Bjp worker News

GUJARAT ને ટીબી મુક્ત બનાવવા માટે તમામ જનપ્રતિનિધિઓ ઝુંબેશમાં જોડાય: નીમાબેન આચાર્ય
ટીબી મુક્ત ગુજરાત ઝુંબેશને એક સામાજિક કાર્ય તરીકે લઈ રાજ્યના ગરીબ દર્દીઓના કલ્યાણ માટે સૌ જનપ્રતિનિધિઓ આ ઝુંબેશમાં જોડાય તેવી વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યએ સવાલો ઉઠાવ્યા હતા. વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા ગુજરાતે ટીબી નિર્મૂલન માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરી છે હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ટીબીના શ્રમિક દર્દીઓને પોષણક્ષમ કીટ વિતરણ કરી તેમને મદદરૂપ થવા સામાજિક સંસ્થાઓ અને નાગરિકોને મંત્રી ઋષિકેષ પટેલે આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો સંદેશ મારફત ટીબી મુક્ત ભારત અભિયાનમાં જોડાવવા સૌને આહવાન કર્યું હતું. વિધાનસભા ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન ધારાસભ્યઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. 
Dec 7,2021, 21:45 PM IST

Trending news