ફુટબોલઃ કોરોના વાયરસને કારણે આગામી આદેશ સુધી UEFAની તમામ મેચ સ્થગિત

કોરોના વાયરસની મહામારીને જોતા હાલ કોઈ ફુટબોલ મેચોનું આયોજન કરવું શક્ય નથી, UEFA સામાન્ય સ્થિતિ થાય ત્યાં સુધી જોવા ઈચ્છે છે.  .

Updated By: Apr 2, 2020, 10:25 PM IST
ફુટબોલઃ કોરોના વાયરસને કારણે આગામી આદેશ સુધી UEFAની તમામ મેચ સ્થગિત

પેરિસઃ યૂરોપિયન ફુટબોલ એસોસિએશન (UEFA)એ કોરોના વાયરસની મહામારીને કારણે ચેમ્પિયન્સ લીગ અને યૂરોપા લીગની તમામ મેચો આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. આ સિવાય જૂનમાં પ્રસ્તાવિત તમામ આંતરરાષ્ટ્રીય મેચોને સ્થગિત કરવામાં આવી છે, જેમાં યૂરો 2020 પણ સામેલ છે. યૂએફાના કાર્યકારી એકમે બુધવારે પોતાના તમામ 55 રાષ્ટ્રીય ફુટબોલ સંઘોના મહાસચિવો અને મુખ્ય કાર્યકારીઓની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન 17 માર્ચે રચાયેલા ગ્રુપ પાસે પણ આગળના કાર્યક્રમ માટે રિપોર્ટ માગવામાં આવ્યો છે. 

UEFAએ કહ્યું, જૂન 2020માં રમાનારી ચેમ્પિયન્સ લીગ અને યૂરોપા લીગના પુરૂષ અને મહિલા મેચોને આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવે છે. આ સિવાય યૂએફા યૂરો 2020 માટે પ્લે ઓફ મેચ અને યૂએફા મહિલા યૂરો 2021 માટે ક્વોલિફાઇંગ મુકાબલા પણ ટાળી દેવામાં આવ્યા છે. યૂરો 2020 પ્લેઓફનું આયોજન મૂળ રૂપથી 26 માર્ચે શરૂ થઈને 31 માર્ચ સુધી ચાલવાનું હતું, જેને અત્યાર સુધી વધારીને ચારથી નવ જૂન સુધી કરી દેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર