સંવિધાન દિવસ પર બોલ્યા પીએમ મોદી, દેશને હવે વન નેશન વન ઈલેક્શનની જરૂર છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) એ ગુરુવારે સંવિધાન દિવસ (constituion day) ના પ્રસંગે કેવડિયામાં યોજાયેલ એક કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન મુંબઈ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને કહ્યું કે, આપણે એ જખ્મ ભૂલી શક્તા નથી. આ સાથે જ પીએમ મોદીએ એકવાર ફરીથી દેશનું ધ્યાન વન નેશન વન ઈલેક્શન તરફ ખેંચ્યું અને તેને સમયની જરૂરિયાત ગણાવ્યું.

Updated By: Nov 26, 2020, 02:38 PM IST
સંવિધાન દિવસ પર બોલ્યા પીએમ મોદી, દેશને હવે વન નેશન વન ઈલેક્શનની જરૂર છે

ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) એ ગુરુવારે સંવિધાન દિવસ (constituion day) ના પ્રસંગે કેવડિયામાં યોજાયેલ એક કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન મુંબઈ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને કહ્યું કે, આપણે એ જખ્મ ભૂલી શક્તા નથી. આ સાથે જ પીએમ મોદીએ એકવાર ફરીથી દેશનું ધ્યાન વન નેશન વન ઈલેક્શન તરફ ખેંચ્યું અને તેને સમયની જરૂરિયાત ગણાવ્યું.

પીએમ મોદીએ કહ્યું કે, 2008માં પાકિસ્તાનથી આવેલ આતંકવીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકોના જીવ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત નવી નીતિ-રીતિની સાથે આતંકવાદનો સામનો કરી રહ્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે, સંવિધાનની રક્ષામાં ન્યાયપાલિકાની મોટી ભૂમિકા છે. પીએમ બોલ્યા કે, 70ના દાયકામાં તેને ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સંવિધાને તેનો જવાબ આપ્યો હતો. ઈમરજન્સીના કાળ બાદ સિસ્ટમ મજબૂત થતી ગઈ અને તેમાંથી આપણને ઘણુ બધુ શીખવાની તક મળી.

વન નેશન વન ઈલેક્શનની જરૂર
પીએમ મોદીએ કહ્યું કે, વન નેશન, વન ઈલેક્શનની આજે ભારતની જરૂરિયાત બની ગયું છે. દેશમાં દરેક મહિનામાં ક્યાંકને ક્યાંક ઈલેક્શન થતા રહે છે. આવામાં તેના પર મંથન શરૂ થવુ જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, હવે આપણે સમગ્ર રીતે ડિજીટલકરણ તરફ વધવુ જોઈએ. કાળગનો  ઉપયોગ બંધ કરવો જોઈએ. આઝાદીના 75 વર્ષના જોતા હવે આ ટાર્ગેટ નક્કી કરવો જોઈએ. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દરેક નાગરિકે સંવિધાનને સમજવુ જોઈએ. તેના હિસાબથી ચાલવુ જોઈએ. લોકોએ KYC એટલે કે Know your Constitution પર બળ આપવુ જોઈએ. વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન જનભાગીદારી કેવી રીતે વધે, તેના પર વિચાર કરવો જોઈએ. જ્યારે સદનમાં કોઈ વિશેષ વિષય પર ચર્ચા થાય તો તેની સાથે જોડાયેલા લોકોએ બોલવુ જોઈએ.