મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા, હેલ્મેટ વગરની બાઈક રેલી કાઢી

ગાંધી વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં એક યાત્રા દાંડીથી અમદાવાદ સાબરમતી આશ્રમ અને પોરબંદરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પહોંચશે. પોરબંદરથી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ યાત્રાની આગેવાની કરી છે. ચાર દિવસ બાદ ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચશે.

Updated By: Sep 27, 2019, 03:39 PM IST
મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા, હેલ્મેટ વગરની બાઈક રેલી કાઢી

સ્નેહલ પટેલ/વલસાડ :ગાંધી (Gandhiji) વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રા (Gandhi Sandesh Yatra) નો પ્રારંભ કરાયો છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) નો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટ (Helmet) પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોગ્રેસ (Gujarat Congress) દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં એક યાત્રા દાંડી (Dandi)થી અમદાવાદ (Ahmedabad) સાબરમતી આશ્રમ (Sabarmati Ashram) અને પોરબંદર (Porbandar) થી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પહોંચશે. પોરબંદરથી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) એ યાત્રાની આગેવાની કરી છે. ચાર દિવસ બાદ ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચશે.

વડોદરા : વિવાદ વકરતા વિપક્ષ નેતાએ મોંઘાદાટ ફોન પરત કર્યો, પણ ભાજપના નેતાઓ ક્યારે પરત કરશે?

અંગ્રેજી સલ્તનત દ્વારા મીઠાના આકરા કાયદાઓ સામે મહાત્મા ગાંધીજીએ નવસારીના ઐતિહાસિક દાંડી ખાતેથી ચપટી મીઠું ઉંચકી સવિનય કાનૂન ભંગ કર્યો હતો. જેને ધ્યાને રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજથી ગાંધી સંદેશ યાત્રા કાઢવામા આવી છે. યાત્રા પૂર્વે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે ગાંધી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ પ્રાર્થના મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં કોંગી કાર્યકરોને સવિનય ભંગ સાથે નિકળનારી ગાંધી સંદેશ યાત્રા વિશે માહિતિ આપી હતી. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં યુવક-યુવતીની અશ્લીલ હરકત, કેમેરો જોતા જ ઉભો થઈ ગયો યુવક  

https://lh3.googleusercontent.com/-obxzlpSM5-0/XY3bggno2uI/AAAAAAAAJSk/NlmrIvfWXRw2bKpPvNXExgIpOLtfdgUhACLcBGAsYHQ/s0/congress_Dandi_yatra2_zee.jpg

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ફ્લેગ ઓફ કરીને યાત્રાનો (વાહન યાત્રા) પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ અમિત ચાવડાએ હેલ્મેટ પહેર્યા વિના ગાંધી ટોપી પહેરી બાઇક ચલાવી મોદી સરકાર દ્વારા લાગુ કરવામા મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કર્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. યાત્રા 300થી વધારે કિમીનું અંતર પૂર્ણ કરી 2જી ઓકટોબરે અમદાવાદના સાબરમતી આશ્રમ પહોંચશે. 

સંદેશ યાત્રા અંગે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, જો કોઈ સરકાર સામે અવાજ ઉઠાવે તો તેની સામે સરકારી મશીનરીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ડી.કે શિવ કુમાર હોય કે પી. ચિદમ્બરમ હોય, તેમની સામે કેસ થયા છે. નોટબંધી બેંકોને મજબુત કરવા માટે થઇ હતી પણ આજે બેંક ઊઠી રહી છે. ગાંધીજીના સિપાહી અને કોંગ્રેસના સિપાહી તરીકે આપણી ફરજ છે કે તેમના વિચાર લોકોના ઘર સુધી પહોંચાડાય. આ ગુજરાત જ આવનારા દિવસોમાં દેશને નવો રસ્તો બતાવશે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :