World Cup 2019: ICCએ પસંદ કર્યા 22 અમ્પાયર-રેફરી, ભારતનો માત્ર એક જ અમ્પાયર

ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, વિશ્વના તમામ દેશો દ્વારા તેમની ટીમની જાહેરાત કરી દેવાયા બાદ હવે ICCએ પણ અમ્પાયર અને રેફરીના નામની જાહેરાત કરી છે 
 

World Cup 2019: ICCએ પસંદ કર્યા 22 અમ્પાયર-રેફરી, ભારતનો માત્ર એક જ અમ્પાયર

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC) દ્વારા આગામી મહિને યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ-2019 માટે તેના 22 અધિકારીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતના એકમાત્ર અધિકારી સુંદરમ રવિને સ્થાન મળ્યું છે. સુંદરમ રવિ એ 16 અમ્પાયરોમાંથી એક છે, જેઓ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે પસંદ થયા છે. 

સુંતરમ રવિ ICCની એલીટ પેનલમાં સામેલ એકમાત્ર ભારતીય વ્યક્તિ છે. તેમણે અત્યાર સુધી 33 ટેસ્ટ, 42 વન ડે અને 18 ટી-20 મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. ICC દ્વારા આગામી ટૂર્નામેન્ટ માટે 22 સભ્યોની એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 16 અમ્પાયર અને 6 મેચ રેફરીનો સમાવેશ થાય છે. 

ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચના અધિકારી ત્રણ વિશ્વકપ વિજેતા હશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડેવિડ બૂન આ ટક્કરમાં મેચ રેફીની ભૂમિકામાં હશે. શ્રીલંકાના પૂર્વ ઓફ સ્પીનર કુમાર ધર્મસેના અને બ્રૂસ ઓક્સનફોર્ડ ઓન-ફીલ્ડ અમ્પાયર હશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર પોલરાઈફલ થર્ડ અમ્પાયર અને જોએલ વિલ્સન ફોર્થ અમ્પાયરની ભૂમિકામાં હશે. 

ડેવીડ બૂન 1987ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. ઓસ્ટ્રેલિયાએ આ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડને હરાવીને જીત્યો હતો. કુમાર ધર્મસેના 1996માં ચેમ્પિયન બનેલી શ્રીલંકાની ટીમમાં હતા. એ જ રીતે પોલ રાઈફલ 1999માં વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમમાં હતા. 

આ વર્લ્ડ કપમાં સૌથી અનુભવી મેચ રેફરી રંજન મદુગલે હશે. આ તેમનો છઠ્ઠો વર્લ્ડ કપ હશે. ક્રિસ બ્રોડ અને જેફ ક્રોનો આ ચોથો વિશ્વ કપ હશે. પાકિસ્તાનના અમ્પાયર અલીમ દાર પાંચમા વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરશે. ઈયાન ગુલ્ડનો ચોથો અને અંતિમ વર્લ્ડ કપ હશે, કેમ કે તેમણે આ વર્લ્ડ કપ પછી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. સેમિફાઈનલ મેચ માટે અમ્પાયરની જાહેરાત લીગ લેવલ પુરો થયા બાદ થશે અને ફાઈનલ માટેના અધિકારીઓની ટીમની જાહેરાત અંતિમ-4 મેચ પુરી થયા બાદ થશે. 

ICCની અમ્પાયર ટીમઃ 
અલીમ દાર, કુમાર ધર્મસેના, મરાએસઈરાસ્મસ, ક્રિસ ગેફની, ઈયાન ગૂલ્ડ, રિચર્ડ ઈલિંગવર્થ, રિચર્ડ કેટલબ્રો, નાઈજલ લોન્ગ, બ્રૂસ ઓક્સનફોર્ડ, સુંદરમ રવિ, પોલ રાઈફલ, રોડ ટકર, જોએલ વિલ્સન, માઈકલ ગોફ, રૂચિરા પલ્લિયાગુર્ગે, પોલ વિલ્સન. 

મેચ રેફરીઃ 
ક્રિસ બ્રોડ, ડેવિડ બૂન, એન્ડી પોયક્રોફ્ટ, જેફ ક્રો, રંજન મદુગલે, રિચી રિચર્ડસન. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news