વિરાટ કોહલીનો કોરોના વાયરસથી બચાવ માટે સંદેશ, સુરક્ષિત અને સાવધાન રહો


દક્ષિણ આફ્રિકા વિરુદ્ઘ વનડે સિરીઝની બાકી બે મેચોને કોરોના વાયરસને કારણે રદ્દ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર મેસેજ લખ્યો છે. 

વિરાટ કોહલીનો કોરોના વાયરસથી બચાવ માટે સંદેશ, સુરક્ષિત અને સાવધાન રહો

નવી દિલ્હીઃ ચીનથી ફેલાયેલા ઘાતક કોરોના વાયરસના વધતા પ્રકોપની અસર ભારતીય ક્રિકેટ પર પણ પડી છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી સિરીઝની બાકી બે વનડે આંતરરાષ્ટ્રીય મેચ રદ્દ કરી દેવામાં આવી છે અને આઈપીએલ પણ 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. 

આ વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર કોરોના વાયરસના બચાવનો મેસેજ લખ્યો છે. તેણે લખ્યું, 'મજબૂત રહો અને તમામ સાવધાની રાખતા #COVID19 સામે લડો. સુરક્ષિત રહો, સતર્ક રહો અને સૌથી મહત્વપૂર્ણ વાત- સારવારથી સારૂ નિવારણ છે. બધાનું ધ્યાન રાખો.'

— Virat Kohli (@imVkohli) March 14, 2020

ભારતમાં પણ કોરોના વાયરસના મામલા 80ની પાર પહોંચી ગયા છે, તો 2 લોકોના મોત થઈ ચુક્યા છે. ક્રિકેટ જ નહીં, અન્ય રમત પર પણ તેની અસર પડી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news