ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાના મિસ મેનેજમેન્ટથી હારી ગયા ચૂંટણી, મોદીજીએ લીધો લૉકડાઉનનો સખત નિર્યણઃ નડ્ડા

ઉત્તરાખંડના લોકોને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યુ, 'અમેરિકાની ચૂંટણી કોવિડના મેનેજમેન્ટ અને મિસ મેનેજમેન્ટ પર થઈ ગઈ. ટ્રમ્પે સત્તા ગુમાવવી પડી, કોવિડના મિસ મેનેજમેન્ટને લઈને. આપણા મોદીજીએ દેશને સૌથી આગળ ઉભા રહીને લીડ કર્યો અને સમય પર લૉકડાઉન લગાવ્યું. 

  ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાના મિસ મેનેજમેન્ટથી હારી ગયા ચૂંટણી, મોદીજીએ લીધો લૉકડાઉનનો સખત નિર્યણઃ નડ્ડા

દેહરાદૂનઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે કોરોના મેનેજમેન્ટને લઈને પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. નડ્ડાએ ઉત્તરાખંડના એક કાર્યક્રમમાં પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે, કોરોનાના કાળમાં પીએમે દેશને ફ્રંટથી લીડ કર્યો અને સમય પર લૉકડાઉન કરી કરોડો લોકોના જીવ બચાવ્યા હતા. નડ્ડાએ કહ્યુ કે, કોરોના મિસમેનેજમેન્ટને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા, તો પીએમ મોદીએ દેશને આગળ આવીને સંભાળ્યો. 

ઉત્તરાખંડના લોકોને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યુ, 'અમેરિકાની ચૂંટણી કોવિડના મેનેજમેન્ટ અને મિસ મેનેજમેન્ટ પર થઈ ગઈ. ટ્રમ્પે સત્તા ગુમાવવી પડી, કોવિડના મિસ મેનેજમેન્ટને લઈને. આપણા મોદીજીએ દેશને સૌથી આગળ ઉભા રહીને લીડ કર્યો અને સમય પર લૉકડાઉન લગાવ્યું અને 130 કરોડ લોકોના દેશને બચાવી લીધો.આજે પણ અમેરિકા તે નક્કી કરી શક્યું નહીં કે તે ઇકોનોમી કે લોકોના જીવમાંથી કોને પ્રાથમિકતા આપે. પરંતુ આપણા પ્રધાનમંત્રીએ નક્કી કર્યુ કે, જાન હૈ તો જવાન હૈ અને દેશમાં લૉકડાઉન લગાવ્યું. આ એક સામાન્ય નિર્ણય નહતો.'

— ANI (@ANI) December 6, 2020

અમેરિકાની ચૂંટણીમાં કોરોના મેનેજમેન્ટ બન્યું ટ્રમ્પની હારનું કારણ
મહત્વનું છે કે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે કોરોના મેનેજમેન્ટ મુખ્ય ચૂંટણી મુદ્દો હતો. એક તરફ જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ પર કોરોના મેનેજમેન્ટને લઈને તમામ આરોપો લાગ્યા બાદ તેમણે હારનો સામનો કરવો પડ્યો, તો ડેમોક્રેટિક પાર્ટીએ પણ ટ્રમ્પ પર દેશને ગેરમાર્દે દોરવાનો આરોપ લગાવી ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમેરિકામાં કોરોનાનો મુદ્દો રાષ્ટ્રપતિ ચૂંટણીની દરેક ડિબેટમાં પણ ટ્રમ્પ માટે મુશ્કેલ બન્યો. આ બાદ ટ્રમ્પે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

ભાજપ કરતું રહ્યું છે મોદીના કોરોના મેનેજમેન્ટની પ્રશંસા
નડ્ડા સહિત ભાજપના તમામ નેતા કોરોનાના મેનેજમેન્ટને લઈને પીએમ મોદીની પ્રશંસા કરતા રહ્યાં છે. 22 માર્ચે જનતા કર્ફ્યૂ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ પ્રતિબંધો વચ્ચે દેશમાં લૉકડાઉન યથાવત રાખ્યું હતું. તેને લઈને વિપક્ષે પીએમની આલોચના કરી હતી, પરંતુ સરકારે કહ્યું કે, જો લૉકડાઉન લગાવવામાં ન આવ્યું હોત તો કોરોના સંક્રમણથી દેશમાં કરોડો લોકોનો જીવ જઈ શકતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news