શિક્ષણધામ MSUમાં કોમર્સ ફેકલ્ટીના પરિણામ મુદ્દે થઈ છુટ્ટા હાથની મારામારી

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ પર સતત બીજા દિવસે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિજિલન્સના જવાનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતાં હડકંપ મચી જવા પામ્યો છે. કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું પરિણામ 70 દિવસ બાદ પણ ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં છે. 
શિક્ષણધામ MSUમાં કોમર્સ ફેકલ્ટીના પરિણામ મુદ્દે થઈ છુટ્ટા હાથની મારામારી

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ પર સતત બીજા દિવસે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિજિલન્સના જવાનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતાં હડકંપ મચી જવા પામ્યો છે. કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું પરિણામ 70 દિવસ બાદ પણ ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં છે. 

ક્યારેક 5 રૂપિયા માટે ખેતમજૂરી કરતા હતા, આજે આ મહિલા છે અમેરિકન કંપનીની CEO

યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનું પરિણામ 70 દિવસ બાદ પણ ન આવતા વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર પહોંચી આંદોલન કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ હેડ ઑફિસમાં પ્રવેશ કરવા જતાં વિજિલન્સના જવાનો અને વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. વિદ્યાર્થી અને વિજિલન્સના જવાનોએ એકબીજાને લાફા માર્યા હતા. તો સાથે જ કપડાં પણ ખેંચ્યા હતા. સાથે જ શિક્ષણધામમાં અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. મહત્વની વાત છે કે, યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો અને રજિસ્ટ્રારની હાજરીમાં મારામારીની ઘટના બની હતી. સિન્ડિકેટ સભ્યો અને રજિસ્ટ્રારે રોકવાનો પ્રવેશ કર્યો તો વિદ્યાર્થીઓએ તેમને પણ ધક્કે ચઢાવ્યા હતા. વિદ્યાર્થીઓએ વિજિલન્સના અધિકારીને યુનિવર્સિટીમાંથી કાઢવાની માંગ કરી છે. સાથે જ વહેલી તકે કોમર્સ ફેકલ્ટીનું પરિણામ જાહેર કરવાની પણ માંગ કરી છે. 

રોમાંચક બની રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવારની કરી જાહેરાત

વિદ્યાર્થીઓએ મારામારી બાદ વિજિલન્સ અધિકારી પી પી કાનાણીનું પૂતળું બાળ્યું હતું. તેમજ યુનિવર્સિટી તંત્ર અને સિક્યુરિટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય મયંક પટેલ અને દિનેશ યાદવે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિજિલન્સ જવાનો વચ્ચે થયેલ મારામારી મામલે કહ્યું કે, વિજિલન્સના જવાનોએ વિદ્યાર્થીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. સમગ્ર મામલામાં યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરાશે. જ્યારે કે, યુનિવર્સિટીના રજિસ્ટ્રારે સમગ્ર ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું. સાથે જ વહેલીતકે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરાશે તેવું આશ્વાસન આપ્યું. 

મહત્વની વાત છે કે એમએસ યુનિવર્સિટી હવે શિક્ષણધામના બદલે યુદ્ધનું મેદાન બની ગઈ છે. અવાર-નવાર યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બને છે. જેના કારણે યુનિવર્સિટીની છબી ખરડાઈ છે. વિદ્યાર્થીઓ અને વિજિલન્સ જવાનો વચ્ચે મારામારીના સમયે પોલીસ હાજર હતી છતાં પોલીસે છોડાવવાનો પ્રયાસ ન કરી માત્ર મુગદર્શક બની તમાશો જોયા કર્યો. ત્યારે શું આવા માહોલમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં શાંતિથી ભણી શકશે તે સવાલ ઉઠ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news