Refused News

પાડોશીએ 2 હજાર રૂપિયા માંગ્યા અને ઇન્કાર કર્યો અને પાનુ લઇને તુટી પડ્યો અને...
મહેસાણામાં એક મહિલાને પાડોશીને બે હજાર ઉછીના નહીં આપવાની સજા મોત મળી છે. પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી 45 વર્ષીય મહિલાની માત્ર બે હજાર ઉછીના આપવાનો ઇનકાર કરતા હત્યા કરી દેવાઈ છે. પાડોશમાં રહેતા યુવાને મહિલાના પુત્ર પાસે ઉછીના બે હજાર માંગ્યા અને યુવાને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. બસ આ વાતનો એટલી હદે ગુસ્સો આવ્યો કે પાડોશીએ ખેલી નાખ્યો ખૂની ખેલ ખેલ્યો હતો. મહિલા અને તેના પુત્ર ઉપર પાના વડે હુમલો કરતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાનો પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો હર્ષ સુથાર નામના પાડોશીની આ મામલે મહેસાણા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
May 19,2022, 19:28 PM IST
પ્રેમીએ પ્રેમિકાને કહ્યું, હું તારા પ્રેમમાં આખી દુનિયાને જલાવી દઇશ તુ ખાલી એકવાર મા
મીંઢાબારીમાં ગિફ્ટમાં બ્લાસ્ટ પ્રકરણમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં વરરાજાની સાળીના પૂર્વ પ્રેમીએ પોતાની પ્રેમિકાને મારવાનો પ્લાન ઘડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રાજેશ પટેલ ઉર્ફે રાજુ પહેલાથી જ પ્રેમિકાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જેના પગલે તેણે ટેડીબેરની ગિફ્ટ દ્વારા પોતાની પ્રેમિકાને મારવાનો પ્લાન ઘડ્યો હોવાની સંભાવના પિતાએ વ્યક્ત કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ભૂલથી ગિફ્ટ વરરાજાએ ખોલી ચેક કરતાં બ્લાસ્ટ થયો હતો. તેને પોતાની આંખો અને પંજો ગુમાવવાનો વારો આવ્યો હતો. ઉપરાંત તેમના 3 વર્ષિય ભત્રીજાને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. વાંસદા પોલીસે આરોપી રાજુ પટેલની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. 
May 18,2022, 22:15 PM IST

Trending news