ગુજરાત ન્યૂઝ

સુપ્રીમ કોર્ટમાં નકશો ફાડનારા વકીલ રાજીવ ધવન સામે પોલીસમાં ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણીના અંતિમ દિવસે બુધવારે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા હિન્દુ પક્ષ તરફથી જમા કરવામાં આવેલા દસ્તાવેજના ટૂકડે-ટુકડા કરી દેવાના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ સમક્ષ આ પ્રકારનું કૃત્ય કરાયું હતું, મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પણ કહ્યું હતું કે, એક પક્ષ એવું વાતાવરણ બનાવી રહ્યું છે, જે સુનાવણી માટે બિલકૂલ અનુકૂળ નથી.

Oct 18, 2019, 04:47 PM IST

મહારાષ્ટ્ર ચૂંટણીઃ સંજય દત્ત પછી હવે આદિત્ય ઠાકરેને મળ્યો મિથુન ચક્રવર્તીનો સાથ

સંજય દત્ત પછી હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ શિવસેનાના યુવરાજ આદિત્ય ઠાકરેના સમર્થનમાં આગળ આવ્યા છે. મિથુને એક વીડિયો રીલીઝ કરીને પોતાના ચાહકોને આદિત્યને વોટ આપવા અપીલ કરી છે.
 

Oct 18, 2019, 04:34 PM IST

JKLF આતંકવાદી જાવેદ મીરની ધરપકડઃ 1990માં વાયુસેનાના અધિકારીઓની કરી હતી હત્યા

સમાચાર એજન્સી IANS એ સીબીઆઈના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, 15 ઓક્ટોબરના રોજ બિન-જામીનપાત્ર વોરન્ટ જાહેર થયા પછી મીરની ધરપકડ કરાઈ છે. સીબીઆઈના અધિકારીઓએ મીરને તેના ઘરમાંથી ઉઠાવ્યો હતો. 
 

Oct 18, 2019, 04:29 PM IST

FATFની પાકિસ્તાનને કડક ચેતવણી, 5 મહિનામાં ટેરર ફંડિંગ રોકો, નહીં તો કડક કાર્યવાહી કરીશું

FATF Pans Pakistan : પેરિસમાં થયેલી ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનને રાહત મળી નથી. એફએટીએફ તરફથી તેને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે અને ફૂલ એક્શન  પ્લાન પર કામ કરવા માટે ફેબ્રુઆરી 2020 સુધીનો સમય અપાયો છે.

Oct 18, 2019, 03:44 PM IST

આ રોબોટ હિન્દીમાં પુછે છે 'નમસ્તે, આપ કૈસે હૈં', એક દેશની નાગરિક્તાની પણ મળી છે!!!

સોફિયા વિશ્વની પ્રથમ પ્રથમ રોબોટ છે જેને કોઈ દેશનું નાગરિકત્વ મળ્યું હોય. ઓક્ટોબર, 2017માં સાઉદી અરેબિયા તેને નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. સોફિયા લોકો સાથે હિન્દીમાં વાત કરી શકે છે, તેમનું પેઈન્ટિંગ બનાવી શકે છે. સોફિયાના ચહેરાના હાવભાવ પણ માનવી જેવા જ છે અને તે સ્માઈલ પણ આપે છે. સોફિયાને ભારત કેટલું ગમે છે એ પણ તે જણાવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સોફિયા 50 જેટલા ચહેરાના હાવભાવ બદલી શકે છે. 

Oct 18, 2019, 12:03 AM IST

ચંદ્રયાન-2ના IIRSએ ખેંચેલી ચંદ્રની સપાટીની ચમકતી તસવીર ઈસરોએ કરી જાહેર

બેંગલુરુઃ ચંદ્રયાન-2એ(Chandrayaan-2) ચંદ્રની સપાટીની ચમકદાર અને સુંદર તસવીર મોકલી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો) દ્વારા ગુરુવારે આ તસવીર જાહેર કરાઈ હતી. ચંદ્રયાન-2માં ફીટ કરવામાં આવેલા ઈમેજિંગ ઈન્ફ્રારેટ સ્પોક્ટ્રોમીટર(Imaging Infrared Spectrometer -IIRS) દ્વારા મોકલવામાં આવેલી આ તસવીરમાં ચંદ્ર પર કેટલાક ખાડા પણ જોવા મળી રહ્યા છે. 

Oct 17, 2019, 11:02 PM IST

છેલ્લા 5 દિવસથી એક-બે નહીં 100-100 હાથીઓના ઝુંડે અહીં મચાવી રાખ્યો છે ઉત્પાત

વન વિભાગના કર્મચારીઓ પણ આ હથીઓને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ સફળ નથી થઈ રહ્યા. 
 

Oct 17, 2019, 09:55 PM IST

કરતારપુર કોરિડોર સર્વિસ ફી મુદ્દે કેન્દ્ર વિધાનસભા ચૂંટણી પછી પાકિસ્તાન સાથે કરશે ચર્ચા

રવિશ કુમારે જણાવ્યું કે, "આ મુદ્દે પાકિસ્તાન સાથે અનેક બેઠકો થઈ છે. સર્વિસ ફી સિવાયના તમામ મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે કરાર થયો છે. પાકિસ્તાન દરેક શ્રદ્ધાળુ પાસેથી સર્વિસ ફી તરીકે 20 ડોલર (રૂ.1420) વસુલવાનો આગ્રહ રાખી રહ્યું છે."
 

Oct 17, 2019, 09:37 PM IST

પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશ ગાર્ડની ગોળીબારીમાં એક જવાન શહીદ, એક ઘાયલ

આરોપ છે કે માછલી પકડવા ગયેલા ત્રણ ભારતીય માછીમારોને BGB દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમાંથી બે માછીમારને છોડી દેવાયા હતા અને તેમને પાછા મોકલીને ભારતની બોર્ડર સિક્યોરિટી ફોર્સના(BSF) કમાન્ડરને ફ્લેગ મિટીંગ માટે બોલાવ્યા હતા.

Oct 17, 2019, 09:05 PM IST

નીતિ આયોગના સૌ પ્રથમ 'ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ-2019'માં કર્ણાટક ટોચનું રાજ્ય

ઈન્ડિયા ઈનોવેટિવ ઈન્ડેક્સ જાહેર કરતા નીતિ આયોગના નાયબ અધ્યક્ષ ડો. રાજીવ કુમારે જણાવ્યું કે, "ઈન્ડિયા ઈનોવેશન ઈનેડેક્સ દ્વારા ભારતના રાજ્યો ગુડ ગવર્નન્સની સાથે એક-બીજાની સ્પર્ધામાં ઉતરશે."
 

Oct 17, 2019, 08:48 PM IST

ગૃહ મંત્રાલયનો નવો આદેશઃ પોલિસ અને સુરક્ષા દળોની કચેરીઓમાં સરદાર પટેલની તસવીર લગાવો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ પોલિસ કચેરીઓ અને સુરક્ષા દળોની કચેરીઓમાં સરદાર પટેલની તસવીર લગાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ગૃહ મંત્રાલયે સરદાર પટેલનો એ ફોટો પણ આપ્યો છે, જે તેમણે લગાવાનો છે.

Oct 17, 2019, 07:53 PM IST

પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહારઃ તેમની એક જ રાજનીતિ, વહેંચો અને મલાઈ ખાઓ

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, "અહીંની ધરતીમાંથી અતુલનીય અને આધ્યાત્મિક નેતૃત્વ પેદા થયું છે. મારા માટે સતારા એક રીતે ગુરૂ ભૂમિ છે. ઉદરયન રાજેજીએ જેનો ઉલ્લેખ કર્યો, હું આજે જે કંઈ પણ છું, જે સંસ્કારોમાં હું ઉછર્યો છું, જેમની પાસેથી અમે તાલીમ મેળવી છે, તેમનું આ જન્મસ્થાન છે. ત્યાર પછી તેઓ ગુજરાત આવ્યા હતા. તેમણે મને તાલીમ આપી અને એટલા માટે જ મારા માટે ગુરુ ભૂમિ છે."

Oct 17, 2019, 07:41 PM IST

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને 'પવિત્ર પર્વત' પર દોડાવ્યો સફેદ ઘોડો

લેખમાં લખ્યું છે કે, કિમ જોંગ-ઉને પ્રથમ બરફ વર્ષાની સાથે જ સફેદ ઘોડા પર સવારી કરીને માઉન્ટ પેન્ક્ટુની ચઢાઈ કરી છે. આ લેખમાં કોરિયાના ઈતિહાસની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓનો પણ ઉલ્લેખ કરાયો છે. સાથે જ કિમ જોંગ ઉને દેશને સૌથી શક્તિશાળી બનાવવાનો પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો. 

Oct 17, 2019, 06:36 PM IST

VIDEO : દિલ્હીમાં પ્રાણી સંગ્રહાલયમાં અચાનક સિંહના પિંજરામાં કૂદ્યો યુવક અને પછી....!!!

રેહાન જેવો અંદર કુદ્યો કે ત્યાં હાજર ગાર્ડે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓને આ વાતની જાણ કરી હતી. આ ટીમ તરત જ ત્યાં પહોંચી હતી. તેમણે સુંદરમનું ધ્યાન બીજે દોર્યું અને પછી તેને બેભાન કરી દીધો હતો. ત્યાર પછી રેહાનને સહી સલામત રીતે બહાર કાડ્યો હતો. રેહાનને જ્યારે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો તો તેણે ના પાડી દીધી હતી. ત્યાર પછી 10 લોકોની મદદથી રેહાનને બહાર કાઢવામાં આવ્યો હતો. 

Oct 17, 2019, 06:06 PM IST

વીર સાવરકરના વિરોધમાં નથી, પરંતુ તેમના હિન્દુત્વનું સમર્થન કરતો નથીઃ મનમોહન સિંહ

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે જણાવ્યું કે, તેઓ વીર સાવરકરના વિરોધી નથી, પરંતુ તેઓ જે હિન્દુત્વની વિચારધારાનું સમર્થન કરતા હતા, કોંગ્રેસ તેની તરફેણમાં નથી. આ અગાઉ કોંગ્રેસે મંગળવારે હિન્દુ મહાસભાના સંસ્થાપક વિનાયક દામોદર સાવરકરને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભારત રત્ન આપવાની ભાજપની માગણી સામે સવાલ ઉઠાવ્યો હતો. 

Oct 17, 2019, 05:39 PM IST

મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા નકશો ફાડવાની ઘટનાઃ હિન્દુ સેનાએ CJIને લખ્યો પત્ર

અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણીના અંતિમ દિવસે બુધવારે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા હિન્દુ પક્ષ તરફથી જમા કરવામાં આવેલા દસ્તાવેજના ટૂકડે-ટુકડા કરી દેવાના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ સમક્ષ આ પ્રકારનું કૃત્ય કરાયું હતું, મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પણ કહ્યું હતું કે, એક પક્ષ એવું વાતાવરણ બનાવી રહ્યું છે, જે સુનાવણી માટે બિલકૂલ અનુકૂળ નથી. 

Oct 17, 2019, 05:21 PM IST

સુન્ની વકફ બોર્ડે મધ્યસ્થતા પેનલને જે શરતો બતાવી હતી તેને હિન્દુ મહાસભાએ ફગાવી

વકફ બોર્ડ ASI દ્વારા સંરક્ષિત મસ્જિદોની યાદી જમા કરાવી શકે છે અને અદાલત દ્વારા નિયુક્ત સમિતિ પૂજા અર્ચના માટે તેને અંતિમ સ્વરૂપ આપશે. વકફ બોર્ડને સરકાર દ્વારા વિવાદિત સ્થળના અધિગ્રહણ સામે કોઈ વાંધો નથી. અયોધ્યામાં રહેલી વર્તમાન અન્ય મસ્જિદોનું સરકાર દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવે અને વકફ બોર્ડ કોઈ અન્ય યોગ્ય સ્થળે મસ્જિદનું નિર્માણ કરી શકે છે. 

Oct 17, 2019, 04:57 PM IST

પીએમના 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' અભિયાન સફળ બનાવવા યુવકે છોડી દીધી યુરોપની નોકરી

17 સપ્ટેમ્બરના રોજ જ્યારે દેશ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો એ સમયે આ યુવાને ગુજરાતની રાજધાની ગાંધીનગરથી સાઈકલ પર દેશની યાત્રા શરૂ કરી હતી. બ્રજેશ શર્મા નામનો આ યુવાન 23,000 કિમીની યાત્રા કરીને દેશભરના લોકોને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'નો ઉપયોગ ન કરવાનો સંદેશો પહોંચાડવાનો છે. 

Oct 17, 2019, 04:37 PM IST

રિંગમાં ફાઇટ દરમિયાન માથામાં થઈ ઈજા, બોક્સરનું મોત

ચાર્લ્સ કોનવેલ વિરુદ્ધ રમાયેલી મેચમાં માથા પર ઈજા થયા બાદ અમેરિકાના બોક્સર પેટ્રિક ડેનું નિધન થઈ ગયું છે. 
 

Oct 17, 2019, 04:33 PM IST

PMC જ નહીં દેશની આ સહકારી બેન્કો પણ મુશ્કેલીમાં છે, વાંચો સંપૂર્ણ યાદી

પીએમસી બેન્ક કૌભાંડમાં સોમવાર અને મંગળવાર દરમિયાન બે ખાતાધારકનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું હતું. આથી બુધવારે પીએમસી ખાતાધારકોએ કિલ્લા કોર્ટની બહાર 2 મિનિટનું મૌન રાખીને મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રદર્શનકારીઓ પોતાના પૈસા પાછા આપવાની માગણી કરી રહ્યા હતા. 

Oct 16, 2019, 11:34 PM IST