દિકરીઓને ડોક્ટર બનાવવા દાદાની દરિયાદિલી! યોજના બદલી નાંખશે ગુજરાતની લાખો કન્યાઓનું ભાવિ

Government Scheme: ગુજરાતની દિકરીઓને ડોક્ટર બનાવવા પાયાનો પથ્થર બનશે ગુજરાત સરકારની આ યોજના!  વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન તથા વિદ્યાર્થિનીઓનો અભ્યાસ પૂર્ણ થાય તે યોજનાનો મુખ્ય હેતુ છે. જાણો શિક્ષણ વિભાગની નમો લક્ષ્મી-નમો સરસ્વતી યોજનાનો પ્રારંભ, કોને-કોને મળશે લાભ...

દિકરીઓને ડોક્ટર બનાવવા દાદાની દરિયાદિલી! યોજના બદલી નાંખશે ગુજરાતની લાખો કન્યાઓનું ભાવિ

Government Scheme: ડોક્ટર બનવા માટે સૌથી પહેલાં તમારે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવો પડે છે. પણ ધોરણ 10 સુધી ભણે અને સારા ગુણ સાથે પાસ થાય તો પણ લાખો કન્યાઓને આર્થિક સંકળામણને કારણે આગળ ભણવા નથી મળતું. ત્યારે આ પરિસ્થિતિને બદલવા માટે અને દિકરીઓને જો તમારે ડોક્ટર બનાવવી હશે તો તેમને 10માં પછી વિજ્ઞાન પ્રવાહમાં આગળ ભણવવી પડશે તે ઉદેશ્ય સાથે દાદાની સરકાર લાવી રહી છે મહત્ત્વની બે યોજનાઓ. દાદાના હુલામણા નામે જાણીતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખરાં અર્થમાં આ યોજના થકી લાખો દિકરીઓ માટે દાદા એટલેકે વડીલની ભૂમિકા ભજવીને ઉચ્ચ અભ્યાસનો આર્શિવાદ બની રહેશે. 

ગુજરાત સરકાર દ્વારા બજેટમાં શિક્ષણ વિભાગ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ બે મહત્ત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળે તેમજ વિદ્યાર્થિનીઓ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આ યોજના શરૂ કરાઇ હતી. રાજ્યના મુખ્યમંત્રી આ બંને યોજનાનો ઘાટલોડિયામાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલ ખાતે શનિવારે સવારે 9 વાગ્યે યોજનાનો શુભાંરભ કરાવશે.આ પ્રસંગે શિક્ષણમંત્રી ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકારના બજેટમાં આ વખતે વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહનાં શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને તેમાં પણ કન્યાઓ ધોરણ-12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” અને “નમો સરસ્વતી" યોજનાઓનો સમાવેશ કરાયો હતો.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ બે યોજનાઓથી લાખો કન્યાઓનું ભાવિ ઉજવળ બનશેઃ

જાણો શું છે નમો લક્ષ્મી યોજનાઃ
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ-4થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરાઇ છે. જેમાં ધોરણ-9થી 12નો અભ્યાસ પૂર્ણ કરેથી દરેક કન્યાને કુલ રૂ.50,000ની સહાય મળશે. ધોરણ- 9 અને 10 માટે વાર્ષિક રૂ.10,000 જેમાં હાજરીના આધારે માસિક રૂ.500 અને બાકી 50 ટકા ધોરણ-10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ ખાતામાં જમા કરાશે.જ્યારે ધોરણ 11-12 માટે વાર્ષિક રૂ. 5,000 જેમાં હાજરીના આધારે માસિક રૂ.750 અને 50% ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ ખાતામાં જમા કરાશે. આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ-9થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને મળશે. આ યોજના અંતર્ગત સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ-9માં પ્રવેશ લેનારી તમામ કન્યાઓને આવરી લેવાશે. તે ઉપરાંત વાર્ષિક રૂ. 6 લાખની કૌટુંબિક આવક મર્યાદાના આધારે ખાનગી શાળાઓમાં ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ-૧માં પ્રવેશ લેનાર કન્યાઓને પણ આ યોજનાનો લાભ અપાશે. નમો સરસ્વતી મેરીટ સ્કોલરશીપ અંતર્ગત લાભ લેનાર વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે.

જાણો શું છે નમો સરસ્વતી યોજનાઃ
ધોરણ- 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્તવી વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના શરૂ કરવાની જોગવાઇ પણ બજેટમાં કરાઇ છે. જેમાં વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ-10ની બોર્ડ પરીક્ષા 50 ટકાથી વધુ ગુણ સાથે પાસ કરનારા વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ. 25 હજારની સ્કોલરશીપ મળશે. જેમાં ધોરણ-11 માટે વાર્ષિક રૂ. 10 હજાર તેમજ ધોરણ-12 માટે વાર્ષિક રૂ. 15 હજાર અપાશે, જેમાં 50 ટકા રકમ વર્ષની શરૂઆતમાં પ્રવેશ લેવા પર અને બાકીની 50 ટકા રકમ બીજા સત્રમાં પ્રથમ સત્રની હાજરીને આધારે ખાતામાં જમા કરાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news