Khalasi News

અષાઢી બીજ - 400 વર્ષ જૂની પરંપરાને સાચવે છે ગુજરાતનું આ ગામ, વહુઓ નાંખે છે
Jul 5,2019, 12:17 PM IST
શું તમને ખબર છે કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે?
142મી રથયાત્રા ગઈકાલે અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ સંપૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા હતા. આમ, ત્રણેય રથ ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મંદિરમાં પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ હતી. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ.
Jul 5,2019, 8:42 AM IST
અમદાવાદ રથયાત્રા 2019 : મોસાળમાં મોહનનું મામેરુ કરનાર કાનજીભાઈના આંખમાંથી
આજે અષાઢી બીજ છે. આજના આ પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે. મોસાળ સરસપુરમાં ભગવાનને મામેરું ચઢાવવામાં આવ્યું. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરા માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરુ લઈ આવ્યા હતા. આ પ્રંસગે તેમની આંખમાંથી આસુ આવી ગયા તેવું તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
Jul 4,2019, 13:59 PM IST
Photos : એક ક્લિકમાં જુઓ કેવા સજાવાયા છે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનન
Jul 4,2019, 12:12 PM IST
અમદાવાદના આ રસ્તાઓ પરથી પસાર થશે રથયાત્રા, જાણી લો રુટ અને કયા રસ્તાઓ બંધ
આવતીકાલે અષાઢી બ્રિજના દિવસે અમદાવાદની ગલીઓ વચ્ચેથી રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ત્યારે શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી આ દિવસની રાહ જોતા હોય છે. જમાલપુરમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરથી નીકળનારી 142મી રથયાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રથયાત્રામાં 25 હજાર પોલીસ કર્મચારી ખડેપગે રહેશે. 22 કિલોમીટરની રથયાત્રા રૂટમાં બોમ્બ સ્કોડ અને એનએસજી કમાંડોની ટીમ પણ હાજર રહેશે. તો 45 સ્થળોએ 94 સીસીટીવી કેમેરાથી રથાયાત્રા પર નજર રખાશે. ત્યારે રથયાત્રાનો રુટ શું રહેશે અને રથયાત્રાને પગલે આવતીકાલે કયા કયા રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેની માહિતી અમદાવાદ પોલીસે આપી હતી.
Jul 3,2019, 16:05 PM IST

Trending news