Virat Kohli vs Gautam Gambhir: 'તે મારા પરિવારને ગાળ આપી', હવે તું મને શીખવાડીશ...વિરાટ અને ગંભીર વચ્ચેના ઝઘડાનું કારણ સામે આવ્યું

Virat Kohli vs Gautam Gambhir: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મેચ રમાઈ. જેમાં બેંગ્લુરુની ટીમે 18 રનથી જીત મેળવી. પરંતુ આ મેચ ઈતિહાસમાં યાદગાર બની ગઈ તેની પાછળ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલો વિવાદ હશે.

Virat Kohli vs Gautam Gambhir: 'તે મારા પરિવારને ગાળ આપી', હવે તું મને શીખવાડીશ...વિરાટ અને ગંભીર વચ્ચેના ઝઘડાનું કારણ સામે આવ્યું

Virat Kohli vs Gautam Gambhir: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મેચ રમાઈ. જેમાં બેંગ્લુરુની ટીમે 18 રનથી જીત મેળવી. પરંતુ આ મેચ ઈતિહાસમાં યાદગાર બની ગઈ તેની પાછળ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલો વિવાદ હશે. મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. આ વિવાદ એટલો વધી ગયો કે અન્ય ખેલાડીઓ અને સ્ટાફે વચ્ચે પડવું પડ્યું. આ ઘટનાના વીડિયો અને ફોટાઓ ખુબ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લખનઉની ટીમના અમિત મિશ્રા અને બેંગ્લુરુની ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ બચાવ માટે આવ્યા. 

આ રીતે છેડાયો કોહલી અને ગંભીર વચ્ચે વિવાદ
આ બધા વચ્ચે જણાવવાનું કે ગંભીર સાથે ઝઘડા પહેલા કોહલી બેવાર અફઘાનિસ્તાનના ખેલાડી નવીન ઉલ હક સાથે પણ ભીડી ચૂક્યા હતા. આ સાથે જ તેમની કહાસૂની લખનઉની ટીમના ઓપનર કાઈલ મેયર્સ સાથે પણ થઈ હતી. પરંતુ આ બધા વચ્ચે મેદાન બહાર બેઠેલા ગંભીર સાથે કોહલીનો ઝઘડો કેવી રીતે થયો? એ વાત જાણવા દરેક ઉત્સુક છે. 

આ સમગ્ર વિવાદનો ખુલાસો પીટીઆઈએ કર્યો છે. ન્યૂઝ એજન્સીએ એક સૂત્ર સાથે વાત કરી જે આ સમગ્ર વિવાદનો પ્રત્યક્ષદર્શી છે અને આ ઘટના સમયે ડગઆઉટમાં હાજર હતો. સૂત્રએ જણાવ્યું કેતમે ટીવી પર જોયું કે મેચ બાદ મેદાન પર જ મેયર્સ અને કોહલી ચાલતા ચાલતા કઈક વાત કરતા હતા. મેયર્સે કોહલીને પૂછ્યું કે તેઓ તેને સતત ગાળો કેમ આપતા હા. જેના પર કોહલીએ તેમને પૂછ્યું કે તે તેને કેમ ઘૂરતો હતો? આ અગાઉ અમિત મિશ્રાએ પણ એમ્પાયરને ફરિયાદ કરી હતી કે કોહલી સતત નવીનને ગાળો આપતા હતા જે નંબર 10 પર બેટિંગ કરવા માટે આવ્યો હતો. 

ગંભીરે કડક શબ્દોમાં કોહલીને સમજાવ્યો
સૂત્રના જણાવ્યાં મુજબ જ્યારે કોહલીએ કમેન્ટ કરી તો ગંભીરે મામલો સમજ્યો અને વાત આગળ વધે તે પહેલા તેઓ મેયર્સને ખેંચીને સાઈડમાં લઈ જવા લાગ્યા અને વાત કરવાની ના પાડી દીધી. ત્યારબાદ જે ચર્ચા થઈ તે થોડી બાલીશ લાગી. ગંભીરે (કોહલીને) પૂછ્યું કે શું બોલી રહ્યો છે બોલ? જેના પર કોહલીએ કહ્યું કે- 'મે તમને કશું કહ્યું નથી, તમે કેમ ઘૂસી રહ્યા છો?'

સૂત્રએ જણાવ્યું કે ત્યારબાદ ગંભીરે કહ્યું કે- 'તે જો પ્યેરને કહ્યું છે તેનો અર્થ છે તે મારા પરિવારને ગાળ આપી છે.' જેના પર કોહલીએ કહ્યું કે, 'તો પછી તમારા પરિવારને સંભાળીને રાખો.' ત્યારબાદ અંતમાં ગંભીરે કહ્યું કે- તો હવે મને શિખવાડીશ.

IPL માં રમવા આવ્યો છું ગાળો સાંભળવા નહીં-નવીન
મેચમાં અફઘાનિસ્તાન બોલર નવીન ઉલ હક અને વિરાટ  કોહલી વચ્ચે પણ ખુબ ઝઘડો થયો. ઝઘડા બાદ નવીને પોતાની ટીમના એક સાથેને કહ્યું કે તેઓ અહીં કોઈની ગાળ સાંભળવા નથી આવ્યા. કોહલી સાથે વિવાદ બાદ નવીને કહ્યું કે હું અહીં આઈપીએલ રમવા માટે આવ્યો છું, કોઈની ગાળ સાંભળવા માટે નહીં. નવીને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ લખ્યું કે તમે જેને લાયક હોવ છો, એ જ મેળવો છો. આવું જ થવું જોઈએ. આવું જ ચાલે છે. અત્રે જણાવવાનું કે 23 વર્ષનો નવીન 2020 પાકિસ્તાન સુપર લીગમાં પૂર્વ દિગ્ગજ શાહીદ આફ્રીદી સાથે પણ ભીડી ચૂક્યો છે. નવીન પહેલીવાર આઈપીએલમાં રમી રહ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સે તેને 50 લાખમાં ખરીદ્યો છે. 

ખેલાડીઓને વિવાદની સજા
આ મામલે IPL તરફથી પણ મોટી કાર્યવાહી થઈ છે. IPL એ એક પ્રેસ રિલીઝ બહાર પાડી છે જેમાં વિરાટ અને ગંભીર બંને આઈપીએલ કોડ ઓફ કંડકટના દોષિત ઠર્યા છે. બંનેની 100 ટકા મેચ ફી કપાઈ છે. વિરાટની 1.07 કરોડ મેચ ફી કપાઈ છે જ્યારે ગંભીરની પણ 100 ટકા મેચ ફી કપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news