ભારત સરકારના આક્રમક વલણ પછી ટ્વિટર લાઇન પર આવ્યું, લેખિતમાં માગી માફી

ભારતનો ખોટો નક્શો દેખાડવાના મામલામાં સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય  (Ministry of Electronics and IT) દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ ટ્વિટરે લેખિતમાં માફી માગી છે.  

Updated By: Nov 18, 2020, 05:54 PM IST
ભારત સરકારના આક્રમક વલણ પછી ટ્વિટર લાઇન પર આવ્યું, લેખિતમાં માગી માફી

નવી દિલ્હીઃ ભારતનો ખોટો નક્શો દેખાડવાના મામલામાં સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય  (Ministry of Electronics and IT) દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ ટ્વિટરે લેખિતમાં માફી માગી છે. સાથે કહ્યું કે, તે 30 નવેમ્બર સુધી પોતાની ભૂલ સુધારી બધુ યોગ્ય કરી દેશે. ટ્વિટર દ્વારા લેહ  (Leh)ને લદ્દાખની જગ્યાએ જમ્મુ-કાશ્મીરનો ભાગ દેખાડ્યા બાદ મંત્રાલયે ટ્વિટરને નોટિસ ફટકારી હતી. સાથે આ મામલા પર જવાબ માગતા તેમના પ્રતિનિધિઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

જાણો શું છે ઘટના
9 નવેમ્બરે ટ્વિટરે લેહને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની જગ્યાએ જમ્મુ-કાશ્મીરના ભાગના રૂપમાં દેખાડ્યું હતું. ત્યારબાદ મંત્રાલયે ટ્વિટરના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટને મોકલેલી નોટિસમાં લખ્યું કે, 'ટ્વિટરે આ ઇરાદાપૂર્વક કર્યું છે. તેણે લેહને જમ્મુ-કાશ્મીરના ભાગમાં દેખાડી ભારતની સંપ્રભુ સંસદની ઈચ્છાને ઓછી કરવા માટે આ પગલું ભર્યું છે, જેણે લદ્દાખને ભારતને એક કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યું હતું.' મહત્વનું છે કે લેહ, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનું મુખ્યાલય છે. 

ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન, પીએમ મોદી-અમિત શાહે વ્યક્ત કર્યુ દુખ

5 દિવસનું આપ્યું હતું અલ્ટીમેટમ
મંત્રાલયે પોતાની નોટિસમાં ટ્વિટરને 5 કાર્યદિવસોનો સમય આપતા નિર્દેશ આપ્યો હતે કે તે જણાવે કે ખોટુ માનચિત્ર દેખાડી ભારતની પ્રાદેશિક અખંડતાનું અપમાન કરવા માટે ટ્વિટર અને તેના પ્રતિનિધિઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કેમ ન કરવામાં આવે. 

આ પહેલા ટ્વિટરે લેહને પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ દેખાડ્યો હતો. તેના પર ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના સચિવે ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સેને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ટ્વિટરે લેહને ચીનના નક્શામાંથી હટાવી દીધું હતું. પરંતુ ટ્વિટરે લેહને કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ ન દેખાડ્યો, જે ભારત સરકારની સત્તાવાર સ્થિતિની વિરુદ્ધ છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube