ISROના જબરદસ્ત પ્રયત્ન પર સમગ્ર દેશને ગર્વ છે: ડો. સુભાષ ચંદ્રા

ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રયાન-2 મિશન અંતર્ગત વિક્રમ લેન્ડરને પહોંચાડીને ઈતિહાસ રચી દીધો છે. જો કે લેન્ડિંગ પહેલા જ તેનો સંપર્ક વૈજ્ઞાનિકો સાથે તૂટી ગયો છે. જેના પર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ સંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે સમગ્ર દેશને ઈસરો પર ગર્વ છે. 

ISROના જબરદસ્ત પ્રયત્ન પર સમગ્ર દેશને ગર્વ છે: ડો. સુભાષ ચંદ્રા

નવી દિલ્હી: ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રયાન-2 મિશન અંતર્ગત વિક્રમ લેન્ડરને પહોંચાડીને ઈતિહાસ રચી દીધો છે. જો કે લેન્ડિંગ પહેલા જ તેનો સંપર્ક વૈજ્ઞાનિકો સાથે તૂટી ગયો છે. જેના પર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ સંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે સમગ્ર દેશને ઈસરો પર ગર્વ છે. 

— Subhash Chandra (@subhashchandra) September 6, 2019

તેમણે ટ્વીટ કરીને ઈસરોનો જુસ્સો વધારતા કહ્યું કે પ્રિય ઈસરો ટીમ, રાષ્ટ્રને તમારા દ્વારા કરાયેલા જબરદસ્ત પ્રયત્ન પર ગર્વ છે. દરેક ભારતીય તમારી ભાવનાઓને મહેસૂસ કરે છે. અભૂતપૂર્વ કાર્ય કરતા રહો. સમગ્ર દેશને ઈસરો પર ગર્વ છે. જય હિન્દ.

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના પ્રમુખ કે સિવને પણ કહ્યું કે અમને અમારા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેમણે મિશન અંગે જાણકારી આપતા કહ્યું કે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું લેન્ડિંગ યોજના મુજબ ચાલી રહ્યું હતું. ચંદ્રની સપાટીથી 2.1 કિમી ઉપર સુધી મિશન અને વિક્રમ લેન્ડરનું પરફોર્મન્સ સામાન્ય હતું. ત્યારબાદ વિક્રમ લેન્ડરનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. અમારા વૈજ્ઞાનિક ડેટાનું વિશ્લેશણ કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news