ઈજાગ્રસ્ત નિખીલ સવાણીએ હોસ્પિટલથી બારોબાર મીડિયા સંબોધન કર્યું, પોલીસ પર લગાવ્યા મોટા આરોપ
દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પણ પડેલા જોવા મળ્યાં. 7મી જાન્યુઆરીના રોજ અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી (Nikhil Savani) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આજે તેઓને એસવીપીમાંથી ડિસ્ચાર્જ કરાયા અને ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાધારી ભાજપ સરકાર અને ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP પર ગંભીર આરોપ લગાવ્યાં.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પણ પડેલા જોવા મળ્યાં. 7મી જાન્યુઆરીના રોજ અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી (Nikhil Savani) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આજે તેઓને એસવીપીમાંથી ડિસ્ચાર્જ કરાયા અને ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાધારી ભાજપ સરકાર અને ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP પર ગંભીર આરોપ લગાવ્યાં.
નિખિલ સવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓ પર આરોપ મૂકતા કહ્યું કે, પોલીસ અધિકારીઓની હાજરીમાં આ ઘટના ઘટી હતી. તેમ છતાં હજુ સુધી કાયદેસરની ફરિયાદ દાખલ કરાઈ નથી. મારા પર ટાર્ગેટ કરી હુમલો કરાયો છે. આ ષડયંત્ર પૂર્વયોજિત હતું. પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું કે, તમે મારી ફરિયાદ કેમ દાખલ કરતા નથી? ગંભીર ઈજાઓ છતાં ફરિયાદ દાખલ કરાતી નથી. જો પોલીસતંત્ર લીગલ કાર્યવાહી નહીં કરે તો અમે કોર્ટના શરણ જઈશું.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયેલ નિખીલ સવાણી પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, ઋત્વિજ પટેલ, પ્રદીપ સિંહ વાઘેલાનો દોરીસંચાર છે. ઋત્વિજ પટેલનું નામ કાઢવા મારા પર દબાણ કરાયું છે. પોલીસ કેમ ભાજપના નેતાઓને છાવરી રહી છે. એસીપી, ડીસીપી અને પીઆઈ પણ આ અધિકારીઓમાં આવે છે. મારા પર પ્રદીપ સિંહે માથાના પાછળના ભાગે છરીથી હુમલો કર્યો હતો. પોલીસની હાજરીમાં બધાને દંડા વહેંચવામાં આવ્યાં હતા. ભાજપ ગુજરાતના લોકોને દબાવીને રાજનીતિ કરવા માંગે છે.
તેમણે કહ્યું કે, પોલીસના ઇચ્ચ અધિકારીઓની હાજરીમાં બનાવ બન્યો પણ પોલીસ મુક પ્રેક્ષક બની રહી. કોના આદેશથી પોલીસ મુક હતી. હજુ મારી ફરીયાદ નથી લેવાઇ. હું હોસ્પિટલ હતો ત્યારે ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓએ કેટલાક નામ ઓછા કરવા દબાણ કરાયું હતું. પ્રદીપ સિંહ વાધેલા અને રૂત્વિજ પટેલનું નામ દુર કરવા દબાણ કર્યું. પોલીસે આર્થિક સહાયની પણ ઓફર કરી. અમદાવાદ સિવાયના પોલીસ અધિકારીઓએ પાસે પણ સંપર્ક કરાવ્યો હતો. આ આખી ઘટનામાં પ્રદિપ સિંહ વાઘેલા રૂત્વિજ પટેલ અને મનિષ દ્વારા આંખુ ષડયંત્ર ઘડાયું હતું. મારા માથાના પાછળના ભાગે પ્રદિપસિંહ વાઘેલાએ છરીથી હુમલો કર્યો હતો. મારા માથામાંથી લોહી નીકળ્યા બાદ બીજા લોકોને મારવા માટે છોડી ભાગી ગયા હતા. સરકાર સામે મારો સવાલ છે કે મારી ફરિયાદ કેમ નથી લેવાતી. ફરિયાદ લેવાથી શું તકલીફ છે. કોના કહેવાથી ભાજપાના નેતાઓને છાવરવામાં આવે છે. જો પોલીસ ફરિયાદ નહી લે તો અમે કોર્ટના શરણે જઇશું.
મીડિયા સામે તેઓએ કહ્યું કે, પ્રદિપ સિંહે ધમકી આપી તું દેખાતો નહિ, આ તો ટ્રેલર છે. પિક્ચર તો હજુ બાકી છે. જો પોલીસની હાજરીમાં મારા પર હુમલો થતો હોય તો બીજી જગ્યાએ હુમલો ન થવાની કોઇ ગેરેટી ખરી. મને આજે પણ હુમલો થવાનો ભય છે. દિલ્હીમાં એબીવીપીના ગુંડાઓ દ્વારા જે ઘટનાને આકાર આપ્યો, તેના વિરોધમાં એબીવીપીના કાર્યાલયની સામેની બાજુ વિરોધ કરવાના હતા. હુમલાની ઘટના કાર્યાલયથી ૨૦૦ મીટર દૂર બની છે. એ લોકો સામેથી આવ્યા ત્યારે આ ઘટના બની છે. મારા માંગણી ફરિયાદ લેવાની છે તમે ભલે એબીવીપીની ફરિયાદ લો પણ અમારી પણ ફરિયાદ લો. આ બધા પપેટ છે જે દિલ્હીથી કહેવાય છે તે પ્રમાણે ચાલે છે. અમારા પર દોષનો ટોપલો ઢોળવાનું કામ આ સરકાર કરશે. મારા જીવને જોખમ છે જરૂર પડે પોલીસ કમિશનરને મળી અથવા હાઇકોર્ટથી રક્ષણ મેળવીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે