ભૂમાફિયા

પંચમહાલ : રેતી ખનન કરનારા પર દરોડા, ટીમને જોઈને ભાગી ગયા, 80 લાખનો માલ પકડાયો

પંચમહાલ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ મોટી કાર્યવાહી કરીને કાલોલ તાલુકાની ઘૂસરની ગોમા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પકડી પાડ્યુ છે. દરોડા પાડીને ગેરકાયદેસર રેતી ખનન કરતા 16 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. વહેલી સવારે અચાનક ટીમો ત્રાટકતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. અંદાજીત 80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Aug 4, 2021, 12:31 PM IST

કરોડોની જમીન પડાવવા ભૂમાફિયાઓની ખેડૂતને ધમકી, એક આરોપીની પોલીસે કરી ધરપકડ

જમીનોનો ભાવ વધતા જ ભૂમાફિયાઓ ગરીબ અને અભણ ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવના કેસોમાં વધારો થયો છે. રામોલ વિસ્તરામાં ભુમાફિયાએ એક ખેડૂતની જમીન પાચવીને રૂપિયા 11 કરોડની છેતરપીંડી આચરી હતી

Nov 18, 2020, 06:05 PM IST

રાજકોટમાં ભૂમાફિયાઓ દ્વારા ખંડણીની વધારે એક ઘટના સામે આવી

* રાજકોટ ભુમાફિયા અને ખંડણીની વધુ એક ઘટના સામે આવી
* અગાઉ 9 જેટલા ગુનામાં સંડોવાયેલા ભુપત બાબુતરની પોલીસે કરી ધડપકડ
* 70 લાખની ખંડણીમાં પોલીસે કરી ધરપકડ

Oct 13, 2020, 10:04 PM IST

જામનગરમાં ભૂમાફિયા બેફામ, મેડિકલ માલિકે આત્મહત્યા કરતા વધારે એક માળો પિંખાયો

શહેરના મેડિકલ સ્ટોર સંચાલક હિતેશ ચંદ્રકાંતભાઈ પરમાર નામના વેપારીએ ભુમાફિયાના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. જામનગરમાં ભુમાફિયા બે લગામ બન્યા છે. જામનગરમાં નવા નાગના ગામ પાસે હિતેશ પરમારની જમીન આવેલી છે, તેની બાજુમાં જ બે ભુમાફિયાઓની જમીન હોવાથી અવારનવાર ધાકધમકી આપી જમીન આપી દેવા દબાણ કરતા હોવાનું નિવેદન તેમની પત્નીએ આપ્યું છે.

Oct 10, 2020, 11:46 PM IST

રાજસ્થાન: માથાભારે લોકોએ પૂજારીને પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂક્યા, સારવાર દરમિયાન મૃત્યુ

રાજસ્થાન (Rajasthan) ના કરૌલીમાં એક મંદિરના પૂજારી પર પેટ્રોલ છાંટીને જીવતા બાળી મૂકવાનો હિચકારો મામલો સામે આવ્યો છે. કહેવાય છે કે કરૌલીના સપોતરા વિસ્તારના બૂકના ગામમાં મંદિરની જમીનના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી  લીધુ અને ગંભીર રીતે દાઝી ગયેલા પૂજારીનું જયપુરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ અગાઉ પૂજારીના નિવેદન બાદ ગુરુવારે સપોતરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી હતી. 

Oct 9, 2020, 02:38 PM IST

બિટકોઈન કૌભાંડથી ચર્ચામા આવેલી નિશા ગોંડલિયા પર થયું ફાયરિંગ

બિટકોઇન (Bitcoin) પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયા (Nisha Gondaliya) ની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું છે. ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે બનેલી ઘટનામાં નિશા ગોંડલીયાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે આ ફાયરિંગ ભૂ-માફિયા જયેશ પટેલ (Jayesh Patel) ના ઇશારે થયું હોવાનો નિશા ગોંડલિયાએ આક્ષેપ કર્યો છે. ગંભીર હાલતમાં નિશા ગોંડલિયાને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. નિશાના કહેવા મુજબ, ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. 

Nov 29, 2019, 02:53 PM IST
Jamnagar Firing Jayesh Patel PT6M46S

કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ આતંક, જાહેરમાં કાર પર થયું ફાયરિંગ

કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જામનગરની કોલેજમાં પ્રોફેસરની નોકરી કરતા અને જમીન મકાનની દલાલીના વ્યવસાય સાથે જોડાયેલા પ્રોફેસરને છેલ્લા 15 દિવસથી કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા વારંવાર વોટ્સએપથી ધમકીઓ આપ્યા બાદ ગત મોડી રાત્રીના બાઇક પર આવેલા છ શખ્સો દ્વારા તેના ઘર પર પહોંચી કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Nov 14, 2019, 04:35 PM IST

જામનગર : ચકચારી બીટકોઈન કેસથી ચર્ચામાં આવેલ નિશા ગોંડલિયા પર મોડી રાત્રે હુમલો

ગુજરાતમાં ચકચારી બીટકોઇન (Bitcoin) મામલે જામનગર (Jamnagar)માં ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયા (Nisha Gondaliya)એ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ (Jayesh Patel) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ ગત રાત્રિએ જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં નિશા ગોંડલીયા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જઈ રહી હતી એ સમયે હેલ્મેટ (Helmet) પહેરેલા એક અજાણ્યા બાઈક ચાલકે નિશા ગોંડલિયાને રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. આ ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જે સ્થળે સમગ્ર ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.

Sep 21, 2019, 08:23 AM IST

આઝમ ખાન 'ભૂમાફિયા' જાહેર, જૌહર યુનિવર્સિટી માટે જમીન પચાવી પાડવાનો આરોપ

ઉત્તર પ્રદેશના રામપુરના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. પ્રશાસને આઝમ ખાનને ભૂમાફિયા જાહેરા કર્યા છે.

Jul 19, 2019, 09:21 AM IST
Rajkot Bhumafiya Tochear PT3M8S

જુઓ રાજકોટમાં ભૂમાફિયાઓના ત્રાસ સામે શું પગલાં લેવાયા

રાજકોટમાં ભૂમાફિયાઓના ત્રાસને પગલે ક્રાઇમબ્રાંચની ત્રણ ટીમે રાધેક્રિષ્ના સોસાયટીમાં દરોડા પાડ્યા, શહેર યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન પડાવવા માટે ભૂમાફિયાઓ છેલ્લા એક મહિનાથી ત્રાસ આપતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો અને પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરી હતી

Jun 6, 2019, 06:25 PM IST
Rajkot SOG BhuMafiya 3 Arrested PT1M13S

રાજકોટ ભૂમાફિયાઓ સામે પોલીસની લાલઆંખ, જુઓ શું પગલા લીધા

રાજકોટમાં ભૂ માફિયાઓ સામે ફરી એક વાર પોલીસે લાલ આંખ કરી છે, રાજકોટના ખેડૂતની કરોડોની જમીનના બોગસ સાટાખત બનાવી ખેડૂત પાસેથી 2 કરોડ રૂપિયાની માગણી કરનારા 3 શખ્સોની SOG પોલીસે ધરપકડ કરી છે

May 7, 2019, 08:10 PM IST