નગરોટાઃ પાકિસ્તાનને ઉઘાડું પાડશે ભારત, દુનિયાને સત્ય જણાવશે

Nagrota terror attack news: વિદેશ સચિવે તેમને જાણકારી આપી કે ઘાટીના સાંબા સેક્ટરમાં મળેલી સુરંગથી સાબિત થાય થે કે કઈ રીતે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવી રહ્યું છે. વિદેશ મંત્રાલય અનુસાર હજુ અન્ય દેશોના રાજદૂતોને આ વિશે જાણકારી આપવામાં આવશે.

Updated By: Nov 23, 2020, 08:49 PM IST
નગરોટાઃ પાકિસ્તાનને ઉઘાડું પાડશે ભારત, દુનિયાને સત્ય જણાવશે

નવી દિલ્હીઃ દેશની અંદર આતંક ફેલાવવા અને જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયામાં વિઘ્ન પાડવાના પાકિસ્તાનના ષડયંત્રને ભારતે ગંભીરતાથી લીધું છે. સોમવારે ભારતે કેટલાક દેશોના રાજદૂતોને આ વિશે વિસ્તારથી જાણકારી આપી છે. વિદેશ સવિચે તેમને જણાવ્યું કે, કઈ રીતે પાકિસ્તાનથી પ્રશિક્ષિત જૈશ-એ-મોહમ્મદના આતંકી ભારતની અંદર આતંકી ઘટનાને અંજામ આપવામાં લાગ્યા છે. જમ્મુ-કાશ્મીરના નગરોટામાં આતંકીઓની સાથે અથડામણ બાદ મળેલા હથિયાર અને બીજા સાધનોથી પાકિસ્તાનનો હાથ સાબિત થયો છે. રાજદૂતો સાથે થયેલી વાતચીત દરમિયાન ડોઝિયર પણ આપવામાં આવ્યા. 

વિદેશ સચિવે તેમને જાણકારી આપી કે ઘાટીના સાંબા સેક્ટરમાં મળેલી સુરંગથી સાબિત થાય થે કે કઈ રીતે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવી રહ્યું છે. વિદેશ મંત્રાલય અનુસાર હજુ અન્ય દેશોના રાજદૂતોને આ વિશે જાણકારી આપવામાં આવશે. હકીકતમાં પાકિસ્તાન કાશ્મીરના મુદ્દા પર ગ્લોબલ સ્તર પર સતત પ્રોપેગેન્ડા કરી રહ્યું છે. ભારતની આ કવાયત તે પ્રોપેગેન્ડાનો પૂરાવા સાથે જવાબ આપવાની છે. 

6 વખત સાંસત, ત્રણ વખત મુખ્યમંત્રી, આવું રહ્યું તરણ ગોગોઈનું રાજકીય જીવન

પીએમ મોદીએ કરી હતી હાઈ લેવલ બેઠક
આ પહેલા પાછલા શુક્રવારે પીએમ મોદીની આગેવાની વાળી બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, એનએસએ અજીત ડોભાલ, વિદેશ સચિવ સિવાય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના સર્વોચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. બેઠકમાં પીએમ મોદીએ સુરક્ષા અને ગુપ્તચર કર્મીઓની પ્રશંસા કરતા તેમને સતત એલર્ટ રહેવાનું પણ કહ્યુ હતું. મહત્વનું છે કે ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના નગરોટામાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા ચાર ખતરનાક આકંડીઓને અથડામણમાં ઠાર કરવામાં આવ્યા હતા. 

પાકને વળતો જવાબ આપવા માટે પીએમે કર્યું ટ્વીટ
આ બેઠકમાં પીએમ મોદીએ એનએસએ અજીત ડોભાલના નેતૃત્વમાં સુરક્ષા અને ગુપ્તચરના સર્વોચ્ચ અધિકારીઓએ જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ વિશે રિપોર્ટ આપ્યો હતો. તેમાં કતહેવામાં આવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય થતી સ્થિતિ અને રાજકીય પ્રક્રિયાની વાપસીથી પાકિસ્તાન હપભ્રત થયું છે. તે આતંકીઓની મદદથી તેમાં દખલ દેવાનું ષડયંત્ર રચી રહ્યું છે. આ બેઠક બાદ પીએમ મોદીએ ટ્વીટ પણ કર્યુ હતું. સામાન્ય રીતે પીએમ મોદી આવી બેઠકો વિશે ટ્વીટ કરતા નથી પરંતુ પાકિસ્તાન સુધી સંદેશ આપવા માટે તેમણે આમ કર્યુ હતું. 

ગુજરાતથી મહારાષ્ટ્ર જવું હોય તો સાથે રાખવો પડશે કોરોનાનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ  

26/11 જેવા મોટા હુમલાની હતી તૈયારી
જમ્મુના નગરોટામાં બે દિવસ પહેલા થયેલા એનકાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકવાદી 12 વર્ષ પહેલા મુંબઈમાં થયેલા  26/11 જેવા મોટા હુમલાની તૈયારીમાં હતા. પાકિસ્તાન સમર્થિત આ આતંકવાદી કોઈ મોડા ષડયંત્રની તૈયારીમાં હતા, પરંતુ ચારેય આતંકવાદીઓને ઠાર કરવાની સાથે સુરક્ષા દળોએ પાકિસ્તાનના ઇરાદા પર પાણી ફેરવી દીધું હતું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube