tax evasion

Income Tax Raid: બે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં IT ની રેડ, કરોડોની કરચોરીનો પર્દાફાશ

તલાશી દરમિયાન, વિવિધ વાંધાજનક દસ્તાવેજો, ખુલ્લા કાગળો તથા ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત પુરાવાઓથી ખ્યાલ આવે છે કે આ સમુહ ખર્ચ તથા સબ-કોન્ટ્રાક્ટ્સ માટે નકલી બિલના બુકિંગ સાથે જોડાયેલ છે.

Oct 17, 2021, 10:40 PM IST

Sonu Sood ની વધી મુશ્કેલી, IT વિભાગે કર્યો 20 કરોડની ટેક્સ ચોરી અને બનાવટી વ્યવહારનો દાવો

બોલીવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. સોનુ સૂદના ઘરે છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગનું સર્વે ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે પણ આઈટી ટીમનો સર્વે ચાલી રહ્યો છે. IT અધિકારીઓએ સોનુ સૂદ વિશે મોટો ખુલાસો કર્યો છે

Sep 18, 2021, 02:07 PM IST

GST વિભાગનો પેટ્રોલપંપો પર રાજ્યવ્યાપી સપાટો, 400 કરોડ રૂપિયાની ટેક્ષ ચોરી ઝડપાયાનું અનુમાન

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આઝે પેટ્રોલ પંપ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા આશરે 400 કરોડનું વેટ રજિસ્ટ્રેશન વગરનું વેચાણ ધ્યાને આવ્યું હતું. રાજ્યના અમદાવાદ સહિત 11 શહેર તથા અન્ય 29 મળીને કુલ 104 જગ્યાએ પેટ્રોલપંપની નોંધણી રદ્દ થઇ હતી કે નિયમ મુજબ ભરવાપાત્ર વેરો ભર્યા વગર જ પેટ્રોલ કે ડિઝલનું વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ જીએસટી સિસ્ટમ એનાલિસિસ કર્યું હતું. જેમા ધ્યાને આવ્યું કે, રાજ્યના અનેક પેટ્રોલપંપને કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલ વેચાણ કરવામાં આવી રહ્યું હતું. 

Aug 9, 2021, 11:22 PM IST

McAfee Antivirus બનાવનારા John McAfee એ સ્પેનની જેલમાં કરી આત્મહત્યા, US પ્રત્યાર્પણની તૈયારી હતી

બ્રિટિશ મૂળના અમેરિકી ટેક્નોલોજી એક્સપર્ટ જ્હોન મેકેફી (John McAfee) સ્પેનની બાર્સિલોના(Barcelona) જેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. તેઓ જાણીતા એન્ટીવાયરસ સોફ્ટવેર McAfee ના નિર્માતા હતા. જેલના અધિકારીઓનું કહેવું છે કે તેમણે આત્મહત્યા કરી.

Jun 24, 2021, 10:35 AM IST
Tax Evasion Up To Rs 30 Crore In Surat PT3M55S

સુરતમાં 30 કરોડની ટેક્સ ચોરી ઝડપાઈ

સુરત DRIની તમિલનાડુની કંપનીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. શોબોકા ઇન્ડસ્ટ્રીઝ અને VKA પોલીમરમાં દરોડા પાડ્યા હતા. બંને કંપનીઓમાં મોસ્કિટો નેટ બનાવવામાં આવે છે. MEIS સ્કીમનો ખોટી રીતે લાભ મેળવ્યો હતો. MEISમાં FOB હેઠળ 1% થી 7% રાહત મળે છે. સુરત DRI દ્વારા 5.40 કરોડની રિકવરી કરાઈ હતી.

Feb 28, 2020, 08:00 PM IST

સુરત: GST વિભાગના દરોડા, બોગસ બીલથી ખોટી ઇન્કમ ઉભી કરી આચર્યું કરોડોનું કૌભાંડ

જીએસટી લાગુ કરવા પાછળનો એક મોટો ઉદ્દેશ ટેક્સ ચોરો સામે લગામ લગાવવાનું પણ હતું. પરંતુ કૌભાંડીઓ કોઈને કોઈ રીતે અત્યારે પણ કૌભાંડ કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. આવી જ વધુ એક કૌભાંડીને ડાયરેક્ટરેટ જનરલ ઓફ જી.એસ.ટી. ઈન્ટેલીજન્સનાં સુરત ઝોન યુનિટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

Aug 7, 2019, 11:42 PM IST

ભરૂચ : 200 કરોડની કરચોરી તપાસમાં અધિકારીઓ જ્યારે ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા, તો ભોંઠા પડી ગયા

જીએસટી સત્તાધીશોએ રાજ્યભરમાં સાગમટે 282 સ્થળો પર દરોડા પાડીને રૂપિયા ૬,૦૩૦ કરોડનું બોગસ બિલિંગ પકડી પાડયાની ગઈકાલે જાહેરાત કરી હતી. જેમાં ભરૂચના ગોહિલ એન્ટરપ્રાઈઝે રૂ.૨૦૦ કરોડની કરચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો. પરંતુ જેની સામે આટલી મોટી કરચોરીનો આક્ષેપ છે તે યુવક માત્ર 200 રૂપિયા રોજ છૂટક વર્ધી મારતો ડ્રાઈવર છે. 

Jul 1, 2019, 01:53 PM IST

અમદાવાદ: RTOમાં સામે આવ્યું કૌભાંડ, વૈભવી કારમાં થઇ લાખોની ટેક્સ ચોરી

અમદાવાદ પશ્ચિમ આરટીઓમાં વૈભવી કારના ટેક્સમાં લાખોની ચોરીમાં છ મહિના પછી ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડમાં એક એજન્ટની પણ સંડોવણી સામે આવી છે. એકતરફ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું કે, આરટીઓમાં એજન્ટોને પ્રવેશવું નહિ પણ તેમ છતાં આરટીઓમાં એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે. 

Jun 7, 2019, 07:39 PM IST

ટ્રાવેલ્સ બસના સંચાલકોએ ટેક્સ ચોરી કરી સરકારને લગાવ્યો ‘લાખોનો ચૂનો’

લક્ઝરી બસના સંચાલક દ્વારા આચરવામાં આવતી મોટી ટેક્સ ચોરી સુરત આરટીઓએ ઝડપી પાડી છે. ગુજરાત બહાર નાગાલેન્ડમાં લક્ઝરી બસનું રજીસ્ટર્ડ કરાવી સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાવામાં આવતો. આ વાત સુરત આરટીઓના ધ્યાને આવતા મોટી ટેક્સચોરી ઝડપી પાડી લક્ઝરી બસ સંચાલકસામે કાર્યવાહી કરવામાં આવી છે. 

May 29, 2019, 05:42 PM IST

મોદી સરકારની રિવાઇજ્ડ ટેક્સ ઇન્ફર્મેટ્સ રિવોર્ડ સ્કીમનું ફેન બન્યું ચીન

બેનામી સંપત્તીઓ અને ટેક્સચોરી પર સકંજો કસવા માટે મોટી સરકારની રિવાઇજ્ડ ટેક્સ ઇન્ફર્મેંટ્સ રિવોર્ડ સ્કીમનો ચીન પણ દિવાનું થઇ ચુક્યું છે. ગ્લોબલ ટાઇમ્સે પોતાનાં એક લેખમાં લખ્યું છે કે બેનામી સંપત્તિ અને ટેક્સ ચોરીની  માહિતી આપનારા લોકોને ભારતની જેમ મોટી રકમ ઇનામમાં આપવાની વ્યવસ્થાથી ચીનને પણ સીખ લેવી જોઇએ. ભારતે આ યોજના હેઠળ માહિતી આપનાર વ્યક્તિને 50 લાકથી માંડીને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 

Jun 22, 2018, 09:14 PM IST

IT રિટર્નમાં આ ભૂલ ન કરશો, ખાવી પડશે જેલની હવા

ટેક્સ ચોરી અને કાળા નાણા પર અંકુશ લાદવા માટે સરકાર અને ઇન્કમ ટેક્સ વિભાગે અનેક પ્રયત્ન કર્યા છે. તેમાં ટેક્સ ચોરીના મામલે કાર્યવાહીને લઇને શંકાસ્પદ કરદાતાઓની આવકના સ્ત્રોતોની તપાસ સુધી સામેલ છે. સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ(CBDT)ની સાથે પગારદાર કરદાતાઓને ચેતાવણી આપી છે 

Apr 23, 2018, 04:47 PM IST

IT રિટર્ન ફોર્મમાં થયા 4 મોટા ફેરફાર, જો નહીં જાણો તો થશે મોટુ નુકસાન

આવકવેરા વિભાગે પગારદારો માટે સહજ(સરળ) ITR-1 ફોર્મનું નવું ફોર્મેટ વેબસાઈટ પર જારી કરી દીધુ છે. જેમાં કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવ્યાં છે.

Apr 18, 2018, 02:35 PM IST