indian army

દેશના પહેલા CDSની સ્પષ્ટ વાત, આતંકવાદને અમેરિકી સ્ટાઈલમાં જ નાબૂદ કરી શકાય છે

દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે એક કાર્યક્રમમાં કહ્યું કે, દુનિયાને આતંકવાદ (Terrorism) થી મુક્ત કરાવવા માટે આતંકવાદીઓ અને તેમનો સાથ આપનારાઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય રાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં જનરલ બિપીન રાવતે કહ્યું કે, આતંકવાદને અમેરિકાની સ્ટાઈલથી જ હરાવી શકાય છે. આ કાર્યક્રમમાં તેમણે દેશમાં લોકોને કટ્ટર બનાવવા અને કાશ્મીરમાં પેલેટ ગેનનો ઉપયોગ કરવા જેવા સવાલોનો જવાબ આપ્યો હતો.

Jan 16, 2020, 12:19 PM IST

નવા આર્મી ચીફે પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જ કર્યો મોટો ધડાકો, કહ્યું-સરકાર આદેશ આપે તો...

નવા આર્મી ચીફ (Indian Army Chief) મનોજ મુકુંદ નરવણે (mukund naravane)એ પોતાની પહેલી કોન્ફરન્સમાં મોટું નિવેદન આપતા કહ્યું કે, PoK  ભારતનો હિસ્સો છે. તેમણે કહ્યું કે, સરકાર પાસેથી આદેશ મળ્યો તો PoK  પર કાર્યવાહી કરીશુ. તેમણે કહ્યું કે, સંસદે પીઓકેને ભારતનો ભાગ માન્યો છે. આખુ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે. આર્મી ચીફે કહ્યું કે, ચીન અને પાકિસ્તાન સીમા પર એકસાથે નજર રાખવાની જરૂર છે.

Jan 11, 2020, 03:47 PM IST

પુંછમાં પાકની નાપાક હરકત, સરહદ પારથી ગોળીબારીમાં સેનાના બે જવાન શહીદ

જમ્મૂ-કાશ્મીરમાં એલઓસીની પાસે પાકિસ્તાને ભારે ગોળીબારી કરી છે. આ ગોળીબારીમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે ત્રણ જવાનને ઈજા પહોંચી છે. 
 

Jan 10, 2020, 05:46 PM IST

CDS બિપિન રાવતના નવા વિભાગોમાં 37 હોશિયાર ઓફિસરોને તૈનાત કરશે મોદી સરકાર

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (Chief of Defense Staff) જનરલ બિપિન રાવત (General Bipin Rawat)ના નેતૃત્વવાળા લશ્કરી બાબતોના નવ-સૃજિત વિભાગમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANI એ સરકારી સૂત્રોના હવાલેથી જણાવ્યું કે આ ડિપાર્ટમેન્ટમાં 2 સંયુક્ત સચિવ, 13 ઉપ સચિવ અને 22 ઉપસચિવ હશે. 

Jan 10, 2020, 12:51 PM IST

J&K: આતંકીઓ સુરક્ષાદળોના પાણી કે ભોજનમાં ઝેર ભેળવવાનું રચી રહ્યાં છે ષડયંત્ર

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો વિરુદ્ધ નવા આતંકી ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકીઓ સુરક્ષાદળોના પાણી કે ભોજનમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

Jan 7, 2020, 10:11 AM IST

નવા સેના પ્રમુખે દેશવાસીઓને કહ્યું- 'ત્રણેય સેનાઓ પૂરેપૂરી તૈયાર, દેશ પર કોઈ આંચ આવવા દઈશું નહીં'

ભારતીય સેના (Indian Army) ના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે (General Manoj Mukund Naravane) એ આજે સવારે નેશનલ વોર મેમોરિયલ (National War Memorial) પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. આ અવસરે સેના પ્રમુખે સ્પષ્ટ રીતે ભારતના દુશ્મનોને સંદેશો આપતા કહ્યું કે અમે દેશવાસીઓને આશ્વાસન આપવા માંગીએ છીએ કે ત્રણેય સશસ્ત્ર સેનાઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. આપણા દેશને સુરક્ષિત રાખીશુ અને તેને કોઈ આંચ આવવા દઈશું નહીં. 

Jan 1, 2020, 09:49 AM IST

પાકને નવા આર્મી ચીફની ચેતવણી, કહ્યું- આતંકવાદનો જવાબ આપવા ભારત પાસે ઘણા વિકલ્પ

પાકિસ્તાન તરફ ઈશારો કરતા સેના પ્રમુખે કહ્યું કે, અમારો પાડોસી દેશ આતંકવાદના માધ્યમથી આપણી વિરુદ્ધ પ્રોક્સી વોર કરી રહ્યો છે અને આ તેની રાજકીય નીતિ બની ગયું છે. 
 

Dec 31, 2019, 06:34 PM IST

જનરલ મનોજ નરવણે બન્યા નવા સેના પ્રમુખ, જનરલ બિપિન રાવતની હાજરીમાં સંભાળ્યો પદભાર

જનરલ મનોજ મુકુંદ નરવણે (M M Naravane) એ આજે દેશના 28માં સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. જનરલ નરવણે દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) નિયુક્ત કરાયેલા જનરલ બિપિન રાવત (Bipin Rawat) ના સ્થાને આર્મી પ્રમુખ બન્યાં. અત્રે જણાવવાનું કે જનરલ બિપિન રાવતનો 3 વર્ષનો કાર્યકાળ આજે સમાપ્ત થયો. જનરલ નરવણે 20 વર્ષમાં શીખ લાઈટ ઈન્ફેન્ટ્રીના ત્રીજા સેનાધ્યક્ષ હશે. આ અગાઉ વેદ પ્રકાશ મલિક અને જનરલ બિક્રમ સિંહ આ રેજિમેન્ટના સેનાધ્યક્ષ  બની ચૂક્યા છે. 

Dec 31, 2019, 01:29 PM IST
Exclusive Report With Correspondent Aditi Tyagi From Siachen Glacier On Zee 24 Kalak PT28M19S

-40` C ઠંડીમાં પણ ભારતીય જવાનોનો ગરમ જુસ્સો, Exclusive રિપોર્ટ, જુઓ Zee24Kalk

જ્યાં શ્વાસ લેવો પણ સમસ્યા છે. જ્યાં બધી જ વસ્તું જામી જાય છે. તેઓ સરહદની રક્ષા કરે છે માટે જ આપણે આઝાદ છીએ. જ્યારે આપણે ઉંઘીએ છીએ તે સમયે તેઓ બર્ફીલા તોફાનનો સામનો કરે છે. માઇનસ 40 ડિગ્રીમાં આપણા હિમ યોદ્ધા દેશની રક્ષા કરે છે. વાત થઈ રહી છે દુનિયાના સૌથી ઊંચા રણક્ષેત્ર સિયાચિનની. જ્યાંનું તાપમાન છે માઈનસ 40 ડિગ્રી. સિયાચિનમાં લગભગ લગભગ 3થી 4 હજાર ભારતીય સૌનિકો તૈનાત છે. જુઓ સિયાચિનથી ZEE 24 કલાકના સંવાદદાતા અદિતિ ત્યાગીનો Super Exclusive રિપોર્ટ...

Dec 31, 2019, 12:00 PM IST

વિદાય સંદેશમાં બોલ્યા જનરલ બિપિન રાવત, 'જવાનોના સહયોગથી મળે છે સફળતા'

દેશના પહેલા સીડીએસ બનવા પર અને પડકારોના સવાલ પર આર્મી ચીફે (Army Chief) કહ્યું કે આ ફક્ત એક હોદ્દો છે. તેમણે કહ્યું કે કોઈ પણ પદ ફક્ત એક વ્યક્તિના પ્રયત્નોની સફળતા હોઈ શકે નહીં. જનરલ રાવત જો આર્મી ચીફ બને છે તો તેને તમામ વિભાગોનો પૂરેપૂરો સહયોગ મળ્યો.

Dec 31, 2019, 10:44 AM IST

2020માં ભારતને મળશે જબરદસ્ત અભેદ્ય મિસાઈલ સિસ્ટમ, મિસાઈલોનો હવામાં જ ખુડદો બોલાવશે

વાયુસેના(Air Force) એ વર્ષ 2019માં પાકિસ્તાન (Pakistan) ની અંદર ઘૂસીને આતંકીસ્તાનને તબાહ કરી નાખ્યું. 2020માં ભારતને મળવાની છે એસ-400 ડિફેન્સ સિસ્ટમ.

Dec 30, 2019, 07:48 AM IST

આ વર્ષે પાકિસ્તાને 3,200 વખત કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, 15 વર્ષમાં સૌથી વધુ તણાવ

આ વર્ષે સીઝફાયરના ઉલ્લંઘનની 3200 ઘટનાઓ થઈ છે, આ પાછલા બે વર્ષો દરમિયાન થયેલી સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓથી પણ વધારે છે. 2018માં સીઝફાયર ઉલ્લંઘનની 1610 ઘટનાઓ નોંધાઈ, જ્યારે 2017મા 1000 ઘટનાઓ થઈ હતી. 
 

Dec 27, 2019, 11:38 PM IST

LoC: ભારત-પાક વચ્ચે વધેલા તણાવ પર ચીનની નજર, શાંતિથી મતભેદ ઉકેલવા આપી સલાહ

ચીને કહ્યું કે, તે એલઓપી પર રહેલી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તેણે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરી છે. 
 

Dec 27, 2019, 06:45 PM IST

LOC: ભારતીય સેનાનો વળતો જવાબ, પાકિસ્તાનના 4 જવાન ઢેર

ગુરૂવારે રાત્રે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને મોર્ટારનો હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપતા પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી હતી. 

Dec 27, 2019, 04:26 PM IST

નાપાક હરકત કરતા પાકિસ્તાનને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, 2 PAK સૈનિકો ઠાર 

ભારતીય સેના (Indian Army)ને મોટી સફળતા મળી છે. સેનાએ પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા છે. હકીકતમાં ગત રાતે લાઈન ઓફ કન્ટ્રોલ પર પાકિસ્તાની સેના તરફથી થયેલા સીઝફાયરનો ભંગ કરીને ફાયરિંગ થયું હતું. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી. આ દરમિયાન પાકિસ્તાનની સેનાના બે સૈનિકો ઠાર થયા. પાકિસ્તાને આ વાત કબુલ પણ કરી કે સીઝફાયર તોડ્યા બાદ ભારતની જવાબી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 

Dec 26, 2019, 11:37 AM IST

ભારતીય સેનાના બહાદુર ડોગ માટે તૈયાર કરવામાં આવ્યું બુલેટ પ્રૂફ જેકેટ, મળશે આ આધુનિક સિસ્ટમ

મહત્વનું છે કે ભારતીય સેના પોતાના ડોગ યૂનિટનું ખુબ સારૂ ધ્યાન રાખે છે. કારણ કે મહત્વપૂર્ણ મિશનો પર આ ડોગ યૂનિટ સેનાની ખુબ મદદ કરે છે. 
 

Dec 25, 2019, 05:07 PM IST

જમ્મુ-કાશ્મીરઃ સેનાએ LOC પર BATના 2 કમાન્ડોને માર્યા ઠાર, 1 ભારતીય જવાન શહીદ

સુખવિંદર સિંહ(Sukhvinder Sinh) પંજાબના હોંશિયારપુર(Hoshiyarpur) જિલ્લાના ફતેહપુર ગામનો છે. સેના દ્વારા અપાયેલા નિવેદન અનુસાર, "રાઈફલમેન સુખવિંદર સિંહ એક બહાદ્દુર અને ઈમાનદાર સૈનિક હતો. રાષ્ટ્ર હંમેશાં સર્વોચ્ચ બલિદાન અને ફરજ પ્રત્યે સમર્પણ માટે તેમનું ઋણી રહેશે."

Dec 17, 2019, 05:28 PM IST

નવા જમાનાની જંગ માટે ભારતીય સેના તૈયાર થઈ રહી છે, 2020 સુધી આવશે ધરખમ ચેન્જિસ

ભારતીય સેના હવે નવી રણનીતિ અંતર્ગત મોટી ઈન્ફોમેશનને બદલે નાની ફોર્મેશન બનાવવા પર વધુ જોર આપશે. 2020ના અંત સુધી ભારતીય સેનાની 13 આઈબીજી એટલે કે, ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રૂપ્સ (Integrated Battle Groups) તૈયાર થઈ જશે. તેમાંથી 4ને પાકિસ્તાનની સીમા પર અને બાકીના 9ને ચીનની સીમા પર લગાવવામાં આવશે. આઈબીજી સેનાની કોઈ ડિવીઝનથી નાની પરંતુ એક બ્રિગેડથી મોટી હશે. ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રૂપ્સ સેનાપ્રમુખ જનરલ બિપીન રાવતની એ યોજનાનો ભાગ છે, જેમાં સેનાનું પુર્નગઠન કરવામાં આવી રહ્યું છે. 

Dec 15, 2019, 03:18 PM IST

J&K: કૂપવાડા અને બાંદીપોરામાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ 

ઉત્તર કાશ્મીર (Kashmir) ના અનેક વિસ્તારમાં મંગળવારે આવેલા બરફના તોફાન (Avalanche) માં 4 જવાનો શહીદ થયા છે. મંગળવારે કૂપવાડા જિલ્લાના તંગધર સેક્ટરમાં સેના (Indian Army) ની એક પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ હતી. ત્યારબાદ અનેક જવાનો લાપત્તા હોવાનું કહેવાયું હતું. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઘટનામાં ભારતીય સેનાના 3 જવાનોના મોત થયા છે. જ્યારે બાંદીપોરાના ગુરેજ સેક્ટરમાં આર્મી પેટ્રોલિંગ ટુકડી બરફના તોફાનની ચપેટમાં આવતા એક જવાન શહીદ થયો હોવાના અહેવાલ છે. 

Dec 4, 2019, 02:53 PM IST

સિયાચીનમાં ફરીથી બરફના તોફાનનો કેર, સેનાની પેટ્રોલિંગ ટુકડી દટાઈ, 2 જવાન શહીદ 

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન (Siachen) માં ફરીથી બરફના તોફાને કેર વર્તાવ્યો છે. આ બરફના તોફાનમાં ભારતીયસેના (Indian Army) ની પેટ્રોલિંગ ટુકડી સપડાઈ અને બે જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે.  દક્ષિણ સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર આજે સેનાની પેટ્રોલિંગ ટુકડી આ તોફાનની ચપેટમાં આવી હતી. એવલાંચ રેસ્ક્યુ ટીમ તરત જ હરકતમાં આવી અને પેટ્રોલિંગ પાર્ટીના બીજા ફસાયેલા સભ્યોને બહાર કાઢવામાં સફળ રહી હતી. આ દરમિયાન સેનાના હેલિકોપ્ટર્સ દ્વારા જવાનોને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યાં. જો કે મેડિકલ ટીમના અથાગ પ્રયત્નો છતાં સેનાના બે જવાન શહીદ થયાં. 

Nov 30, 2019, 06:26 PM IST