અકસ્માત બાદ એક હાથથી સ્વિમિંગમાં કમાયું નામ, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી...

જ્યારે કોઈ વ્યક્તિ નું શરીરનું એક અંગ દૂર થઈ જતું હોય છે ત્યારે તે નાસીપાસ થઈ જતો હોય છે અને તેની દુનિયા પૂરી થઈ ગઈ હોય તેવું તે માની લેતો હોય છે. પરંતુ દુનિયામાં ખૂબ જ ઓછા એવા લોકો છે જેઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર માનતા નથી અને જીવનમાં કંઈક કરી બતાવવાના લક્ષ્ય સાથે આંકરી મહેનત પણ કરતા હોય છે. 

અકસ્માત બાદ એક હાથથી સ્વિમિંગમાં કમાયું નામ, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી...

ચેતન પટેલ, સુરતઃ કહેવાય છે કે, આળસુઓના પીરને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.. આ કહેવત ને ચરિતાર્થ કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જા અકસ્માતમાં પોતાના હાથ ગુમાવી યુવાન નાસીપાસ થઈ ગયો હતો. જોકે તેને મક્કમ મનોબળ રાખીને સ્વિમિંગ ની દુનિયામાં પોતાનું નામ મોખરાનું કર્યું છે. માત્ર એક જ હાથથી સ્વિમિંગ ની શરૂઆત કરી અને ત્યારબાદ સ્ટેટ અને નેશનલ લેવા પર આત્રે 35 થી વધુ મેડલો પ્રાપ્ત કર્યા છે. એક હાથ હોવા છતાં હાલ તે કોમનવેલ્થની તૈયારીઓ કરી રહ્યો છે

જ્યારે કોઈ વ્યક્તિ નું શરીરનું એક અંગ દૂર થઈ જતું હોય છે ત્યારે તે નાસીપાસ થઈ જતો હોય છે અને તેની દુનિયા પૂરી થઈ ગઈ હોય તેવું તે માની લેતો હોય છે. પરંતુ દુનિયામાં ખૂબ જ ઓછા એવા લોકો છે જેઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર માનતા નથી અને જીવનમાં કંઈક કરી બતાવવાના લક્ષ્ય સાથે આંકરી મહેનત પણ કરતા હોય છે. આવી જ એક ઘટના સુરતના જેનિસ સારંગની છે જે હાલ તો યુવાઓ માટે તથા જીવનમાં નાસીપાસ થઈને બેઠેલા લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ છે. થોડા સમય વર્ષો પહેલા જેનીશ નો હાથ અકસ્માતે લિફ્ટમાં આવી ગયો હતો. આ અકસ્માતમાં જેનીશ નો એક હાથ કાપવો પડે તેવી નોબત આવી હતી. 

તબીબો દ્વારા જેનીસનો એક હાથ કાપી નાખવામાં આવ્યો હતો એ ખાત કપાઈ ગયા બાદ જેનીશ નાસીપાસ થઈ બેસી ગયો હતો અને પોતાની જિંદગી પૂરી થઈ ગઈ હોય તેમ માની લીધું હતું. જેનિસ સતત ડિપ્રેશનમાં જતો રહ્યો હતો અને બે વર્ષ સુધી તો તે પોતાના ઘરમાં જ બંધ રહ્યો હતો . એક વખત તો એવી નોબત આવી હતી કે ડિપ્રેશનમાં સળી પડવાના કારણે જેનીસને મનો ચિકિત્સક પાસે પણ લઈ જવાની નોબત આવી હતી .પરંતુ વર્ષ 2013 માં કૃતિકા નામની કોચ તેની પાસે આવી હતી અને તેને youtube ઉપર અલગ અલગ સ્વિમિંગ ના વિડીયો તેને બતાવ્યા હતા અને તે પણ પોતે જીવનમાં કંઈક કરી શકે તેઓ જુસ્સો તેને અપાવ્યો હતો.

ત્યાર બાદ  એક હાથે પણ જીવનમાં કંઈક કરી બતાવવાની ઘેલના તેનામાં જોવા મળી હતી સતત મનોબળ વચ્ચે તેને એક હાથે સ્વિમિંગ કરવાની શરૂઆત કરી હતી. સતત ત્રણ મહિના સુધી તેને સ્વીમીંગ ની પ્રેક્ટિસ કરી હતી અને મેડલ મેળવ્યું હતું જેનીશ સારંગ માટે તેના બીજા હાથ પાવર પેક છે અને આ પાવર પેક હાથની મદદથી તેણે નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેનીસે એક નહીં બે નહીં પરંતુ 35 જેટલા ગોલ્ડમેડલ સ્વિમિંગ માં મેળવ્યા છે. જેનિસે જિંદગીથી હાર માનવાના બદલે મહેનત કરવાનું શરૂ રાખ્યું હતું અને આ મહેનતના ફળ સ્વરૂપે તેને નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બે બ્રોન્સ મેડલ મેળવ્યા છે. 

35 પૈકી 3 ગોલ્ડ, 5 સિલ્વર તેમજ 7 બ્રોન્સ મેડલ છે. પેરા સ્વિમર તરીકે હવે તે દેશ માટે ઇન્ટરનેશનલ લેવલ પર  ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માંગે છે અને તે માટેની તૈયારીઓ પણ તે કરી રહ્યો છે. ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જેનિશે જણાવ્યું હતું કે જ્યારે તે સેવિંગ શીખવા માટે ગયો ત્યારે તેના હાથ અને પગ પણ ધ્રૂજતા હતા પરંતુ જ્યારે તે નેશનલ માં રમવા ગયો ત્યારે અન્ય ડિસેબલ ખેલાડીઓને જોતા તેને વધુ પ્રેરણા મળી હતી હવે જેનીશ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે સતત મહેનત કરી રહ્યો છે કોમનવેલ્થ ગેમ માટે પોતે ગોલ્ડ મેડલ જીતશે તેવી પણ તેને આશા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news