કરોડોની જમીન પડાવવા ભૂમાફિયાઓની ખેડૂતને ધમકી, એક આરોપીની પોલીસે કરી ધરપકડ
જમીનોનો ભાવ વધતા જ ભૂમાફિયાઓ ગરીબ અને અભણ ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવના કેસોમાં વધારો થયો છે. રામોલ વિસ્તરામાં ભુમાફિયાએ એક ખેડૂતની જમીન પાચવીને રૂપિયા 11 કરોડની છેતરપીંડી આચરી હતી
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ: જમીનોનો ભાવ વધતા જ ભૂમાફિયાઓ ગરીબ અને અભણ ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવના કેસોમાં વધારો થયો છે. રામોલ વિસ્તરામાં ભુમાફિયાએ એક ખેડૂતની જમીન પાચવીને રૂપિયા 11 કરોડની છેતરપીંડી આચરી હતી. હાલ પોલીસે 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધી એક આરોપીની કરી ધરપકડ છે.
બાપુનગરના બિલ્ડર અને ભુમાફિયાઓએ કરોડોની જમીન પચાવી લેતા રામોલ પોલીસે ગુનો નોંધ્યો હતો. ભુમાફિયાઓ ખેડૂત મંગાજી વાલજી પાસેથી કબૂલાતનામાં પર સહી કરાવવા ખેડૂતને કારમાં ત્રણ કરોડ રૂપિયા દેખાડીને સહી કરાવી પૈસા આપ્યા વગર જ ફરાર થઇ ગયા હતા. એટલું જ નહીં કારનો પીછો પોલીસ કરે છે તેમ કહીને આ તમામ માથાભારે આરોપીઓ ભાગી ગયા હતા.
જો ઘટનાની વાત કરીએ અમદાવાદ જિલ્લના દસ્ક્રોઈના વડોદ ગામે મંગાજી ઠાકોરની વડીલ ઉપાર્જિત જમીન હતી. આ જમીન ભૂતકાળમાં તેના પિતાએ એક વિરામ દેસાઈ નામના શખ્સને વેચી હતી. પૈસા પુરા નહીં આપતા મંગાજી અને વિરમ દેસાઈ વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો. આ કેસમાં સમાધાન કરવા માટે મધ્યસ્થી તરીકે પ્રફુલ વ્યાસ, ભરતસિંહ ચૌહાણ,અને વિનોદ નામનો શખ્સ આવ્યા હતા. મામલતદાર કચેરીમાં વિનોદ રાવણ નામના શખ્સે કબૂલાતનામાં પર સહી કરાવીને કારમાં પૈસા બતાવ્યા હતા.
(ફરાર આરોપી:- ભરતસિંહ ચૌહાણ)
27 વિધા જમીનની કિંમત 27 કરોડ રૂપિયા થાય જેમાં 11.11 કરોડમાં જમીન વેચાણ નક્કી કરવામાં આવ્યું હતું. તેમાંથી 1 કરોડ રૂપિયા ટુકડે ટુકડે મંગાજીને આપવામાં આવ્યા અને ત્યાર બાદ પૈસાની ચૂકવીને છેતરપીંડી કરતા ખેડૂત રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી શખ્સોએ અભણ ખેડૂતને ખોટા દસ્તાવેજો પર સહીઓ કરાવીને જમીન પચાવી દીધાનો આરોપ છે. ખેડૂત એ જમીન અંગે વિરોધ કરતા તેને રિવોલ્વર બતાવીને ધમકી પણ આપી હતી. આ જમીન પચાવવાનો મુખ્ય સૂત્રધાર એવા ભરતસિંહ ચૌહાણ અગાઉ હત્યાના ગુનામાં જેલમાં હતા અને તેના પર હજુ પણ ઘણા ગુનાઓ નોંધાયેલા છે.
ખેડૂતને ધાકધમકી આપીને પૈસા ના આપવા પડે માટે બધાજ રૂપિયા ચાઉં કરી ગયા હતા. રામોલ પોલીસે આ મામલે ધાકધમકી અને છેતરપીંડી થઇ હોવાના પુરાવા લઈને ખેડૂતની ફરિયાદ નોંધી છે. પોલીસે 9 આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપી વિરમ દેસાઈની ધરપકડ કરી હતી. જમીન કૌભાંડમાં 8 આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે ખેડૂતના નિવેદન અને જમીનના દસ્તાવેજો મેળવીને આરોપીઓની ધરપકડને લઈને ત્રણ ટીમો બનાવી તપાસ કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે