fight against coronavirus

કોરોના વાયરસ સામેની લડતમાં 'લીમડો' બનશે મહત્વનું હથિયાર!

કોરોના મહામારી (Corona virus)  સામેની લડતમાં લીમડો (Neem)  મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વૈજ્ઞાનિકો અને ડોક્ટરોની ટીમ એ માહિતી મેળવવામાં લાગી છે કે શું લીમડાના ગુણ વાયરસના ખાતમામાં કામ આવી શકે છે.

Aug 21, 2020, 04:22 PM IST

કોરોના મહામારી સામે લડવા CM રૂપાણીએ રાહત નિધિનો ખોલ્યો દરવાજો, અત્યાર સુધીમાં 244 કરોડ રૂપિયાની મદદ

કોરોના મહામારી સામે લડવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ રાહત નિધિનો દરવાજો ખોલ્યો છે. અત્યાર સુધીમાં કુલ 244 કરોડ રૂપિયાની રાહત નિધિમાંથી નાગરિકોને મદદ કરી છે. 

Jul 27, 2020, 11:00 AM IST

અમદાવાદમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, આ લેબમાં રાત દિવસ ચાલુ છે કોરોનાનું ટેસ્ટિંગ 

દર્દીને કોરોના પોઝીટીવ છે કે નેગેટીવ...? તે નક્કી કરતી બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ અત્યારે 24 કલાક ધમધમે છે. રોજના 700થી 800 ટેસ્ટ કરતી આ લેબે અત્યાર સુધીમાં 21,000 ટેસ્ટ કર્યા છે આ સ્વયં એક રેકોર્ડ છે. કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. તેનો મક્કમ રીતે પડકાર ઝીલવા માટે રાજ્ય પ્રશાસન હકારાત્મક અને ખૂબ સંવેદનાથી કામ કરે છે. પરંતુ નાગરિકોના ટેસ્ટ પોઝીટીવ છે કે નહીં તે પ્રક્રિયા બી.જે મેડીકલ કોલેજ સંકુલમાં આવેલી માઈક્રો લેબ કરે છે. 

May 10, 2020, 03:55 PM IST

ચીનમાં 18 સપ્ટેમ્બર 2019ના રોજ કોરોના પર શું થયું હતું? અત્યંત ચોંકાવનારો ખુલાસો 

આ વાત 18 સપ્ટેમ્બર 2019ની છે. બપોરના સમયમાં વુહાનના તિઆન્હે એરપોર્ટની કસ્ટમ ઓફિસમાં એક ઈમરજન્સી મેસેજ આવ્યો. મેસેજમાં કહેવામાં આવ્યું કે લેન્ડ કરનારી ફ્લાઈટમાં એક પેસેન્જર બીમાર છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારબાદ એરપોર્ટનો સ્ટાફ ઈમરજન્સી મોડમાં આવી ગયો. 

May 10, 2020, 03:24 PM IST

કોવિડ 19ની સારવારની નવી ગાઈડલાઈન, હવે લક્ષણો વગરના કે સામાન્ય લક્ષણવાળા દર્દીને 10 દિવસ બાદ રજા

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે આજે પત્રકાર પરિષદમાં અનેક મહત્વની જાણકારી આપી. ગઈ કાલે ICMRએ દર્દીઓના પ્રોટોકોલમાં ફેરફાર કર્યાં જે મુજબ કોઈ લક્ષણ ન હોય અથવા તો માઈલ્ડ લક્ષણો હોય અને હોસ્પિટલમાં દાખલ થાય તો 10 દિવસની સારવાર બાદ રજા આપી શકાય. રજા આપતા પહેલા ટેસ્ટની પણ જરૂરનથી. ડિસ્ચાર્જ આપતા અગાઉ તાવ કે અન્ય કોઈ બીમારીના લક્ષણ હોવા જોઈએ નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતમાંથી સૌથી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી છે. 

May 10, 2020, 02:46 PM IST

સુરત: લોકડાઉનમાં લોકોની મદદે આવ્યાં લલિત વસોયા, 21 બસના ભાડા ચૂકવ્યા

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા લોકડાઉનમાં હેરાન પરેશાન થતા લોકોની વ્હારે આવ્યાં. તેમણે પોતાના મતદાતાઓને વતન જવા માટે બસની વ્યવસ્થા કરી આપી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે શ્રમિકોને હાલાકી પડતા મદદ કરી. ધારાસભ્ય લલિત વસોયાએ 21 બસોના ભાડા ચૂકવ્યા. લોકડાઉનના કારણે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા વતન પરત ફરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી બસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે આવા સમયે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા પોતે સુરત આવી પહોચ્યાં છે અને પોતાના મતદારોના જવા માટે બસની વ્યવસ્થા ઊભી કરી છે. જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એ તમામના રૂપિયા ભરવામાં આવી રહ્યાં છે. 

May 10, 2020, 01:51 PM IST

Corona સામેની જંગમાં 92 વર્ષના સુમનદાદા બન્યા સુપરહીરો, 'લિવ વિથ કોરોના ઍન્ડ લવ વિથ કોરોના'

  ‘કોરોના પણ અન્ય બીમારી જેવી જ બીમારી છે. તેનાથી ડરવાની કોઈ જ જરૂર નથી, પણ અંદરથી આ વાયરસ સામે લડવાનો વિશ્વાસ કેળવવાની જરૂર માત્ર છે. આત્મવિશ્વાસ થકી ગમે તેવી મુસિબતને પણ માત આપી શકાય છે. અને જ્યાં સુધી કોરોનાની રસી ન શોધાઈ જાય, ત્યાં સુધી આપણે ‘લિવ વિથ કોરોના અને લવ વિથ કોરોના’નો પાઠ શીખી જવો પડશે.’ આ લાગણી છે, 92 વર્ષની જૈફ વયે કોરોના સામેનો જંગ જીતીને હેમખેમ પાર ઉતરનારા અમદાવાદના નિવૃત્ત શિક્ષક સુમનચંદ્ર વોરા અને તેમના પરિવારની. અત્યાર સુધીમાં: કોરોનાની સારવાર મેળવીને સાજા થનારાઓમાં સુમનદાદા સંભવત સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે.

May 10, 2020, 01:20 PM IST

અમદાવાદ: લોકડાઉનમાં મ્યુ.કમિશનર દ્વારા લેવાતા નિર્ણયોને ગુજરાત HCમાં પડકારવામાં આવ્યાં

 કોરોનાની મહામારીમાં  લોકડાઉનને લઇ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા લેવાતા નિર્ણયના મામલે મોટા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના આદેશોને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યાં છે. 

May 10, 2020, 01:01 PM IST

કોરોના માટે ખાનગી હોસ્પિટલો કેમ? 500 બેડવાળી વીએસ હોસ્પિટલનો સારવાર માટે ઉપયોગ કેમ નહીં?

કોરોના સામેની લડતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોવિડ 19 માટે 25થી વધુ ખાનગી હોસ્પિટલ તૈયાર કરી છે. એએમસીના ખાનગી હોસ્પિટલો તૈયાર કરવાના નિર્ણય સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોર્પોરેશન પાસે વીએસ હોસ્પિટલમાં 500 બેડની વ્યવસ્થા હોવા છતાં તેનો ઉપયોગ શાં માટે નથી નથી અને ખાનગી હોસ્પિટલો તૈયાર કરાયા છે. 

May 10, 2020, 10:59 AM IST

VIDEO કોરોના: જૂનાગઢના આ વિસ્તારમાં 'ચામાચીડિયાની કોલોની'થી લોકોમાં ભયનો માહોલ

જયારે ચીનમાંથી કોરોના રોગ ફેલાયો ત્યારે આ રોગ ચામાચીડિયામાંથી ફેલાયો હોવાની અફવાઓ ફેલાઈ હતી, પરંતુ પાછળથી વૈજ્ઞાનિકોએ એ વાતને રદિયો આપી કોરોના ચામાચીડિયાથી ફેલાતો ના હોવાની પુષ્ટિ કરી હતી. પરંતુ જૂનાગઢના લોકો આજે પણ ડરી રહ્યા છે અને એવું માની રહ્યાં છે કે તેમના માટે આ ચામાચીડિયા ઘાતક છે કારણ કે એક મકાનમાં ચામાચીડિયાની એક કોલોની હોવાથી ત્યાં જતા લોકો દરે છે અને વન વિભાગને ફરિયાદ કરી રહ્યા છે.

May 10, 2020, 10:20 AM IST

રાજકોટ: કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે માર્કેટિંગ યાર્ડનો મોટો નિર્ણય

રાજકોટમાં કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય હેઠળ ટામેટા, તરબૂચ, અને વટાણાની આંતરરાજ્ય આવક બંધ કરવામાં આવી છે. આવતી કાલથી એક સપ્તાહ માટે આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

May 10, 2020, 09:53 AM IST

વડોદરા: મોતના આંકડા છૂપાવવા માટે તંત્રનું નવું કારસ્તાન

 વડોદરામાં કોરોનાના મોતના આંકડા છૂપાવવા માટે તંત્રનું નવું કારસ્તાન જોવા મળી રહ્યું છે. તંત્રએ ડેથ ઓડિટ કમિટીની રચના કરી છે. રાજ્ય સરકારના પરિપત્ર અન્વયે આ રચના કરાઈ છે. રાજ્ય સરકાર કહેશે પછી જ કોરોનાના દર્દીના મૃત્યુની વિગતો જાહેર કરાશે.  છેલ્લા ત્રણ દિવસથી પાલિકાના મેડિકલ બુલેટિનમાં એક પણ દર્દીનું મોત નથી બતાવ્યું. જ્યારે કોરોનાથી ત્રણ મોત થયા હોવાની માહિતી મળેલી છે, પણ પાલિકાએ તે જાહેર કર્યા નથી. 

May 10, 2020, 09:17 AM IST

જામનગર: કોરોનાના વધુ બે કેસ સાથે આંકડો 26 થયો, ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં 17મી સુધી વેપાર-ધંધા બંધ

મોડી રાતે જામનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવ્યાં છે. આ સાથે જ જામગનરમાં કોરોનાના કુલ 26 પોઝિટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ થયા છે. મોડી રાતે તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યાં હતાં. જામનગરના કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં પોલીસની કિલ્લેબંધી જોવા મળી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શહેર-જિલ્લામાં પોલીસે કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય એક મહત્વના સમાચાર એ છે કે ઝી 24 કલાકના અહેવાલ બાદ આજધી 17મી મે સુધી ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં તમામ વેપાર-ધંધા બંધ રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગની તકેદારી રાખવામાં ન આવતી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. 

May 10, 2020, 08:52 AM IST

અમદાવાદ: સેન્ટ્રલ જેલનો વધુ એક કેદી કોરોના પોઝિટિવ, અત્યાર સુધી 12 કેદી અને 4 પોલીસકર્મીને કોરોના

શહેરની સેન્ટ્રલ જેલના વધુ એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. કાચા કામના આરોપીને છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. 

May 10, 2020, 08:10 AM IST

શોકિંગ...સુરતમાં કોરોનાની તપાસ માટે ગયેલી પાલિકાની ટીમને મારી નાખવાની ધમકી

સુરતમાં એક શોકિંગ ઘટના સામે આવી છે. કોરોના વાયરસની તપાસ માટે ગયેલી પાલિકાની ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના અહેવાલ છે. ચારથી પાંચ લોકોએ કેરોસીન છાંટીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ કહેવાયછે. આ ઘટનામાં 4 મહિલાઓ સહિત 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

May 10, 2020, 07:42 AM IST

રાજકોટ: લોકડાઉનમાં પોલીસકર્મીએ પાન મસાલાની દુકાન ખોલાવી, CCTV ફૂટેજ સામે આવ્યાં, તપાસના આદેશ

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 શરૂ થઈ ગયું છે. જો કે ઝોન પ્રમાણે છૂટછાટ અપાઈ છે. આ બધા વચ્ચે 29મી તારીખે રાજકોટમાં પોલીસ જવાને પ્રતિબંધિત પાન, માવા અને સિગરેટની દુકાન ખોલાવીને વસ્તુ લીધી હોવાનો મામલો ગરમાયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. પોલીસ કમિશનરે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ ખાતાકીય કાર્યવાહી થાય તેવી શક્યતા છે. 

May 4, 2020, 04:45 PM IST

આયુર્વેદિક ઉકાળો અને યોગ કોવિડ-19 સામે લડવા માટેનો અક્સીર ઈલાજ: કેન્દ્રીય આયુષ મંત્રી

કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકે કહ્યું કે મિનિસ્ટ્રી ઓફ આયુષની એડવાઈઝરીને આજે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમર્ગ વિશ્વમાં અનુસરાય કરાય છે.

May 4, 2020, 04:32 PM IST

સૌરાષ્ટ્ર પાછા ફરવા માંગતા સુરતના રત્નકલાકારો અંગે સરકારના નિયમો, જાણો વિગતો

અશ્વિનીકુમારે કહ્યું કે  સુરતમાં જે રત્નકલાકારો છે તે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ જેવા જિલ્લાઓમાંથી આવે છે. તે લોકો પણ ઘણા સમયથી સુરતમાં રોકાયેલા છે અને સુરતમાં રહેતા આ વિસ્તારોના લોકોની પણ એવી લાગણી છે કે તેમને પોતાના વતન સૌરાષ્ટ્રના ગામોમાં જવાની મંજૂરી આપવામાં આવે. સરકાર આ બધી વસ્તુઓ પર વિચારણા કરી રહી છે. સ

May 4, 2020, 04:22 PM IST

કોરોના સામેની આ લડાઈ લાંબી, બધાએ ભેગા મળીને આ વાયરસ સામે જીતવાનું છે: AMC કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે કોરોના પર થઈ રહેલી એએમસીની કામગીરી અને અન્ય મહત્વની બાબતો પર જાણકારી આપી. તેમણે કહ્યું કે શહેરમાં કોરોનો પોઝિટિવ કેસનો ડબલીંગ રેટ 12 દિવસનો થયો છે. ત્રીજા તબક્કામાં લોકડાઉનનું 100 ટકા પાલન કરવું પડશે. લોકડાઉનથી અમદાવાદને ફાયદો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે સારા સમાચાર એ છે કે મોટી સંખ્યામાં લોકો સાજા થઈને પોતાના ઘરે જઈ રહ્યાં છે. 

May 4, 2020, 01:32 PM IST

પરપ્રાંતીયો માટે કોંગ્રેસનો સંદેશ, શ્રમિકો જિલ્લા કોંગ્રેસ કંટ્રોલ રૂમનો કરે સંપર્ક

જે પણ શ્રમિકો વતન પરત જવા માગતા હોય તેમનો ખર્ચ કોંગ્રેસે ઉપાડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પ્રદેશ સમિતિઓને આ અંગે સૂચના આપી છે. શ્રમિકોનો વતન જવાનો ખર્ચ દરેક પ્રદેશ સમિતિ ઉપાડશે. જેને લઈને હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે જે પરપ્રાંતીય લોકો વતન પાછા ફરવા માંગતા હોય તેઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના કંટ્રોલ રૂમનો સંપર્ક કરે. કોંગ્રેસ ઓન લાઈન ફોર્મ ભરવામાં અને જરૂરિયાતમંદ લોકોને જરૂરી મદદ કરશે. 

May 4, 2020, 11:45 AM IST