Common matter News

ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં હમીદાબેન નામની મહિલાની હત્યાથી ચકચાર
ઘણી વખત નાના નાના ઝગડામાં જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે, આવી જ એક ઘટના જેતપુરમાં બની કે, જ્યાં ફટાકડા ફોડવાની ના કહેવા જતા એક વૃદ્ધાને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં દિવાળીના દિવસે એક ઘટના બની અને તેને લઈને એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. બનેલ ઘટના મુજબ દિવાળીના દિવસે કાણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ વણકર વાસ વિસ્તારમાં રાત્રે જયારે અહીં ચાર યુવકો ફટાકડા ફોડી રહ્યાં હતા. ત્યારે આજ વિસ્તારમાં અને પાડોશમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ આ યુવકોને અહીં ફટાકડા નહિ ફોડવા બાબતે કહ્યું હતું. જેને કારણે ફટાકડા ફોડી રહેલા યુવકોએ વૃદ્ધા ઉપર પથ્થર મારો કર્યો હતો. આ પથ્થર મારામાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેનું લાંબી સારવાર સારવાર અને અંતે મોત થયું હતું.
Nov 23,2021, 19:26 PM IST

Trending news