વિરાટે અનુષ્કાની સાથે પોસ્ટ કર્યો ફોટો, ફેન્સ બોલ્યા- સુપર કપલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની સાથે તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિરૂષ્કાની જોડીના આ ફોટો પર ફેન્સના ખુબ પ્રેમભર્યા રિએક્શન મળી રહ્યાં છે. 

વિરાટે અનુષ્કાની સાથે પોસ્ટ કર્યો ફોટો, ફેન્સ બોલ્યા- સુપર કપલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની સાથે તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિરૂષ્કાની જોડીના આ ફોટો પર ફેન્સના ખુબ પ્રેમભર્યા રિએક્શન મળી રહ્યાં છે. 

વિરાટ કોહલીએ અનુષ્કાની સાથે પોતાનો એક ફોટો ટ્વીટ કર્યો છે, તેમાં અનુષ્કા એક ખુરશી પર બેઠા છે અને કોહલી તેના ખોળામાં લોટીને પોઝ આપી રહ્યો છે. કોહલીએ આ ટ્વીટના કેપ્શનમાં દિલ વાળી ઇમોઝી આપી છે. આ ફોટોમાં જ્યારે કોઈ વિના શર્ટ-ટીશર્ટના ડેશિંગ લાગી રહ્યો છે, તો અનુષ્કા પણ ગોગલ્સની સાથે ખૂબસૂરત લાગી રહી છે. 

— Virat Kohli (@imVkohli) September 11, 2019

કોહલીની આ પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. એક ફેને લખ્યું છે 'પ્રેમ હોય તો આવો હોય, આ બંન્ને લવ બર્ડ્સની જેમ.' તો એક અન્ય ફેને લખ્યું, 'સુપર કપલ, દુવા છે હંમેશા સાથે રહો.' તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સની સાથે પોતાના ફોટો શેર કરતા રહે છે. 15 સપ્ટેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 સિરીઝ શરૂ થવાની છે અને આ ફોટોને જોઈને લાગી રહ્યું છે કે સિરીઝ પહેલા કોહલી અનુષ્કાની સાથે વધુ સમય પસાર કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news