આ ત્રણ બેટ્સમેનોએ રમી છે IPL ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ

આઈપીએલમાં કેટલાક બેટ્સમેનોએ એવી શાનદાર ઈનિંગ રમી છે, જેને જોઈને બધા ચોંકી ગયા. ટોપ-3મા કોઈપણ ભારતીય બેટ્સમેન નથી. 
 

આ ત્રણ બેટ્સમેનોએ રમી છે IPL ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ

નવી દિલ્હીઃ આઈપીએલમાં ઘણા બેટ્સમેન એવા છે, જેણે પોતાની ઘાતક બોલિંગની મદદથી મેચને એકતરફઈ બનાવી દીધી છે. આ બેટ્સમેનોએ પોતાના બેટથી આઈપીએલમાં રનનો ઢગલો કરતા ઘણી મોટી-મોટી ઈનિંગ રમી છે. આ આધાર પર અમે તમને આ લેખમાં આઈપીએલ ઈતિહાસની ત્રણ ઈનિંગ માટે જણાવીશું. આ ત્રણેય બેટ્સમેનોએ આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ રમી છે. 

3- એબી ડિવિલિયર્સ- 133* રન
સાઉથ આફ્રિકાનો પૂર્વ બેટ્સમેન એબી ડિવિલિયર્સ ક્રિકેટના મેદાનમાં બોલને ચારેતરફ ફટકારવાની ક્ષમતા ધરાવે છે. ડિવિલિયર્સની જાદુઈ બોલિંગની સામે બોલરો પણ વિચારતા થઈ જાય છે, કે આખરે તેને કઈ રીતે બોલિંગ કરવામાં આવે. પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતા એબીએ 2015મા મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પોતાના ઘરમાં અણનમ 133 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ડિવિલિયર્સે આ મેચમાં પોતાના આઈપીએલ કરિયરનો બેસ્ટ સ્કોર બનાવતા 59 બોલમાં 19 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. 

IPL ઈતિહાસઃ 3 વખત ઓરેન્જ કેપ મેળવનાર વોર્નરના નામે છે આ અણગમતો રેકોર્ડ

2- બ્રેન્ડન મેક્કુલમ- 158* રન
વર્ષ 2008મા બેંગલોરના ચિન્નાસ્વામી ક્રિકેટ મેદાન પર આઈપીએલની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકત્તા નાઇટ રાઇડર્સ અને વચ્ચે રમાઇ હતી. આ મુકાબલામાં બ્રેન્ડ મેક્કુલમ આરસીબીના બોલરો પર હાવી રહ્યો અને મેચમાં ધમાકેદાર ઈનિંગ રમી હતી. બ્રેન્ડન મેક્કુલમની તે સમયની ઈનિંગ આઈપીએલના ઈતિહાસમાં બીજી સૌથી મોટી ઈનિંગ છે. ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેને તે મેચમાં 73 બોલમાં 13 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી અણનમ 158 રન ફટકાર્યા હતા. 

1- ક્રિસ ગેલ- 175* રન
ટી20 ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ જો કોઈ બેટ્સમેનના નામે ચે તો તે છે યૂનિવર્સ બોસ ક્રિસ ગેલ. વર્ષ 2013ની આઈપીએલ સીઝનમાં ડાબા હાથના કેરેબિયન બેટ્સમેને ટી20 ક્રિકેટમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. તેણે 66 બોલમાં 17 છગ્ગા અને 13 ચોગ્ગાની મદદથી અણનમ 175 રનની અદ્ભુત ઈનિંગ રમી હતી. આઈપીએલ ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેનના સર્વોચ્ચ સ્કોર હેઠળ ગેલની આ સૌથી મોટી ઈનિંગ છે. આ સિવાય ક્રિસ ગેલે આ મેચમાં 30 બોલમાં સદી ફટકારતા આઈપીએલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. ગેલનો આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news