હવે પીએમ નરેન્દ્ર મોદી બોલ્યા- સીએએ અને આર્ટિકલ 370ના નિર્ણય પર અમે અડગ

વારાણસી પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકાર સીએએ અને કલમ 370ના મુદ્દા પર પીછે હટ કરશે નહીં. તેમણે કહ્યું કે, તમામ દબાવો છતાં તેમની સરકારે આવા નિર્ણય કર્યાં, હવે પાછળ હટશું નહીં. 
 

હવે પીએમ નરેન્દ્ર મોદી બોલ્યા- સીએએ અને આર્ટિકલ 370ના નિર્ણય પર અમે અડગ

વારાણસીઃ નાગરિકતા સંશોધિત કાયદા (સીએએ) પર રાજકીય બબાલ અને શાહીન બાગ સહિત દેશના અલગ-અલગ ભાગમાં વિરોધ પ્રદર્શન વચ્ચે પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે, તે આ નિર્ણય પર અડગ રહેશે. બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પોતાના સંસદીય ક્ષેત્ર વાપાણસીના બીજા પ્રવાસ પર 1200 કરોડ રૂપિયાની ભેટ આપ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, આ નિર્ણય (સીએએ, આર્ટિકલ 370) જરૂરી હતા, તેમ છતાં તમામ દબાવો વચ્ચે અમે આ નિર્ણયો લીધા. હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે આગળ પણ આ નિર્ણય પર અડગ રહીશું. 

સીએએનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું, 'મહાકાલના આશીર્વાદથી અમે તે નિર્ણય લેવામાં સક્ષમ થયા, જે લાંબા સમયથી રોકાયેલા હતા. આર્ટિકલ 370 હોય કે સીએએ હોય, અમે તમામ દબાવો છતાં નિર્ણય લીધો. હું તમને વિશ્વાસ અપાવું છું કે મહાકાલના આશીર્વાદથી લેવાયેલા આ નિર્ણયો પર અમે અડગ રહીશું.' મહત્વનું છે કે તમામ વિરોધ પ્રદર્શન છતાં ગૃહપ્રધાન અમિત શાહ પણ વારંવાર કહી ચુક્યા છે કે સરકાર સીએએના મુદ્દા પર પાછળ હટશે નહીં. સીએએ અને એનઆરસીના વિરોધમાં દિલ્હીના શાહીન બાગની જેમ દેશના ઘણા ભાગમાં પ્રદર્શન ચાલી રહ્યાં છે. 

— ANI UP (@ANINewsUP) February 16, 2020

રામ મંદિર પર પણ બોલ્યા નરેન્દ્ર મોદી
રામ મંદિરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, 'રામ મંદિરનો વિષય દાયકાથી કોર્ટમાં અટવાયેલો હતો. હવે મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે. સરકારે ટ્રષ્ટની રચનાની જાહેરાત કરી, જે મંદિરનું નિર્માણ કાર્ય જોશે. અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલા વધુ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 67 એકર અધિગ્રહિત જમીન પણ ટ્રસ્ટને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જલદી અયોધ્યમાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર તૈયાર થશે.'

મહાકાલ એક્સપ્રેસને નરેન્દ્ર મોદીએ દેખાડી લીલી ઝંડી
બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ બીજીવખત વારાણસી પહોંચેલા નરેન્દ્ર મોદીએ શૈવ સમુદાય સાથે જોડાયેલા જંગમવાડી મઠ પહોંચ્યા. ત્યારબાદ તેમણે ચંદૌલીના પડાવમાં પંડિત દીન દયાલ ઉપાધ્યાયની 63 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પીએમ મોદીએ વારાણસીમાં લગભગ 1200 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે કાશીથી મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને જોડનારી કાશી-મહાકાલ એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપી હતી. 

— ANI UP (@ANINewsUP) February 16, 2020

25 હજાર કરોડની યોજનાઓ પર કામ જારી
પીએમ નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું, શિક્ષા, સ્વાસ્થ્ય, પર્યટન, સંસ્કૃતિ સાથે જોડાયેલા કેટલાક કાર્યો માટે હું વારાણસી અને પૂર્વાંચલના લોકોને શુભેચ્છા આપુ છું. છેલ્લા કેટલાક વર્ષોમાં વારાણસીમાં લગભગ 25 હજાર કરોડની યોજનાઓ પૂરી થઈ ગઈ છે કે કામ જારી છે. આ બધુ મહાદેવની ઈચ્છા છે, બાબા ભોલેના જ આશીર્વાદ છે. બાબાએ અમને તેની જવાબદારી આપી છે. ચૌકાઘાટા-લહરતાતા ફ્લાઇઓવર બની જવાથી જામની સમસ્યાનો અંત આવી જશે. 16 રસ્તાઓ બનાવવામાં આવ્યા, તેનું પણ લોકાર્પણ થયું છે. કનેક્ટિવિટીના આ કામ તમને આરામની સાથે-સાથે રોજગારીને પણ જન્મ આપશે. પ્રવાસીઓને પણ પ્રોત્સાહન મળશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news