એમએસ યુનિવર્સિટી કોરોનાના ભરડામાં, વધુ એક ડીન વાયરસથી સંક્રમિત

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આ કોરોના વાયરસનો ત્રીજો કેસ નોંધાયો છે. આ પહેલા એક પ્રોફેસર અને એક કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. 

એમએસ યુનિવર્સિટી કોરોનાના ભરડામાં, વધુ એક ડીન વાયરસથી સંક્રમિત

હાર્દિક દીક્ષિત/વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના કેસ (Corona in Vadodara)ની સંખ્યા વતત વધી રહી છે. તો આ કોરોનાના ભરડામાં વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટી પણ આવી ગઈ છે.  (MS University) કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. કોમર્સ ફેકલ્ટીના ના પ્રોફેસર અને કર્મચારી બાદ વધુ એક ડીન કોરોનાથી સંક્રમિત થયા છે. ડીન આરસી પટેલ અને તેમના પરિવારના સભ્યો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. 

ડિપાર્ટમેન્ટ કરાયું બંધ
કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ એન્ડ સપોર્ટ ઓફ એજ્યુકેશનના ડીન કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમનો પરિવાર પણ કોરોનાથી સંક્રમિત થયો છે. એમએસ યુનિવર્સિટીમાં આ કોરોનાનો ત્રીજો કેસ સામે આવ્યો છે. આ પહેલા એક પ્રોફેસર અને એક કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા હતા. હવે ડીન આર સી પટેલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમને કોરોના આવતા ડિપાર્ટમેન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો યુનિવર્સિટીમાં સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

પંચમહાલ: વરસાદના પગલે કણજીપાણી ગામમાં મકાન પડતા પરિવારના 3 સભ્યોનાં મોત

વડોદરા જિલ્લામાં શું છે કોરોનાની સ્થિતિ
વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 5 હજાર 720 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ 102 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 4425 દર્દીઓ રિકવર પણ થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news