VIDEO: ISRO હેડક્વાર્ટરમાં બાળકોએ PM મોદીને પૂછ્યો એવો સવાલ, સાંભળીને તેઓ ખડખડાટ હસી પડ્યાં

ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરની ચંદ્રની સપાટી પર ઉતરવાની સમગ્ર પ્રક્રિયા જોવા માટે ઈસરો હેડક્વાર્ટર  પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ ત્યારબાદ અહીં આવેલા બાળકો સાથે પણ સંવાદ કર્યો.

VIDEO: ISRO હેડક્વાર્ટરમાં બાળકોએ PM મોદીને પૂછ્યો એવો સવાલ, સાંભળીને તેઓ ખડખડાટ હસી પડ્યાં

નવી દિલ્હી/બેંગ્લુરુ: ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરની ચંદ્રની સપાટી પર ઉતરવાની સમગ્ર પ્રક્રિયા જોવા માટે ઈસરો હેડક્વાર્ટર  પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ ત્યારબાદ અહીં આવેલા બાળકો સાથે પણ સંવાદ કર્યો. તેઓ તેમની વચ્ચે ગયા અને બધા સાથે વાતચીત કરી. તેમના સવાલોના જવાબ પણ આપ્યાં. આ દરમિયાન એક વિદ્યાર્થીએ તેમને એવો સવાલ પૂછ્યો કે જેને સાંભળીને પીએમ નરેન્દ્ર મોદી પણ જોરથી હસી પડ્યાં અને બાળકોની પીઠ થાબડી.

— ANI (@ANI) September 6, 2019

વાત જાણે એમ છે કે સમગ્ર ઈવેન્ટને જોવા માટે પીએમ મોદી સાથે જ 70 વિદ્યાર્થીઓ પણ ઈસરો હેડક્વાર્ટર પહોંચ્યા હતાં. જો કે વિક્રમ લેન્ડર ચંદ્રમાની સપાટીથી માત્ર 2.1 કિમી પહેલા જ ઈસરો સાથે સંપર્ક ગુમાવી બેઠું. જેના કારણે વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓનું મનોબળ પીએમ મોદીએ પોતે વધાર્યું અને તેમનો જુસ્સો વધાર્યો. ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ પીએમ મોદી આ  બાળકોને મળવા માટે પહોંચ્યાં. આ બધા બાળકો ઈસરોની સ્પેસ ક્વીઝ કોમ્પિટિશન જીતીને અહીં પહોંચ્યા હતાં. 

જુઓ LIVE TV

આ દરમિયાન એક બાળકે પીએમ મોદીને પૂછ્યું કે મારો ઉદ્દેશ્ય ભારતના રાષ્ટ્રપતિ બનવાનો છે. તેને પૂરો કરવા માટે મારે કયા સ્ટેપ ફોલો કરવા જોઈએ? આ સાંભળીને વડાપ્રધાન હસી પડ્યાં અને બાળકની પીઠ થાબડતા કહ્યું કે રાષ્ટ્રપતિ જ કેમ, વડાપ્રધાન કેમ નહીં? પીએમ મોદીનું આ વાક્ય સાંભળીને ત્યાં હાજર બધા લોકો  હસી પડ્યા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news