asiatic lions

બીમાર સિંહે પાંજરામાં વન કર્મચારી પર કર્યો હુમલો, જાફરાબાદની ઘટના

સિંહ ક્યારેય માણસનો શિકાર કરતો નથી તેવુ માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહોના હુમલા (lion attack) ના કિસ્સા વધી રહ્યાં છે. જાફરાબાદના બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં એક બીમાર સિંહે વન કર્મી પર હુમલો કર્યાની ઘટના બની છે. ઈજાગ્રસ્ત વન કર્મીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 

Nov 13, 2021, 03:34 PM IST

6 સિંહના બદલામાં ગુજરાતને મળ્યો ‘ઈલેક્શન’ ગેંડો, જૂનાગઢનું બિહાર સાથે એનિમિલ એક્સચેન્જ

ગુજરાત પાસે સિંહો (Asiatic lions) નો ખજાનો છે. ત્યારે ગુજરાત મોટાપાયે એનિમલ એક્સચેન્જ કરે છે. ત્યારે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ગુજરાતમાં 6 સિંહોના બદલામાં બિહારથી એક ગેંડો આવ્યો છે. બિહારના ઝૂ સાથે એક્સચેન્જ પ્રોગ્રામમાં 6 ગુજરાતથી 6 સિંહ મોકલવામાં આવ્યા છે, તેની સાથે એક ગેંડો લાવવામાં આવ્યો છે. બિહારથી લાવવામા આવેલ આ ગેંડાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મૂકવામાં આવશે. 

Sep 23, 2021, 12:33 PM IST

#WorldLionDay : આ છે ગીર જંગલનો સૌથી હેન્ડસમ સિંહ, પ્રવાસીઓ પણ એક ઝલક જોવા માટે હોય છે તલપાપડ

  • ગીર જંગલમાં એક સિંહ એવો છે જેને જોવા માટે સૌથી વધુ ડિમાન્ડ હોય છે. આ સિંહની એક ઝલક મળી જાય તો મુસાફરો સુખદ અનુભવ માને છે
  • તેના સુંદર આકર્ષણ પાછળ પણ કેટલાક કારણો છે. તેની કેશવાળીને કારણે તે સૌથી હેન્ડસમ સિંહ ગણાય છે

Aug 10, 2021, 11:29 AM IST

જુનાગઢનું સક્કરબાગ ઝૂ સિંહનું સંવર્ધન કેન્દ્ર બન્યું, ચાલુ વર્ષે 14 સિંહ બાળનો જન્મ થયો

જુનાગઢનું સક્કરબાગ ઝૂ વિશ્વમાં એકમાત્ર સિંહોના સંવર્ધનનું કેન્દ્ર છે. જ્યાં ગત વર્ષે 24 સિંહ બાળનો જન્મ થયો અને ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં 14 સિંહ બાળનો જન્મ થયો છે. 

Jul 14, 2021, 06:30 PM IST

મહીસાગરમાં ફરી એકવાર વાઘ દેખાયો, 3 હિંસક પ્રાણીઓ ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય

ગત મે મહિનામાં સંતરામપુર તાલુકામાં ઉબેર ટેકરા પાસે ફરી વાઘ દેખાયો હોવાનો ગામ લોકોએ પુષ્ટિ કરી હતી. ગામ લોકો દ્વારા મહીસાગરના વિસ્તારોમાં ફરતા વાઘનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. 

Jan 6, 2021, 04:29 PM IST

ખુશીના સમાચારઃ ગીરના જંગલમાં સિંહની વસ્તીમાં  28.87 ટકાનો વધારો, પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી

વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે. 

Jun 10, 2020, 05:25 PM IST

ગુજરાતમાં ફરી વાઘ આવ્યો, મહીસાગરના જંગલમાં વાઘ ફરતો હોવાનો Video ગામ લોકોએ ઉતાર્યો

ગુજરાતમાં વાઘ હોવાની ફરી એકવાર સાબિતી મળી છે. સંતરામપુર તાલુકામાં ઉબેર ટેકરા પાસે ફરી એકવાર લોકોને વાઘ જોવા મળ્યો છે. સંતરામપુરના જંગલમાં ફરી વાઘ દેખાયો હોવાનો ગામ લોકોએ પુષ્ટિ કરી છે.  જંગલના મોટા પહાડોમા વાઘ રહેતા હોવાનો પુરાવો ફરી એકવાર ગ્રામજનોએ આપ્યો છે. ગામ લોકો દ્વારા મહીસાગરના વિસ્તારોમાં ફરતા વાઘનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જોકે, જિલ્લાનું વન વિભાગ વાઘ હોવાની પુષ્ટિ કરતું નથી. ત્યારે ફરી એકવાર વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અગાઉ વનવિભાગની બેદરકારીને કારણે વાઘનું મોત નિપજ્યું છે. ત્યારે વાઘની શોધખોળ કરી તેની જાળવણી કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે. 

May 26, 2020, 10:01 AM IST

કોરોનાને કારણે ગીરના સિંહો ભૂલાયા, 2 મહિનામાં 25 સિંહોનો મોત

હાલ સમગ્ર વિશ્વમાં હાલ એક જ ચર્ચા છે, કોરોના વાયરસની. આવામાં ગુજરાત પણ કોરોના વાયરસથી પીડિત છે. ત્યારે આ મહામારીમાં ગીરના સિંહો ભૂલાઈ ગયા છે. ગીરના પૂર્વની 2 રેન્જમાં પાછલા 2 મહિનામાં 25 સિંહોના મોત થયા છે. આટલા મોટા આંકડા તરફ હવે સૌનું ધ્યાન ગયું છે. ત્યારે જસાધાર ખાતે જૂનાગઢ ઝુના વેટરનિટી સહિત તમામ ઉચ્ચ અધિકારો દોડતા થઈ ગયા છે. એક સિંહબાળના ભેદી મોત બાદ સમગ્ર વનતંત્ર ઊંધા માથે ફરી રહ્યું છે. નવિભાગે આ વાતને સ્વીકારી છે કે, બે મહિનામાં 25 સિંહોના મોત નિપજ્યા છે. બે દિવસ પહેલા 8 સિંહબાળ અને તેની સાથેના 8 સિંહણોને પણ જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જે પૈકી પણ એક સિંહબાળનું મોત નિપજ્યું છે. હાલ આ ઘટનાને પગલે જુનાગઢના  સક્કરબાગ એનિમલ કેર સેન્ટરમાંથી પણ તબીબોની ટુકડીઓ પણ દોડતી થઈ છે. 

Apr 21, 2020, 09:26 AM IST
Gir lion jump 15 feet long wall to meet lioness of sakkarbag zoo PT13S

જુનાગઢના સક્કરબાગનો Video સામે આવ્યો, સિંહ સક્કરબાગની દિવાલ કૂદીને સિંહણને મળવા જાય છે

તમે અનેક લોકોની રોમાંચિત પ્રેમકહાણીઓ સાંભળી હશે. ક્યારેક આપણી સામે પ્રાણીઓના પ્રેમની પણ વાર્તાઓ આવતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય સિંહની પ્રેમકહાની જોઇ છે. જુનાગઢના સક્કરબાગમાં સિંહ-સિંહણની અનોખી પ્રેમકહાણી સામે આવી છે. સક્કરબાગમાં રહેતી સિંહણને મળવા માટે જંગલનો સિંહ 15 ફુટ ઉંચી દિવાલ કુદીને આવે છે. જુનાગઢના સક્કરબાગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સિંહ સક્કરબાગની દિવાલ કૂદીને સિંહણને મળવા જાય છે.

Jan 17, 2020, 02:05 PM IST

Video : રોજ 15 ફૂટની દિવાલ ઓળંગી પ્રેમિકા સિંહણને મળવા પહોંચી જાય છે ‘જંગલનો સિંહ’

તમે અનેક લોકોની રોમાંચિત પ્રેમકહાણીઓ સાંભળી હશે. ક્યારેક આપણી સામે પ્રાણીઓના પ્રેમની પણ વાર્તાઓ આવતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય સિંહની પ્રેમકહાની જોઇ છે. જુનાગઢના સક્કરબાગમાં સિંહ-સિંહણની અનોખી પ્રેમકહાણી સામે આવી છે. સક્કરબાગમાં રહેતી સિંહણને મળવા માટે જંગલનો સિંહ 15 ફુટ ઉંચી દિવાલ કુદીને આવે છે. જુનાગઢ (Junagadh) ના સક્કરબાગનો એક વીડિયો (Lion video) સામે આવ્યો છે, જેમાં સિંહ સક્કરબાગની દિવાલ કૂદીને સિંહણને મળવા જાય છે. 

Jan 17, 2020, 02:03 PM IST
lion and leopard update of gujarat PT17M31S

સમાચાર ગુજરાત : અમરેલીના બે ગામમાં શિકારની શોધમાં દેખાયા બે સિંહો, દીપડાનો પણ આતંક...

અમરેલીના રાજુલા સાવરકુંડલા રોડ પર બપોરના સમયે સિંહ આવી ચડ્યો હતો. જાબાળથી આંબરડી વચ્ચે લીંબાળાના નાળા પાસે સિંહે બપોરના સમયે રોડ ક્રોસ કર્યો. આંબરડી ગામની સિમમાંથી સિંહ આવી રોડ ક્રોસ કર્યો

Jan 10, 2020, 06:10 PM IST

Video : શારીરિક સંબંધ બાંધવા સિંહ સિંહણની એકદમ નજીક આવ્યો, પહેલા પંજો માર્યો અને પછી...

એશિયાનું સૌથી ફેમસ ગીર જંગલ (Gir forest) માંથી સિંહોના અનેક વીડિયો (Lion video) સામે આવતા રહે છે. લોકોને સિંહોની દરેક ગતિવિધીમાં એટલો રસ હોય છે કે, આ વીડિયો વાયરલ (Viral Video) થતા પણ વાર લાગતી નથી. ત્યારે આવામાં સિંહ અને સિંહણની લડાઈનો રોમાંચક લડાઈનો વીડિયો સામે આવ્યો છે. આમ, તો આ પહેલા પણ સિંહ-સિંહણની લડાઈના વીડિયો આવ્યા છે, પરંતુ મેટિંગ (શારીરિક સંબંધ) માટે સિંહણની પાછળ પડેલા સિંહનો છે. ગીરના જંગલમાં સફારી (Lion safari) ના 10 નંબરના રૂટ પર સોમવારે સવારે પહોંચેલા મુસાફરોને આ અદભૂત લડાઈ જોવાની તક મળી હતી. સિંહ અને સિંહણ વચ્ચેની આ લડાઈ કંઈક ખાસ હતી.

Jan 9, 2020, 02:23 PM IST

છેક ચોટીલા સુધી પહોંચી ગયેલા સિંહોની વસ્તી ગણતરી કરાશે, 7 જિલ્લામાં 8000 કેમેરા ગોઠવાશે

આ વર્ષે મે મહિનામાં ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટીક સિંહો (Asiatic lions) ની ગણતરી હાથ ધરાશે. વન વિભાગ (Forest Deparatment) ના 2 હજાર કર્મચારીઓ સિંહની ગણતરીમાં જોડાશે. ગુજરાતના સિંહ પોતાના સીમાડા સતત વિસ્તારી રહ્યા છે ત્યારે પાંચ વર્ષ પછી યોજાનારી આ વસતી ગણતરી હવે 15 હજાર સ્કવેર કિમી વિસ્તારને બદલે 25 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં થવા જઇ રહી છે. અગાઉ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં જ સિંહની ગણતરી (Lions counting) થતી હતી. હવે સાત જિલ્લામાં સિંહોની ગણતરી હાથ ધરાશે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં 25 હજાર સ્ક્વેર કિમીમાં 8 હજારથી વધુ કેમેરાની મદદથી ગણતરી હાથ ધરવામાં આવશે. 2020ની સિંહની ગણતરી દરમિયાન સાવજોની દરેક મુવમેન્ટની નોંધ રાખવા 8 હજારથી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે. 

Jan 2, 2020, 02:22 PM IST

દિવાળી પર ખુશ કરી દેશે આ Video, ગાડી આવતા જ ભાગી ગયું ગામમાં આવેલું 6 સિંહોનું ટોળું

ગીરના જંગલો (Gir Forest) ના આસપાસના ગામોમાં અનેકવાર સિંહ (lions) આવી ચઢતા હોય છે. એકલ-દોકલ સિંહો આવી ચઢ્યા હોય તેવા અનેક વીડિયો (Video) તમે જોયા હશે, પણ ગામમાં આવી ચઢેલુ સિંહોના મોટા ટોળાના આવો નજારો તમે ક્યારેય જોયો નહિ હોય. આજે દિવાળી (Diwali) ના દિવસે સિંહોના ટોળાના આ વીડિયો તમને મજા કરાવી દેશે. ગીરના જંગલોમાં મનુષ્યો અને પ્રાણીઓ કેવા તાલમેલથી રહે છે તેનો પુરાવો આપતો આ વીડિયો છે. 

Oct 27, 2019, 09:05 AM IST

ગીર : મુસાફરોને મીઠાઈ ખવડાવીને પહેલી જિપ્સી જંગલમાં રવાના કરાઈ, આજથી સિંહદર્શન શરૂ

ગીર અભયારણ્ય (Gir Santuary) આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયા છે. ગીરના રાજા એવા સિંહ (Gir Lions)નું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે જથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) કરી શકશે. નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. ત્યારે આ વર્ષની ગીર ટુરના ખાસિયત એ રહેશે કે, આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે. 

Oct 16, 2019, 09:11 AM IST

સિંહ દર્શન : પ્રવાસીઓ માટે બંધ થયેલા ગીર જંગલના દરવાજા ચાર મહિના બાદ આવતીકાલથી ખુલ્લા થશે

ગીર અભયારણ્ય આવતીકાલે 16 ઓક્ટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાશે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આવતીકાલથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતીકાલથી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે. 

Oct 15, 2019, 09:26 AM IST
Case of Premature Death of Lions in Gujarat State PT2M31S

રાજ્યમાં સિંહોના અકાળે મોતનો મામલો, જુઓ વિગત

હાઇકોર્ટમાં કોર્ટ એમિક્સ ક્યુરીએ રિપોર્ટ કર્યો રજુ, સિંહો માટે સુવિધાઓનો અભાવ હોવાનું આવ્યું સામે. ખુલ્લા રસ્તાઓ, રેલવે લાઈનની સમસ્યાનો ઉલ્લેખ. ખુલ્લા કુવાઓની આસપાસ ઊંચી દીવાલ કરવાનું બાકી હોવાનું પણ આવ્યું સામે.

Aug 7, 2019, 06:05 PM IST

પ્રવાસીઓ માટે બંધ થયા ગીર જંગલના દરવાજા, 4 મહિના નહિ થઈ શકે વનરાજના દર્શન

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થયાની સાથે જ ગીરના જંગલમાં વસતા એશિયાઈ સિંહોનું વેકેશન આજથી શરૂ થઈ ગયું છે. જી હાં, ચોમાસાની ઋતુ શરુ થયાની સાથે જ જંગલના રાજા સિંહ અને બીજા અનેક જાનવરો માટે સંવનન કાળ શરૂ થતો હોવાથી વન વિભાગ દ્વારા 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે જંગલ બંધ કરી દેવામાં આવે છે. 

Jun 16, 2019, 08:54 AM IST

સાવરકુંડલાના જીંજુડા ગામ નજીક કેમેરામાં કેદ થયો જંગલનો રાજા સિંહ

રાજ્યમાં ગત બે દિવસથી વાતાવરણમાં આવેલા બદલાવને કારણે અમરેલી પંથકના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દ્વારા દેખાડો દીધો હતો. વરસાદ પડવાને કારણે જંગલોમાં વસવાટ કરી રહેલા જંગલી જીવોને પણ ગરમીથી રાહત મળી હતી. અને સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં જંગલનો રાજા પણ વરસાદ બાદ પ્રસરેલી ઠંડકની મઝા માણી હતી. 

May 5, 2019, 10:25 PM IST