાની દેવી બીજા રાઉન્ડમાં હારી ગઈ છે. તેમને બ્રાન્સની મેનોન બ્રુનેટ સામે 15-7  ના અંતરથી હારનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્યા બાદ પણ ભવાની દેવીએ ઈતિહાસ રચ્યો છે. હવે તે પહેલી એવી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. જેણે ઓલિમ્પિકમાં તલવારબાજી ઇવેન્ટમાં કોઈ મેચ જીતી છે.

હોકી
ભારતીય મહિલા હોકી ટીમ પૂલ-એમાં સતત બીજી મેચ હારી ગઈ છે. ભારતીય ટીમને સોમવારના જર્મનીએ 2-0 થી માત આપી છે. જર્મની માટે કેપ્ટન નિક લોરેન્જે 12 માં અને શોરેડરે 35 મિનિટમાં ગોલ દાગ્યો. ભારતીય ટીમે આ પહેલા પોતાની પહેલી મેચમાં નેધરલેન્ડને 5-1 થી હરાવ્યું હતું.

આ પણ વાચો:- Tokyo Olympics પર છાયો કોરોનાનો કહેર, સોમવારના સામે આવ્યા 16 નવા કેસ

ટેબલ ટેનિસ
ભારતની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાની મેચ શરૂ થયા બાદ ત્રીજા રાઉન્ડમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનોવાથી થઈ રહ્યો છે. મનિકા બત્રાની શરૂઆત સારી રહી નથી. તેમની સામે ઓસ્ટ્રેલિયાની પોલકેનોવાએ પ્રથમ બે મેચ જીતીને 2-0 થી સરસાઈ મેળવી હતી. મનિકા બત્રા સતત ગેમમાં હારીને ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકેનોવાએ માત્ર 22 મિનિટમાં જ મનિકા બત્રાને 0-4 (8-11, 2-11, 5-11, 7-11) હરાવી.

આ પણ વાચો:- તો શું મીરાબાઈ ચાનુનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાઈ શકે છે? જાણો શું છે સમગ્ર મામલો

ટેનિસ
ટેનિસ મેન્સ સિંગલ્સમાં ભારતના સુમિત નાગલનો સામનો રશિયાના ડેનીલ મેદવેદેવ સાથે થયો હતો. મેદવેદેવે પ્રથમ સેટ 6-2 થી જીત્યો હતો. સુમિત નાગલ બીજા સેટમાં 0-2 થી પાછળ હતો. મેદવેદેવ સરસ ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને સુમિત તેની સામે ખૂબ જ નબળો લાગી રહ્યો હતો. સુમિત નાગલ પહેલા સેટ પછી બીજા સેટમાં હારી ગયો છે. એકતરફી અંદાજમાં મેદવેદેવ દ્વારા તેને 6-2,  6-1 થી હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાચો:- Tokyo Olympics: ભારતને મોટો ઝટકો, મેદવેદેવ સામે ભારતના સુમિત નાગલની હાર

સ્વિમિંગ
ભારતીય સ્વિમર સાજન પ્રકાશ આ સમયે એક્શનમાં છે. પ્રકાશે આ પહેલા ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ઇતિહાસ રચ્યો હતો. તે 200 મીટર બટરફ્લાયમાં ભાગ લઈ રહ્યો છે. સાજન પ્રકાશ 200 મીટર બટરફ્લાય કેટેગરીમાં હીટ 2 માં ચોથા સ્થાન પર રહ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube