Social distancing 0 News

કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન જ એક રસ્તો, રાજકોટ-ખેડબ્રહ્મા-જુનાગઢમાં સ્યંભૂ લોકડાઉન
શહેર હોય કે ગામડા, સતત કોરોનાનો કહેર (corona virus) વધી રહ્યો છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન તો હટાવી દીધું છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા ગુજરાતમાં લોકો હવે સ્વયંભૂ લોકડાઉન (self lockdown) અપનાવી રહ્યાં છે. સંક્રમણ અટકાવવુ હશે તો સ્વંયભૂ લોકડાઉન જ એક રસ્તો છે તેવુ લોકો સમજી ગયા છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેપારીઓએ સ્વંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે. વેપારીઓએ 14થી 21 સપ્ટેમ્બર સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો રાજકોટના સોની બજારમાં પણ એક અઠવાડિયાનું સ્વયંભૂ લૉકડાઉન છે. 19 સપ્ટેમ્બર સુધી રાજકોટનું સોની બજાર સંપૂર્ણ બંધ છે. તો આ ઉપરાંત જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. 
Sep 14,2020, 8:18 AM IST
આગ બાદ શ્રેય હોસ્પિટલમાં બહાર દર્દીઓના સ્વજનોનો આક્રોશ, કહ્યું-હોસ્પિટલ સાચી માહિતી
ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની પ્રથમ ઘટના બની છે. જેમાં 8 દર્દીઓના મોત નિપજ્યાં છે. હોસ્પિટલના તંત્ર દ્વારા અનેક માહિતીઓ છુપાવવામાં આવી રહે છે તેવો દર્દીઓના સ્વજનો દ્વારા આક્રોશ કરાયો છે. મોટી સંખ્યામાં દર્દીઓના સ્વજનો હોસ્પિટલની બહાર એકઠા થયા છે. પરંતુ તેઓને સવારથી કોઈ જ માહિતી આપવામાં આવી નથી રહી. તેથી સ્વજનો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરાયો છે. તેઓનું કહેવું છે કે, અમને હોસ્પિટલમાંથી રૂપિયા માટે ફોન આવ્યો છે. આગ અંગે અને દર્દીઓની પરિસ્થિતિ અંગે કોઈ જાણ કરાઈ નથી. સ્વજનોમાં રોષ જોવા મળ્યો. તેઓને કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી નથી રહી. કેટલાક સ્વજનોએ એમ પણ કહ્યું કે, હોસ્પિટલ સાચી માહિતી છુપાવી રહી છે. આગ નહિ, પણ ઓક્સિજનની અછતથી મોત થયું હોય તેવું લાગે છે. હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોએ ભારે આક્રંદ કર્યો હતો. તેઓ પોતાના સ્વજન સ્વસ્થ છે કે નહિ તે જાણવા માંગતા હતા. હોસ્પિટલના સત્તાધીશો તેમની સાથે વાત કરવા માંગતા નથી. 
Aug 6,2020, 8:29 AM IST
કોરોના વચ્ચે રાજકોટની સ્કૂલે વિદ્યાર્થીઓને ભણવા બોલાવ્યા, સંચાલકની થઈ અટકાયત
રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે આજે રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જે જિલ્લામાં પ્રભારી છે ત્યાંની શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. શાળા બંધ હોવા છતા વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્યારે એનએસયુઆઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના કહેર વચ્ચે શાળા ખુલ્લી રાખવાનો મામલામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા શાળા સંચાલકની અટકાયત કરાઈ હતી. જ્ઞાનદીપ વિદ્યાલયના સંચાલક જીતેન્દ્રસિંહની અટકાયત કરાઈ હતી. કલમ 135 અંતર્ગત સંચાલકની અટકાયત કરાઈ હતી. 
Jul 22,2020, 15:16 PM IST

Trending news