T20I: સતત 5 હારનો ક્રમ તોડવા ઉતરશે ભારતીય મહિલા ટીમ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગુરૂવારે અહીં યોજાનારા બીજા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં સતત 5 હારનો ક્રમ તોડવા પ્રયત્ન કરશે. 

T20I: સતત 5 હારનો ક્રમ તોડવા ઉતરશે ભારતીય મહિલા ટીમ

ગુવાહાટીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગુરૂવારે અહીં રમાનારી બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં સતત 5 હારનો ક્રમ તોડવાનો પ્રયત્ન કરશે. ભારતે અહીં રવિવારે ત્રણ મેચોની સિરીઝના પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 41 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

સૌથી નાના ફોર્મેટમાં ભારતની સતત પાંચમી હારનો મતબલ છે કે ડબ્લ્યૂવી રમનના માર્ગદર્શનમાં રમનારી ટીમને આગામી વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વિશ્વકપ પહેલા પોતાના પ્રદર્શનમાં ઘણો સુધારો કરવો પડશે. ભારતે ન્યૂઝીલેન્ડમાં વનડે સિરીઝ જીત્યા બાદ ત્રણે ટી20 મેચ ગુમાવી હતી અને હવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ સિરીઝ તે તરફ જઈ રહી છે. 

ઈંગ્લેન્ડના 4 વિકેટ પર 160 રનના સ્કોરનો પીછો કરતા ભારતીય મહિલા ટીમ 6 વિકેટ પર 119 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડના મજબૂત સ્કોર બાદ ભારતને હરલીન દેઓલ, કેપ્ટન સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્જ અને અનુભવી મિતાલી રાજ પાસે મોટી આશા હતી પરંતુ તમામે નિરાશ કર્યા હતા. 

ભારતને હરમનપ્રીત કૌર જેવી આક્રમક ખેલાડીની ખોટ પડી હતી. ટી20 ટીમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર ઈજાગ્રસ્ત છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલી સ્મૃતિ પણ કેપ્ટન પદે પર્દાપણ કરતા અસફળ રહી હતી. તેને ગત વર્ષે શાનદાર પ્રદર્શન માટે આઈસીસીની વર્ષની સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પણ પસંદ કરવામાં આવી હતી. 

હરમનપ્રીતની અનુપસ્થિતિમાં એકદિવસીય ટીમની કેપ્ટન મિતાલીની ટી20માં મોટી ભૂમિકા ભજવવાની આશા હતી પરંતુ તે માત્ર સાત રન બનાવી શકી હતી. મિતાલી આગામી વર્ષે યોજાનારા ટી20 વિશ્વકપ પહેલા નિવૃતી લેવાની સંભાવના છે અને તે કાલે શાનદાર પ્રદર્શન કરવાના ઈરાદાથી ઉતરશે. 

ટીમમાં વાપસી કરી રહેલી વેદા કૃષ્ણામૂર્તિ પણ પહેલા મેચમાં અસફળ રહી અને 25 બોલમાં 15 રન બનાવી શકી હતી. શિખા પાંડે (અણનમ 23), દીપ્તિ શર્મા (અણનમ 22) અને અરૂંધતિ રેડ્ડી (18)  થોડો સમય ટકીને રમી હતી. બોલિંગમાં પણ દીપ્તિ, અરૂંધતિ અને રાધા યાદવે ઘણા રન આપ્યા હતા. 

બીજીતરફ ઈંગ્લેન્ડ તરફતી ટૈમી હ્યુમોન્ટ (57 બોલમાં 62), કેપ્ટન હીથર નાઇટ (20 બોલમાં 40) અને ડેનિયલી વાટ (35) પ્રથમ મેચમાં સારી લયમાં હતી જેથી ઈંગ્લેન્ડ યજમાન ટીમને હરાવવામાં સફળ રહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news