Vijay Hazare Trophy: તમિલનાડુને હરાવી કર્ણાટકે ચોથી વખત જીત્યું ટાઇટલ

કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની શાનદાર બેટિંગની મદદથી કર્ણાટકે વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં તમિલનાડુને 60 રને પરાજય આપ્યો છે. 
 

Vijay Hazare Trophy: તમિલનાડુને હરાવી કર્ણાટકે ચોથી વખત જીત્યું ટાઇટલ

બેંગલુરૂઃ વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy)ના ફાઇનલમાં દિનેશ કાર્તિક (Dinesh Karthik)ની તમિલનાડુની ટીમ પર કેએલ રાહુલ (KL Rahul) અને મયંક અગ્રવાલ (Mayank Agarwal) ભારે પડ્યા હતા. બંન્નેએ આક્રમક બેટિંગ કરીને કર્ણાટકની ટીમે ચોથી વખત વિજય હજારે ટ્રોફીમાં ચેમ્પિયન બનાવી છે. વરસાદના વિઘ્ન વચ્ચે પ્રથમ બેટિંગ કરતા તમિલનાડુની ટીમે 49.5 ઓવરમાં 252 રન બનાવ્યા હતા. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કર્ણાટકની ટીમે 23 ઓવરની રમત સુધી એક વિકેટના નુકસાને 146 રન બનાવી લીધા હતા. 23 ઓવર બાદ વરસાદને કારણે રમત રોકવી પડી હતી. ત્યારબાદ ભારે વરસાદને કારણે રમત શક્ય નબની. ખરાબ હવામાનને કારણે વીજેડી મેથડ અનુસાર કર્ણાટકે 60 રનથી મેચ પોતાના નામે કરી લીધી હતી. વીજેડી મેથડ અનુસાર જીત માટે 23 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 86 રનની જરૂર હતી અને કર્ણાટકની ટીમે તેનાથી 60 રન વધુ બનાવી લીધા હતા. 

રાહુલ અને મયંક વચ્ચે સદીની ભાગીદારી
ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા કેએલ રાહુલે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તો આફ્રિકા વિરુદ્ધ ધમાલ મચાવનાર મયંક અગ્રવાલે પણ અહીં પોતાની લય જાળવી રાખી છે. 34 રન પર દેવદત્ત પડીક્કલના રૂપમાં કર્ણાટકને પ્રથમ ઝટકો લાગ્યા બાદ રાહુલ અને મયંક અગ્રવાલે અણનમ સદીની ભાગીદારી કરી હતી. બંન્નેએ 112 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. રાહુલ 52 અને અગ્રવાલ 69 રન બનાવી અણનમ રહ્યાં હતા. તમિલનાડુ તરફથી એકમાત્ર સફળતા વોશિંગટન સુંદરને મળી હતી. 

અભિમન્યુ મિથનની સામે કર્ણાટકનો ધબડકો
કર્ણાટકના ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુને (Abhimanyu Mithun)  વિપક્ષી ટીમના બેટ્સમેનોને ઝડપથી પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. રસપ્રદ વાત છે કે મિથુનનો 30મો જન્મદિવસ છે અને તેણે પોતાના જન્મદિવસે હેટ્રિક ઝડપીને ઈતિહાસ રચી દીધો છે. મુરલી વિજય, વિજય શંકર, શાહરુખ ખાન, એમ મોહમ્મદ અને મુરૂગન અશ્વિન મિથુનના શિકાર બન્યા હતા. તમિલનાડુ તરફથી અભિનવ મુકુંદે સર્વાધિક 85 રન ફટકાર્યા હતા. આ સિવાય બાબા અપરાજીતે 66 રનનું યોગદાન આપ્યું હતું. ટીમનો કેપ્ટન અને અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિક ફાઇનલ મુકાબલામાં માત્ર 11 રન બનાવી આઉટ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news