ડોક્ટર News

જાત ડોક્ટર બનવુ જોખમી છે, લાંબા ગાળે શરીર બીમારીનુ ઘર બની જશે
સામાન્ય બીમારી કે દુખાવામાં લોકો જાત ડોક્ટર બની જતા હોય છે. પરંતુ તેમને નથી ખબર કે ચાર પૈસા બચાવવાનો તેમનો આ નુસ્ખો કેટલો જોખમી બની શકે છે. જાતે જ નક્કી કરીને દવા લેવી તમારા શરીરને વધુ મોટી બીમારીનું ઘર બનાવી શકે છે. સામાન્ય શરદી-ઉધરસ, તાવ, માથું દુખવું, એસિડીટી થાય તો જાતે જ દવા લઈ લેતા લોકો માટે મોટી ખબર સામે આવી છે. દેશભરમાં 7 દિવસ સુધી નેશનલ ફાર્મોકોવિજીલન્સ વિક તરીકે ઉજવાયું, જેમાં જાતે જ દવા લેતા દર્દીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. જે દર્દીઓ ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વિના જ દવા લે છે તેમના પર ચર્ચા કરવામાં આવી. ખોટી દવા લેવાય, દવાનો ડોઝ વધારે લેવાઈ જાય, ડોઝ લેવાની પદ્ધતિ ખોટી હોવાથી સર્જાઈ રહેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરાઈ. 
Sep 30,2021, 11:18 AM IST

Trending news