Cm રૂપાણી News

સીએમ રૂપાણીના હસ્તે 3500થી વધુ હુકમોનું વિતરણ
અમદાવાદનાં બાપુનગરમાં ચંદ્રપ્રકાશ દેસાઈ હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે એક સાથે 3500થી વધુ સૂચિત સોસાયટીઓના પ્રોપર્ટી કાર્ડ, દાવા પ્રમાણપત્ર, નો ડ્યુ સર્ટીફીકેટ અને મંજુરી હુકમ આપવામાં આવ્યા હતા. સમારંભમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલ, અમદાવાદ મહાનગરનાં ધારાસભ્યો, મેયર બિજલ પટેલ અને અમદાવાદ પૂર્વ - પશ્ચિમનાં સાંસદો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જયારે તે સંઘટનમાં મહામંત્રી હતા ત્યારે પણ સૂચિત સોસાયટીઓ મામલે ચિંતા કરતા હતા અને મુખ્યમંત્રી બન્યા બાદ સર્વપ્રથમ તેમણે સૂચિત સોસાયટીઓ ઝડપથી કામગીરી કરવા સુચના આપી હતી. વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમદાવાદ આજે આશરે 10 હજાર ઘરો ગેરકાયદેસરમાંથી કાયદેસરનાં થઈ ગયા છે અને હવે તેઓ પોતાના સંતાનોને વારસામાં પોતાનો ઘર આપીને જશે.
Nov 24,2019, 16:10 PM IST
દિવ્યાંગ બાળકો સાથે સીએમ રૂપાણી કરશે મોકળા મનની વાત
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 'મુખ્યમંત્રી સાથે મોકળા મને' કાર્યક્રમમાં સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દિવ્યાંગ લોકો સાથે સંવાદ કરશે. મુખ્યમંત્રી રૂપાણી દર મહિને આ કાર્યક્રમ યોજે છે. જેમાં મુખ્યમંત્રી રાજ્યના અલગ-અલગ વિષય પર અને જુદા-જુદા સમુદાયો સાથે મોકળા મને વાતચીત કરે છે. આ કાર્યક્રમમાં રાજ્યના ‘દિવ્યાંગ’ બાળકોની વિવિધ સંસ્થાઓના 54 જેટલા દિવ્યાંગ બાળકો મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરીને સીધો સંવાદ કરશે.જે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદના ન હોય તે સમાજ સંસ્કારી ગણાતો નથી ત્યારે દિવ્યંગો પ્રત્યે સંવેદના ધરાવતા મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં માનસિક, શારીરિક દિવ્યાંગો તથા અનાથ બાળકો સાથે મોકળા મને સંવાદ કરશે. આ બાળકો દિવ્યાંગ હોવા છતાં, વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લઇ ઉત્સાહભેર આગળ વધી વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે.
Oct 5,2019, 10:30 AM IST

Trending news