વડોદરામાં 40 હજારની મેદની વચ્ચે પીએમ મોદી સભા સંબોધશે, આવો છે આખો કાર્યક્રમ

સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) પાસે પ્રવાસીઓ માટે એક નવું નજરાણુંનો ઉમેરો કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે ખાસ ક્રુઝ નદીમાં મૂકાઈ છે. 21 માર્ચના રોજ પીએમ નરેન્દ્ર મોદી (narendra modi) આ ક્રુઝનું લોકર્પણ કરશે. ત્યારે આ સાથે જ વડાપ્રધાન મોદી વડોદરામાં એક જનસભાને સંબોધવાના છે. વડોદરાના નવલખી મેદાનમાં 40 હજારની મેદની વચ્ચે પીએમ મોદી સભાને સંબોધશે. આ કાર્યક્રમ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમની જેમ ભવ્ય હશે. 
વડોદરામાં 40 હજારની મેદની વચ્ચે પીએમ મોદી સભા સંબોધશે, આવો છે આખો કાર્યક્રમ

રવિ અગ્રવાલ/વડોદરા :સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) પાસે પ્રવાસીઓ માટે એક નવું નજરાણુંનો ઉમેરો કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે ખાસ ક્રુઝ નદીમાં મૂકાઈ છે. 21 માર્ચના રોજ પીએમ નરેન્દ્ર મોદી (narendra modi) આ ક્રુઝનું લોકર્પણ કરશે. ત્યારે આ સાથે જ વડાપ્રધાન મોદી વડોદરામાં એક જનસભાને સંબોધવાના છે. વડોદરાના નવલખી મેદાનમાં 40 હજારની મેદની વચ્ચે પીએમ મોદી સભાને સંબોધશે. આ કાર્યક્રમ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમની જેમ ભવ્ય હશે. 

રોમાંચક બની રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવારની કરી જાહેરાત

‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની જેમ લોકોનું પોલીસ વેરિફિકેશન કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 મી માર્ચે વડોદરાની મુલાકાતે છે, ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં 700 બસો મૂકી લોકોને લાવવામાં આવશે. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની જેમ જ આ સભામાં આવનાર લોકોનું પોલીસ વેરિફિકેશન કરાશે. ઈન્ડિયન ઓઇલ અને રિફાઇનરી દ્વારા તૈયાર કરેલ બીએસ 6 બળતણના ઉત્પાદન પ્લાન્ટનું પણ તેઓ લોકાર્પણ કરશે. એચપીસીએલ કંપની દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહન માટે તૈયાર કરાયેલ નવી પાઇપલાઇનનું પણ લોકાર્પણ કરશે.

ભયંકર વાયરલ થયું આ પાકિસ્તાની ગીત, જેની શરૂઆતમાં લેવાય છે હિન્દુસ્તાનનું નામ

મુખ્ય સચિવે કેવડિયાની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય કાર્યક્રમને લઈને રાજ્યના મુખ્ય સચીવ અનિલ મુકીમએ કેવડિયાની મુલાકાત લીધી હતી. અહીં જંગલ સફારીથી લઈને અન્ય જે આકર્ષણો બની રહ્યા છે તેમાં કેટલું કામ થયું છે તેની વિગતવાર જાણકારી લીધી હતી. મુખ્ય સચિવે નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તા પાસેથી તેની સઘળી માહિતી મેળવી હતી. 21 અને 22 માર્ચ બે દિવસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના આંગણે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી 21 તારીખના રોજ બપોર બાદ કેવડિયા કોલોની આવી શકે અને ફેરી બોટ સેવા, નવો હાઈ લેવલ બ્રિજ, જંગલ સફારી, કેક્ટર્સ ગાર્ડન એકતા નર્સરી, ગ્લો ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલ સહીત સાતથી વધુ નવા આકર્ષણોનું વિધિવત લોકર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તમામ સ્થળોની મુલાકાત પણ લે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

સોનાથી લદાયેલા દાગીના સાથે હોળીએ ગરબે ઘૂમી મહેર સમાજની મહિલાઓ...

જળમાર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકાશે 
બે દિવસ પહેલા ક્રુઝ બોટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ક્રુઝ બોટ ગરુડેશ્વર પાસેના વિયર ડેમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટરનો ફેરો મારશે. જેમાં એક સાથે 200 પ્રવાસીઓ પ્રવાસ કરશે અને ક્રુઝમાં તમામ પ્રકારની સગવડ કરવામાં આવી છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ પ્રવાસીઓ જળમાર્ગે જોઈ શકે જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news