કોરોના સામેની આ લડાઈ લાંબી, બધાએ ભેગા મળીને આ વાયરસ સામે જીતવાનું છે: AMC કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે કોરોના પર થઈ રહેલી એએમસીની કામગીરી અને અન્ય મહત્વની બાબતો પર જાણકારી આપી. તેમણે કહ્યું કે શહેરમાં કોરોનો પોઝિટિવ કેસનો ડબલીંગ રેટ 12 દિવસનો થયો છે. ત્રીજા તબક્કામાં લોકડાઉનનું 100 ટકા પાલન કરવું પડશે. લોકડાઉનથી અમદાવાદને ફાયદો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે સારા સમાચાર એ છે કે મોટી સંખ્યામાં લોકો સાજા થઈને પોતાના ઘરે જઈ રહ્યાં છે. 
કોરોના સામેની આ લડાઈ લાંબી, બધાએ ભેગા મળીને આ વાયરસ સામે જીતવાનું છે: AMC કમિશનર

ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે કોરોના પર થઈ રહેલી એએમસીની કામગીરી અને અન્ય મહત્વની બાબતો પર જાણકારી આપી. તેમણે કહ્યું કે શહેરમાં કોરોનો પોઝિટિવ કેસનો ડબલીંગ રેટ 12 દિવસનો થયો છે. ત્રીજા તબક્કામાં લોકડાઉનનું 100 ટકા પાલન કરવું પડશે. લોકડાઉનથી અમદાવાદને ફાયદો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે સારા સમાચાર એ છે કે મોટી સંખ્યામાં લોકો સાજા થઈને પોતાના ઘરે જઈ રહ્યાં છે. 

તેમણે કહ્યું કે અમદાવાદના શહેર વિસ્તારમાં હોસ્પિટલો વધે તે માટે કામ કરાયું છે. આ માટે ખાનગી ડોક્ટરો સાથે વાત કરી છે. ખાનગી ટ્રસ્ટની 2 હોસ્પિટલની શરૂઆત કરાવી શક્યા છીએ. કોમ્યુનિટી સેન્ટરમાં કોવિડ સેન્ટર પણ ઊભું કર્યું છે. જમાલપુર વોર્ડમાં જેટલી પણ પ્રાઈવેટ ક્લિનિક, હોસ્પિટલને શરૂ કરવામાં આવ્યાં છે તે ઉપરાંત છ જગ્યાઓ પર એક ટેમ્પરરી વ્યવસ્થા પર ફીવર ક્લિનિક શરૂ કરાવવામાં આવશે. આમ એક જ વોર્ડ જમાલપુરમાં 6 ફીવર ક્લિનિક શરૂ કરાશે. જેથી કરીને લોકોને તેમના ઘરની એકદમ નજીક આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે. 

સુપરસ્પ્રેડર્સ પર ધ્યાન કેન્દ્રીત કરવાના સારા પરિણામો-નેહરા
નેહરાએ કહ્યું કે છેલ્લા 15 દિવસથી સુપર સ્પ્રેડર્સ ખાસ કરીને શાકભાજી વેચનારાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાના સારા પરિણામો મળ્યાં છે. 21 એપ્રિલથી અત્યાર સુધીમાં 11,651 જેટલા સુપર સ્પ્રેડર્સની સ્ક્રિનિંગ કરી છે જેમાંથી 2714 જેટલા લોકોના સેમ્પલ લેવાયા અને તેમાથી 222 લોકો પોઝિટિવ ગણાતા તેમને આઈસોલેટ કરાયા. બીજા તબક્કામાં માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર આપવાનું નક્કી કર્યું જેમાં અત્યાર સુધીમાં 30900 જેટલા માસ્કનું વિતરણ છેલ્લા બે ત્રણ દિવસમાં કરાયું. 4600 હેન્ડ સેનેટાઈઝર અપાયા છે. જે ફેરિયાઓ કે વેપારીઓ માસ્ક ન પહેરે તેમની પાસેથી છેલ્લા 3 દિવસમાં 9 લાખ જેટલો દંડ કરાયો છે. માસ્ક અને સેનેટાઈઝર ઉપરાંત હવે આજથી તમામ ફેરિયાઓને સ્ક્રિનિંગ કરીને એક કાર્ડ અપાશે, સાત દિવસ સુધી વેલિડ રહેશે અને સાત દિવસ બાદ ફરીથી સ્ક્રિનિંગ કરવામાં આવશે. કાર્ડ નહી હોય તેમને કામગીરી નહીં કરવા દેવામાં આવશે. નાગરિકોને ખબર પડશે કે તેઓ સેફ છે કે કેમ. તેઓને એક સર્ટિફિકેટ પણ કાર્ડ સાથે આપવામાં આવશે. આ સાથે ફરીથી માસ્ક, સેનેટાઈઝર, અને હવે ગ્લોવ્ઝ પણ આપવાના રહેશે. 

કોરોના સામેની લડતમાં 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે- નેહરા

1. આ લડાઈ લાંબી છે. એક કે બે અઠવાડિયામાં પૂરી નહીં થાય. માનસિક રીતે આપણે બધાએ ખાસ કરીને દુનિયામાં કોઈ રસી, દવા ન શોધાય ત્યાં સુધી મક્કમતા સાથે માનસિક તૈયારી રાખવાની છે.

2. આ લડાઈ સરળ નથી. માનવતાના ઈતિહાસમાં સૌથી અઘરી બાબત છે, પડકાર છે. વિક્સિત દેશોમાં પણ આ વાયરસે ખુબ તકલીફ ઊભી કરી છે. એટલે સ્પષ્ટ છે કે આ પડકાર સરળ નથી. આપણે બધાએ મળીને આ લડાઈ લડવાની છે.

3. ગમે તેટલી અઘરી બાબત હોય પણ છેલ્લે આપણે બધાએ આ વાયરસ સામે જીતવાનું છે. આપણે ફક્ત બધાએ મક્કમતા, સંકલ્પબદ્ધ, શિસ્તબદ્ધ થઈને ચાલવાનું છે. છેલ્લે આપણી જીત ચોક્કસ થશે. જેટલું વહેલું આપણે આપણી આદતો બદલીશું તેટલું જલદી આ વાયરસ પર જીત મેળવી શકીશું. આપણે એલર્ટ રહેવાનું છે, બધી સૂચનાઓનું પાલન કરવાનું છે. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો...

અમદાવાદમાં 3817 કેસ નોંધાયેલા છે
અમદાવાદ જિલ્લામાં કુલ 3817 કેસ નોંધાયેલા છે. જે પૈકી 46 કેસ અમદાવાદ ગ્રામીણના છે જ્યારે 3771 કેસ અમદાવાદ શહેરી વિસ્તારના છે. અમદાવાદ શહેરમાં ગઈકાલના 270 કેસનો ઉમેરો કરતા હાલની પરિસ્થિતિ 5771 કેસ છે. તેમાંથી 2955 કેસ એક્ટિવ છે. જેમાંથી 37 કેસ વેન્ટિલેટર પર છે. જ્યારે 2918 કેસ સ્ટેબલ છે. ગઈ કાલે 87 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. 

અમદાવાદમાં ભેદી દુર્ગંધ વિશે કરી વાત
બે દિવસ અગાઉ ખોડિયાર કન્ટેઈનર ડેપો ખાતે મોટી આગની ઘટના બની હતી. અમુક કન્ટેઈનરમાં ફાર્માસ્યુટિક દવાઓ અને જથ્થો હતો તે પણ આ આગમાં નાશ પામ્યો. એક બે દિવસમાં આ સમસ્યાનો નાશ થશે તેવું તેમણે કહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news