કોણ છે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના મામલે ધરપકડ કરાયેલા મૌલાના સલમાન અઝહરી? શું છે મામલો
જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસએ ધરપકડ કરી લીધી છે. મોલાના મુફ્તી સલમાન અઝહરી કોણ છે અને તેમને પોલીસે કેમ પકડ્યા તે ખાસ જાણવું જરૂરી છે.
Trending Photos
જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસએ ધરપકડ કરી લીધી છે. મૌલાના સલમાન અઝહરીની ધરપકડ બાદ પોલીસ તેમને ઘાટકોપર પોલીસ મથક લઈને પહોંચી. ત્યારબાદ પોલીસ મથકની બહાર મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકોની ભીડ ઉમટી પડી. ત્યારબાદ પોલીસે તેમને વેરવિખેર કરવા માટે હળવા લાઠીચાર્જનો સહારો લીધી. પોલીસ હવે પોલીસ મથક બહાર સુરક્ષા કડક કરી છે. મોલાના મુફ્તી સલમાન અઝહરી કોણ છે અને તેમને પોલીસે કેમ પકડ્યા તે ખાસ જાણવું જરૂરી છે.
બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા
મુંબઈ પોલીસે મૌલાના અને બે અન્ય વિરુદ્ધ આઈપીસીની કલમ 153સી, 505(2), 188 અને 114 હેઠળ ગુનો દાખલ કર્યો છે. સલમાન અઝહરીને પહેલા ઘાટકોપર પોલીસ મથક રખાયા. જ્યાં સમર્થકોની ભીડ ભેગી થઈ ગઈ. રવિવારે મોડી રાતે ગુજરાત પોલીસ મૌલાના અઝહરીને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈને મુંબઈથી જૂનાગઢ રવાના થઈ ગઈ. મૌલાના અઝહરી વિરુદ્ધ મામલા સંબંધિત ગુજરાત પોલીસ પહેલેથી જ આઈપીસીની કલમ 153 બી (વિવિધ ધાર્મિક સમૂહો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું) અને 505 (2) (પબ્લિકને ભડકાવતું ભાષણ આપવું) હેઠળ બે વ્યક્તિ મોહમ્મદ યસુફ માલેક અને અઝીમ હબીબ ઓડેદરા સ્થાનિક આયોજકોને પકડી ચૂકી છે. મુફ્તી અઝહરીએ જૂનાગઢમાં ગત બુધવારે ભાષણ આપ્યું હતું.
કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી
મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોતાને ઈસ્લામીક રિસર્ચ સ્કોલર ગણાવે છે. સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તથા દારૂલ અમાનના સંસ્થાપક છે. તેમણે કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. મૌલાના મુફ્તી અનેક સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં સક્રિય જોવા મળે છે. મુસ્લિમ સમુદાયમાં તે ઘણા લોકપ્રિય છે અને તેમની ફેન ફોલોઇંગ ખુબ મોટી છે. તેઓ અનેકવાર પોતાના ભડકાઉ ભાષણોને લઈને ચર્ચામાં પણ રહી ચૂકયા છે. આ ઉપરાંત તેઓ ઈસ્લામિક વિદ્યાર્થીઓ વચ્ચે પણ અનેકવાર ઉપદેશ આપી ચૂક્યા છે.
#WATCH | Maulana Mufti Salman Azhari arrested in hate speech case | DCP Hemrajsingh Rajput says, " In Mumbai, there is peace, the Ghatkopar area is also peaceful. Don't believe any rumours. I want to tell the people of Mumbai that, for them, Police are on the road..." pic.twitter.com/20SsVogSan
— ANI (@ANI) February 4, 2024
પોલીસે કેમ પકડ્યા તેમને
જૂનાગઢમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીની રાતે બી ડિવિઝિન પોલીસ મથક પાસે એક ખુલ્લા મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. ભડકાઉ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અઝહરી અને સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153 બી અને 505 (2) હેઠળ એક એફઆઈઆર નોંધાઈ હતી. ત્યારબાદ ગુજરાતના જૂનાગઢમાં હેટ સ્પીચ ફેલાવવાના આરોપમાં મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને રવિવારે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ અટકાયતમાં લીધા. મૌલાનાને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં અટકાયતમાં લેવાયા.
#WATCH | Mumbai: Maulana Mufti Salman Azhari who was arrested in a hate speech case requested his supporters not to protest and said, "...Neither am I a criminal, nor have I been brought here for committing a crime. They are doing the required investigation and I am also… https://t.co/rQHuf6LNK1 pic.twitter.com/7a8vZ32O46
— ANI (@ANI) February 4, 2024
શું હતું ભડકાઉ ભાષણમાં
જૂનાગઢમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ કહ્યું હતું કે હજુ કર્બલાનું આખરી મેદાન બાકી છે. કુછ દેર કી ખામોશી હૈ, ફીર શૌર આયેગા, આજ વક્ત હૈ, અમારા દૌર આયેગા. આ દરમિયાન તેમણે અનેક આપત્તિજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. મૌલાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં તેઓ લોકોને ઈસ્લામના પયગંબરની વાતો માનવા પર ભાર મૂકે છે અને લબ્બેક કે રસૂલલ્લાહના નારા લગાવે છે જેને ભીડ પણ દોહરાવતા સંભાળી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે