Relationship Tips: રોજ રોજ પતિ રાત પડે અને આ કામ કરતો હોય તો દરેક પત્ની થઈ જાય સાવધાન

પરંતુ જો તમારા પતિ રોજ રોજ રાત પડે અને ઈન્ટરનેટ પર આ એક વસ્તુ શોધતા હોય,સ્ક્રોલ કરતા રહેતા હોય તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. પહેલીવાત તો એ સ્પષ્ટ  કરવી જરૂરી છે કે અહીં કોઈ એડલ્ટ સર્ચની વાત થતી નથી. પરંતુ આ એક એવી ચીજ છે જેને સામાન્ય રીતે ગંભીરતાથી લેવાતું નથી.

Relationship Tips: રોજ રોજ પતિ રાત પડે અને આ કામ કરતો હોય તો દરેક પત્ની થઈ જાય સાવધાન

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ...જ્યારથી આ બે ચીજો જીવનમાં આવી છે ત્યારથી સંબંધોની વ્યાખ્યા અને સ્થિતિ જાણે બદલાઈ ગઈ છે. એવું પણ જોવા મળે છે કે આ ચીજોના કારણે સંબંધોમાં ગેપ એટલે કે અંતર પણ વધે છે. જો કે આ એક એવી સમસ્યા છે કે જેને વાતચીતથી પણ દૂર કરી શકાય છે અને પહેલા જેવું બોન્ડિંગ પાછું મેળવી પણ શકાય છે. પરંતુ જો તમારા પતિ રોજ રોજ રાત પડે અને ઈન્ટરનેટ પર આ એક વસ્તુ શોધતા હોય,સ્ક્રોલ કરતા રહેતા હોય તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. 

તમને કદાચ એમ થતું હશે આવું કેમ? તો તમને જણાવી દઈએ કે આ બાબતે અધીર્યા થવાની જરૂર નથી પરંતુ હા તમારે તેના તરફ ધ્યાન ચોક્કસ આપવું જોઈએ અને પતિ સાથે આ બાબતે ચર્ચા પણ કરવી જોઈએ. નહીં તો સ્થિતિ બગડી શકે. આ આ બાબતે અમે તમને થોડી વિગતવાર માહિતી આપીશું. 

કઈ સર્ચની વાત
પહેલીવાત તો એ સ્પષ્ટ  કરવી જરૂરી છે કે અહીં કોઈ એડલ્ટ સર્ચની વાત થતી નથી. પરંતુ આ એક એવી ચીજ છે જેને સામાન્ય રીતે ગંભીરતાથી લેવાતું નથી. અમે જે સર્ચ વિશે વાત કરી રહ્યા છે તે ઓનલાઈન અવેલેબલ ફીમેલ  પ્રોફાઈલ્સ અને તેમના પિક્સ સંલગ્ન છે. જો તમારા પતિ રાતે તમારી સાથે વાત કરવા કે પછી ટાઈમ સ્પેન્ડ કરવાની જગ્યાએ બીજી મહિલાઓની તસવીરો સ્ક્રોલ કરતા હોય અને લાઈક કરવામાં સમય વિતાવતા હોય તો આ ચિંતાનો વિષય બની શકે છે. 

અહીં આ ચીજ સમજવી જરૂરી
વાત જ્યારે આ પ્રકારના ફોટા સર્ચ કરવાની હોય તો એ સમજવું જરૂરી છે કે જો પતિ કોઈ ફીમેલ સેલેબ્સના પિક્ચર્સ સર્ચ કરે, જુએ અને લાઈક કરે તો આ એક ફેન તરીકે સામાન્ય વાત હોઈ શકે છે. પરંતુ સમસ્યા એ સ્થિતિમાં ઊભી થાય જ્યારે તે કોઈ સામાન્ય મહિલાની તસવીરોને લઈને પણ આવું જ વર્તન કરે. એટલે કે તેમની તસવીરોને સ્ક્રોલ કરે, લાઈક કરે અને તેમના પર કોમેન્ટ કરતા રહે. 

આપત્તિ વ્યક્ત કરો
આ પ્રકારની સ્થિતિ જ્યારે તમારી સામે આવે તો સતત ચૂપ્પી સાધવાની જગ્યાએ તમારે તમારા પતિની સાથે ખુલીને વાત કરવી જોઈએ અને વિરોધ પણ નોંધાવો જોઈએ. આ વાતો વ્યક્ત કરવાથી શું રિએક્શન આવશે એ વિચારવું ન જોઈએ. જો તમે વાત નહીં કરો તો તમારા મનમાં શક ઊંડા મૂળ નાખતો જશે અને ઓનલાઈન સર્ચ જ નહીં પરંતુ નાનકડા કોલ અને મેસેજથી પણ તમને 'કઈક તો ગડબડ' છે એવો ભાવ મહેસૂસ થવા લાગશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news