એવું તે શું થયું વિરાટ-ગંભીર મેદાન પર ઝઘડી પડ્યા, આ અફઘાન ખેલાડી કોણ? જેની વિવાદમાં થઈ એન્ટ્રી!

Virat Kohli vs Gautam Gambhir IPL 2023 clash: વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર થયેલી લડાઈમાં અફઘાની પ્લેયર નવીન ઉલ હકનું પણ નામ સામે આવ્યું છે. નવીન લખનઉની ટીમ તરફથી રમે છે. જાણો સમગ્ર કહાની....

એવું તે શું થયું વિરાટ-ગંભીર મેદાન પર ઝઘડી પડ્યા, આ અફઘાન ખેલાડી કોણ? જેની વિવાદમાં થઈ એન્ટ્રી!

Virat Kohli vs Gautam Gambhir IPL 2023 Fight: લખનઉના ઈકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જે મેચ રમાઈ ત્યારબાદ સ્ટિડેયમમાં જ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે જે થયું તેણે ફરીથી દેખાડી દીધુ કે આ બંને ખેલાડીઓ વચ્ચે સ્થિતિ નોર્મલ નથી. બંને ખેલાડીઓ સેરઆમ એકબીજા સાથે બાખડી બેઠા. ત્યારબાદ બંનેની 100 ટકા મેચ ફી પણ કપાઈ ગઈ. 

આ સમગ્ર વિવાદ એક મેના રોજ લખનઉ અને બેંગ્લુરુ વચ્ચે રમાયેલી મેચ બાદ શરૂ થયો. આ મેચ આરસીબીએ જીતી લીધી. લખનઉની ટીમ આટલી લો સ્કોરિંગ મેચ અને તે પણ ઘર આંગણે હારી ગઈ. મેચ જીતવા માટે આરસીબીએ લખનઉને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં કેએલ રાહુલના નેતૃત્વવાળી ટીમ 108 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. 

વાત જાણે એમ છે કે મેચ બાદ તમામ ખેલાડીઓ પરસસ્પર મળી રહ્યા હતા. ત્યારબાદ આરસીબીના વિરાટ કોહલી, લખનઉના મેન્ટર ગૌતમ ગંભીર, લખનઉના ખેલાડી નવીન ઉલ હક  પરસ્પર લડતા જોવા મળ્યા. ગૌતમ ગંભીર લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના મેન્ટર છે. 

Maxwell came in between to avoid this fight.

— Neha Singhal (@livetradewithme) May 2, 2023

આખરે આ સમગ્ર વિવાદમાં શું થયું...જાણો મેચ બાદ થયેલા દંગલની કહાની!
આ વિવાદ મામલે આઈપીએલ તરફથી પણ મોટી કાર્યવાહી થઈ છે. આઈપીએલએ એક પ્રેસ રિલીઝ પર બહાર પાડી છે અને વિરાટ તથા ગૌતમ ગંભીર બંને આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ 2.21ના લેવલ 2 ના દોષિત ઠર્યા છે. બંનેએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. બંનેની 100 ટકા મેચફી  કપાઈ ગઈ છે. બીજી બાજુ લખનઉ સુપર જાયન્ટ્સના નવીન ઉલ હકની પણ 50 ટકા મેચ ફી કપાઈ છે. નવીન ઉલ હક આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ 2.21ના લેવલ 1નો દોષિત ઠર્યો છે. 

ઉગ્ર દલીલો
મેચ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. આ દલીલો એટલી ઉગ્ર હતી કે અન્ય પ્લેયર્સ અને સ્ટાફે વચ્ચે કૂદવું પડ્યું. જેનો વીડિયો અને તસવીરો ખુબ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં લખનઉની ટીમના અમિત મિશ્રા, વિજય દહીયા, કે એલ રાહુલ અને બેંગ્લુરુ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ વિવાદને પાર પાડવાની કોશિશ કરતા જોવા મળ્યા. 

કયા કારણે શરૂ થયો વિવાદ?
વાત જાણે એમ છે કે ઈકાના સ્ટેડિયમના અનેક વાયરલ ફોટા સામે આવી રહ્યા છે. આ ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલી ફિલ્ડિંગ દરમિયાન ખુબ જોશમાં જોવા મળી રહ્યો હતો. જેવા લખનઉની ટીમના ક્રુણાલ પંડ્યા આઉટ થયો, તેણે દર્શકો તરફ ઈશારો કર્યો જે કદાચ ગૌતમ ગંભીર તરફ હોય તેવું જણાયું. ગોતમ ગંભીરે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ બાદ દર્શકો તરફ શાંત રહેવાનો આંગળીથી ઈશારો કર્યો હતો. જ્યારે કોહલીએ લખનઉના મેદાનમાં દર્શકોને આરસીબીનો જોશ વધારવા માટે હાથથી ઈશારો કર્યો હતો. 

Bringing this version of virat kohli , aggressive virat kohli🔥🇮🇳#RCBVSLSG #ViratKohli #IPL2023 pic.twitter.com/vOCr1MKuyk

— Mohit Chauhan (@mohitrajput1108) May 1, 2023

વિવાદમાં આ ખેલાડીની એન્ટ્રી
વિરાટ કોહલીએ LSG ની ઈનિંગ દરમિયાન બેટિંગ કરી રહેલા નવીન ઉલ હકને 17મી ઓવરમાં કઈક કહ્યું અને ત્યારબાદ બંને બાખડી પડ્યા. ત્યારે નવીન સાથે બેટિંગ કરી રહેલા અમિત મિશ્રા અને મેદાન પર હાજર એમ્પાયરે મામલાને પતાવવાની કોશિશ કરી હતી. 

— Digvijay (@digvijay1520) May 1, 2023

મેચનું એક વધુ ફૂટેજ પણ ચર્ચામાં છે. જ્યાં કે એલ રાહુલ નવીનને પોતાની પાસે બોલાવી રહ્યા હતા. રાહુલ ઈચ્છતો હતો કે બંને વચ્ચે વિવાદ ઉકેલાઈ જાય. ત્યારે કેએલ રાહુલ, વિરાટ કોહલી સાથે વાત કરી રહ્યો હતો. આ ફૂટેજ પણ મેચ બાદનું છે. પરંતુ નવીન ઉલ હકે વિરાટ સાથે વાત કરવાની ના પાડી દીધી અને આગળ વધી ગયો. 

હાથ મિલાવતા ભીડ્યા
મેચ પૂરી થઈ અને અનેક ખેલાડીઓ પરસ્પર મળી રહ્યા હતા ત્યારે એકવાર ફરીથી વિરાટ કોહલી અને નવીન ઉલ હકમાં તનાતની જોવા મળી. બંનેએ જેવા હાથ મિલાયા ત્યારબાદ ફરી પરસ્પર કઈક વાતચીત  થઈ. જ્યારે લખનઉના ઓપનિંગ બેટ્સમેન કાયલી મેયર્સ પણ મેચ બાદ વિરાટ કોહલી સાથે કઈક વાત કરી રહ્યો હતો ત્યારે લખનઉની ટીમના મેન્ટર ગૌતમ ગંભીર ત્યાં આવ્યા અને મેયર્સને ખેંચીને લઈ ગયા. 

આમને સામને વિરાટ અને ગંભીર
મેચ દરમિયાન એક પળ એવી પણ સામે આવી જ્યારે ગૌતમ ગંભીર ગુસ્સામાં વિરાટ કોહલી તરફ જતા જોવા મળ્યા. આ દરમિયાન લખનઉના ખેલાડીઓએ તેમને રોકવાની કોશિશ કરી. કે એલ રાહુલ વચ્ચે બચાવ કરવા આવ્યા. વિરાટ ગંભીરના ખભે હાથ રાખીને કઈક સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ બંને વચ્ચે તણાવ વધી ગયો. ત્યારબાદ વેટરન સ્પિનર અમિત મિશ્રાએ બંનેને અલગ કરવાની કોશિશ કરી. 

નવીન શાહિદ સાથે પણ ભીડી ચૂક્યો છે
આમ તો વિરાટ સાથે ભીડનાર નવીન ઉલ હક 2020માં બૂમ બૂમ અફ્રીદીના નામથી ફેમસ શાહિદ આફ્રીદી સાથે લંકા પ્રીમીયર લિગની એક મેચ દરમિયાન ભીડી ગયો હતો. નવીને ત્યારે આફ્રીદી સાથે હાથ મિલાવ્યા બાદ  કઈક આવું કહ્યું હતું. 

મેદાન પર ગંભીર અને વિરાટ વચ્ચે જે પણ જોવા મળ્યું તેની અસર બંને ટીમોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ જોવા મળી. બંને ટીમના એકાઉન્ટથી ટ્વીટ કરાઈ. RCBના અધિકૃત ટ્વિટર હેન્ડલથી લખાયું- જેવું કામ કરશો તેવું જ ફળ મળશે. આરસીબીએ અનેક ટ્વીટમાં લખનઉની ટીમને ટ્રોલ કરી. RCB એ લખનઉની 10 એપ્રિલની ટ્વીટનો પણ જવાબ આપ્યો અને લખ્યું કે અદબથી હરાવ્યા. 

Our 12th Man Army send their regards. 🤷‍♂️#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #LSGvRCB pic.twitter.com/Ec8sRKK9FA

— Royal Challengers Bangalore (@RCBTweets) May 1, 2023

— Royal Challengers Bangalore (@RCBTweets) May 1, 2023

2013નું 2023માં રિપીટ
કોહલી અને ગંભીર વચ્ચે આઈપીએલ 2013માં પણ આવો ઝઘડો થઈ ચૂક્યો છે. ત્યારે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હતા. પરંતુ આ વખતે લખનઉની ટીમના મેન્ટર છે. આ આઈપીએલમાં ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી એકબીજાને ગળે મળતા પણ જોવા મળ્યા છે. આ નજારો ત્યારનો હતો જ્યારે લખનઉએ બેંગ્લુરુને 10 એપ્રિલના રોજ હરાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news