indian army

ભારતીય સેનાના અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવી પાકિસ્તાન ચલાવી રહ્યું છે પ્રોપગેન્ડા

પાકિસ્તાને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોના ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવવા માટે 200થી વધારે હેડલર્સને હાયર કર્યા છે

Sep 18, 2019, 02:40 PM IST

Video: ભારતીય સેનાએ વધુ એકવાર પાકિસ્તાનની નાપાક હરકતનો કર્યો પર્દાફાશ

ભારતીય સેનાએ (Indian Army) વધુ એકવાર પાકિસ્તાનની (Pakistan) નાપાક હરકતનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) એલઓસી (LoC) સાથે જોડાયેલા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી બેટ (BAT) ઘૂસણખોરીનો હિન પ્રયાસ કરાયો હતો. જોકે ભારતીય સેના દ્વારા આ પ્રયાસનો પર્દાફાશ કરાયો છે અને વધુ એકવાર પાકિસ્તાનના નાપાક કાર્યને વિશ્વ સામે ખુલ્લુ પાડ્યું છે.

Sep 18, 2019, 10:19 AM IST

VIDEO: સરહદે ભારતીય સેના આકરા પાણીએ, 2 PAK સૈનિકો ઠાર, પાકિસ્તાને સફેદ ઝંડો ફરકાવવો પડ્યો

કાશ્મીર (Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવાયા બાદથી પાકિસ્તાન અકળાયેલું છે. આખી દુનિયામાં ઢંઢેરો પીટવા છતાં કોઈ ભાવ આપતું નથી. બધેથી પછડાટ મળ્યા બાદ તે હવે સરહદો સળગાવી રહ્યું છે.

Sep 14, 2019, 12:10 PM IST

ઓક્ટોબરમાં ચીન સરહદ નજીક ભારતીય સેના કરશે મોટો યુદ્ધાભ્યાસ 'હિમ વિજય'

ઓપરેશન 'હિમ વિજય'માં સામેલ થવા માટે માઉન્ટે સ્ટ્રાઈક કોર્પ્સના જવાનોને એરલિફ્ટ કરીને લઈ જવાશે, જવાનોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સની મદદ લેવાશે 
 

Sep 11, 2019, 05:57 PM IST

સેનાએ પાકિસ્તાનની BAT દ્વારા LoC પર ઘુસણખોરીના પ્રયાસનો વીડિયો બહાર પાડ્યો

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભારતીય સેનાએ એક ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ફોર્સના ચાર જવાનોને મારી નાખવાનો પણ દાવો કરાયો હતો. આ લોકો Loc પરથી ભારતીય સરહદમાં ઘુસણખોરીનો એક પ્રયાસ કરતા હતા. 

Sep 9, 2019, 09:56 PM IST

ગુજરાત અને દક્ષિણ ભારતમાં સમુદ્ર માર્ગે હુમલો કરવાની ફિરાકમાં આતંકવાદીઓઃ સેના

લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈનીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈન્ટેલિજન્સ એજન્સીઓને એવા ઇનપુટ મળ્યા છે કે, પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળોના કેમ્પ પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. કચ્છના સિરક્રિકમાંથી કેટલીક ત્યાગી દેવામાં આવેલી બોટ મળી આવતાં સેનાને એલર્ટ કરાઈ છે. 
 

Sep 9, 2019, 05:44 PM IST

J&K: પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કર્યું, ભારતીય વિસ્તારોમાં ગોળીબારી કરી

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને ફરીથી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. નૌશેરા અને સુંદરબની વિસ્તારમાં પાકિસ્તાને ગોળીબારી કરી છે. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ભારતીય સેના પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.

Sep 8, 2019, 12:19 PM IST

VIDEO : ભારતીય સેનાએ આતંકવાદીઓને આપી 'ચા', પુછ્યું- 'કેવી લાગી', તો મળ્યો આ જવાબ

સેનાએ એક પત્રકાર પરિષદમાં ધરપકડ કરેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની કબુલાતનો વીડિયો પણ બતાવ્યો. આ વીડિયોમાં આતંકવાદીઓ હુમલા અંગે વાત કરી રહ્યા છે. સેનાએ જણાવ્યું કે, પીઓકેમાં પાકિસ્તાનના તમામ લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે 
 

Sep 4, 2019, 07:52 PM IST

જમ્મુ કાશ્મીર પર મોદી શાહનો 'No-1' પ્લાન, આ રીતે બદલાશે રાજ્યનું ભાગ્ય!

કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી મોદી સરકાર રાજ્યનું ભાગ્ય બદલવાની કવાયતમાં ગંભીરતાથી વ્યસ્ત છે. તેના માટે ચોક્કસપણે સંપૂર્ણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે

Sep 4, 2019, 09:01 AM IST

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું: ભારતીય સેનાનો મુંહતોડ જવાબ

પાકિસ્તાન તરફથી 5 ઓગષ્ટથી અત્યાર સુધી આશરે 222 વખત સીઝફાયરનુ ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો છે

Sep 1, 2019, 05:50 PM IST

અનુચ્છેદ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરનાં 575 યુવા ભારતીય સેનામાં જોડાયા

જમ્મુ કાશ્મીર લાઇટ ઇંફેન્ટ્રી રેજીમેન્ટલ સેન્ટર શ્રીનગરમાં આજે પાસિંગ આઉટ પરેડના માધ્યમથી ખીણનાં 575 યુવાનોએ દેશનાં રક્ષણ માટેના શપથ ગ્રહણ કર્યા હતા

Aug 31, 2019, 05:18 PM IST

સેના પ્રમુખ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે, કલમ 370 હટ્યા બાદ આ પહેલો પ્રવાસ

સેના પ્રમુખ બિપિન રાવત આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત કરશે. કલમ 370 હટાવાયા બાદથી સેના પ્રમુખ પહેલીવાર જમ્મુ અને કાશ્મીરનો પ્રવાસ કરશે.

Aug 30, 2019, 07:24 AM IST

પુંછમાં ઝડપાયો 1 આતંકી, પાકિસ્તાન તરફથી થયું સીઝફાયર ઉલ્લંઘન

પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનો સતત ઉલ્લંઘન કરી રહ્યું છે. સોમવારે પણ પાકિસ્તાનની તરફથી પુંછમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેના દ્વારા તેનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો

Aug 27, 2019, 12:08 PM IST

વડોદરા : શહીદ જવાનની અંતિમ યાત્રામાં ભાવુક દ્રશ્યો સર્જાયા, શણગાર સજીને પત્નીએ આપી વિદાય

આસામમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફના જવાન સંજય સાધુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સવારે તેમના ઘરથી નીકળેલી અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં રાજકીય આગેવાનો સહિત શહેરના નાગરિકો તેમને સલામી આપવા પહોંચ્યા હતા. 

Aug 21, 2019, 01:29 PM IST
Vadodara: Today Funeral Of Martyr Sanjay Sadhu PT25M11S

શહીદ જવાન સંજય સાધુની આજે નિકળશે અંતિમયાત્રા, વડોદરા હિબકે ચઢ્યું

આસામ ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ મોડી રાત્રે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો. શહીદ જવાનના પાર્થિવ દેહને ફૂલોથી સજાવેલ સેનાના વાહનમાં લઈ જવાયો હતો. એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવ દેહને રાજ્ય સરકાર વતી રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પી હતી. શહેરના કલેક્ટર તેમજ પોલીસ કમિશનરે પણ શહીદના પાર્થિવ દેહને આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડોદરાના સાંસદ, મેયર, પાલિકાના વિરોધ પક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા હતા.

Aug 21, 2019, 10:45 AM IST

વડોદરા : શહીદ સંજય સાધુનો દેહ ફૂલોથી સજાવેલ સેનાના વાહનમાં લાવવામાં આવ્યો

આસામ ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ મોડી રાત્રે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો. શહીદ જવાનના પાર્થિવ દેહને ફૂલોથી સજાવેલ સેનાના વાહનમાં લઈ જવાયો હતો. એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવ દેહને રાજ્ય સરકાર વતી રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પી હતી. શહેરના કલેક્ટર તેમજ પોલીસ કમિશનરે પણ શહીદના પાર્થિવ દેહને આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડોદરાના સાંસદ, મેયર, પાલિકાના વિરોધ પક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા હતા.

Aug 21, 2019, 08:53 AM IST

370 નાબૂદ થયા પછી કાશ્મીરમાં પહેલું એન્કાઉન્ટર, 16 દિવસ પછી ઘાટીમાં ચાલી ગોળીઓ

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. પોલીસના અનુસાર વિસ્તારને ઘેરી લેવાયો છે 
 

Aug 20, 2019, 09:43 PM IST

J&K: પાકિસ્તાને કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સીઝ ફાયરનો ભંગ કર્યો, જવાન શહીદ

કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાનના ભારે ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. 

Aug 20, 2019, 03:21 PM IST

આસામ બોર્ડર પર ફરજ બજાવતા વડોદરાનો જવાન શહીદ

વડોદરાનો વધુ એક જવાન આર્મીમાં ફરજ દરમિયાન શહીદ થયો છે. આસામ ખાતે ફરજ બજાવતા વડોદરાના સંજય સાધુ પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે. આ સમાચાર જાણ્યા બાદ તેમના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. તેમના સ્વજનો પણ તેમના ઘરે દોડી આવ્યા હતા.

Aug 19, 2019, 03:16 PM IST

LoC પર ભારતીય સેનાએ પાકિસ્તાનનો ખુડદો બોલાવ્યો, PAK ચોકીઓ નષ્ટ કરી, અનેક સૈનિકો ઠાર

કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય મંચ પર બરાબર ધોલાઈ થયા બાદ હવે ધૂંધવાયેલા પાકિસ્તાને નાપાક હરકતો વધારી દીધી છે. શનિવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટર અને મેંઢરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો. પાકિસ્તાનની સેના તરફથી બંને સેક્ટરમાં મોર્ટાર છોડવામાં આવ્યાં. જેમાં નૌશેરા સેક્ટરમાં લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થઈ ગયાં. 

Aug 18, 2019, 11:39 AM IST