common man

પેટ્રોલ બાદ CNG એ દઝાડ્યા, સામાન્ય માણસ માટે દિવાળીની તમામ ખુશીઓ છીનવાઇ

દિવાળી પહેલા જ રિક્ષા ચાલકોને સરકારે ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે પેસેન્જર ભાડામાં વધારો કર્યો હતો. જો કે આડકતરી રીતે પેસેન્જર ઉપર બોજો વધ્યો છે. ઓટો રિક્ષાના રજીસ્ટર્ડ એસોસિએશનોની રજુઆતો ધ્યાને લઈને ઓટો રિક્ષાના ભાડાના દરમાં વધારો કરવામાં આવ્યો છે. લઘુત્તમ ભાડું, પ્રતિ કિ.મી ભાડું અને વેઇટિંગ ભાડમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો 5 નવેમ્બર 2021થી લાગુ પડશે. રિક્ષા ચાલકો હડતાળ કરે તે પહેલા જ ભાવ વધારો મંજૂર કરી દેવાયો હતો. વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથેની એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવાયો હતો. 

Nov 3, 2021, 06:20 PM IST

મુસીબતોની દિવાળી? સામાન્ય માણસ તો ઠીક પરંતુ સરકાર પર એક પછી એક મુસીબતોનો પહાડ

અમદાવાદમાં દિવાળી બાદ રીક્ષા યુનિયન અચોક્ક્સ મુદ્દતની હડતાળ પર ઉતરશે. કારણ છે ઇંધણના સતત વધતા ભાવ સામે રીક્ષા ચાલકોને ભાડામાં કોઈ વધારો મળતો નથી.જેને પગલે ગ્રાહકો પાસેથી ઉચ્ચક ભાડું વસુલાત કરતા. જોકે આ સંદર્ભે બુધવારે સાંજે અમદાવાદ RTO ખાતે રીક્ષા યુનિયનની મિટિંગ મળી હતી. જો કે આ બેઠક અનિર્ણિત રહી હતી. 

Oct 27, 2021, 07:54 PM IST

11 ઓગસ્ટ પછી રાજ્યમાં નહી મળે પેટ્રોલ ડીઝલ, કાલ સુધીમાં ટાંકી ફુલ કરી નાખજો કારણ કે

પેટ્રોલ ડિઝલના ભઆવ ભડકે બળી રહ્યા છે જો કે, પેટ્રોલ પંપના માલિકો અને ડિલર્સને હજી પણ સંતોષ ન હોય તેવું લાગી રહ્યું છે. પોતાનું કમિશન વધારવા માટે હવે તેઓએ વિરોધનો રસ્તો અપનાવ્યો છે. પેટ્રોલિયમ અને ડીલર એસોસિએશન દ્વારા કમિશન વધારવામાં નહી આવે તો ખરીદી બંધ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. આ અંગે વિવિધ વિરોધાત્મક કાર્યક્રમોની પણ જાહેરાત કરી છે. જે અંતર્ગત સમગ્ર ગુજરાતના પેટ્રોલ પંપના માલિકો દ્વારા આ હડતાળનું સમર્થન કર્યું છે. 

Aug 9, 2021, 06:27 PM IST

AMRELI: કેસર કેરી સામાન્ય નાગરિકને આ વર્ષે લાગી શકે છે કડવી, મોર ખરી પડ્યા

જિલ્લામાં કેસર કેરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે. અમરેલી જિલ્લાની કેસર કેરી ગુજરાતભરમાં વખણાય છે. હાલ કેરીને અનુરૂપ વાતાવરણ નહી હોવાને કારણે કેરીના બગીચાઓમાંથી અમુક કેરીઓ ખરવા લાગી છે. કેરીઓ ખરતા કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુકાયા છે મુંઝવણમાં. ત્યારે આ વર્ષે કેરીનો પાક ગત વર્ષ કરતા ઓછો થાય તેવું કેરીના બગીચાના માલિકો કહી રહ્યા છે.

Apr 5, 2021, 05:17 PM IST

જામનગર: કલેક્ટરનો નવતર પ્રયોગ, કોમનમેન બન્યા ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર

જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા આગામી લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીને લઈને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય રીતે મતદાનના હોર્ડિંગ્સ અને બેનરો માટે કોઈ સેલિબ્રિટીના ફોટો મૂકવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે જામનગરના કોમન માણસોને ચૂંટણીમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવી તેમના શહેર અને જિલ્લામાં વિવિધ જાહેર માર્ગો અને સ્થળો પર મહાકાય બેનરો અને પોસ્ટરો લગાવી મતદાનની અનોખી અપીલ કરવામાં આવી રહી છે.

Apr 1, 2019, 09:23 PM IST

પાથરણાવાળાએ પુરૂ પાડ્યું ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ, પૈસા ભરેલું પર્સ માલિકને કર્યું પરત

મૌલિક ધામેચા/અમદાવાદઃ એક સામાન્ય માણસે ઈમાનદારીનો દાખલો બેસાડ્યો છે. વાત છે શહેરના ભદ્રકાળી મંદિરની પાસે બહાર બેસતા એક વ્યક્તિની..

Feb 28, 2018, 10:00 PM IST