વિચિત્ર રીતે મહિલાનું મોત! ઘરે આવીને પતિએ જોયું તો પત્નીનું માથું પાણીની ડોલમાં ડૂબેલું હતું...

29 વર્ષીય પત્ની નિરાલીબેને ''તમે ગેરેજ જતા આવો હું ન્હાઇ લઉં'' એમ કહેતા સંજયભાઈ ગેરેજ પર ગયા હતા અને બાદમાં પરત આવી પતિએ જોતા પત્ની નિરાલીબેન બેડરૂમના બાથરૂમમાં ઉભડક હાલતમાં નિરાલીબેન બેઠેલા અને બાજુમાં રહેલ પાણી ભરેલ ડોલમાં મોઢું ડૂબેલ હાલતમાં તેમનું મૃત્યુ થયાનું જણાયું હતું. 

વિચિત્ર રીતે મહિલાનું મોત! ઘરે આવીને પતિએ જોયું તો પત્નીનું માથું પાણીની ડોલમાં ડૂબેલું હતું...

ઝી બ્યુરો/જૂનાગઢ: રાજ્યમાં આજકાલ મહિલાઓ પર શારિરીક અને માનસિક ત્રાસની ઘટનાઓ બનતી જાય છે, ત્યારે જૂનાગઢમાં પરિણીત મહિલાના મોતનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. 

મળતી માહિતી મુજબ નીરાલી બેન નામના મહિલાનું બાથરૂમમાં ઉભડક બેઠેલા અને મોઢું પાણીની ડોલમાં ડુબેલ હાલતમાં મળી આવ્યું હતું. તેમના પતિ સંજય સિંગડીયા થોડીવાર પહેલા જ ગેરેજ જવા નીકળ્યા હતા, ત્યાં પરત ફરતા આ દ્રશ્ય જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તેઓ તેમની પત્ની નિરાલીને તરત દવાખાને લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે નિરાલી બેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આ વિચિત્ર મોત અંગે મૃતદેહ જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે હાલ તો..ઉપરાંત તેમના પતિનું નિવેદન લઇ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે..મૃતક મહિલાના 12 વર્ષ પહેલાં લગ્ન થયા હતા.. તેમને સંતનમાં દીકરો દીકરી છે..પરિવારમાં આ વિચિત્ર મોત થી શોકનું મોજું ફરી વળ્યુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news