ટ્રાવેલ્સ બસના સંચાલકોએ ટેક્સ ચોરી કરી સરકારને લગાવ્યો ‘લાખોનો ચૂનો’

લક્ઝરી બસના સંચાલક દ્વારા આચરવામાં આવતી મોટી ટેક્સ ચોરી સુરત આરટીઓએ ઝડપી પાડી છે. ગુજરાત બહાર નાગાલેન્ડમાં લક્ઝરી બસનું રજીસ્ટર્ડ કરાવી સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાવામાં આવતો. આ વાત સુરત આરટીઓના ધ્યાને આવતા મોટી ટેક્સચોરી ઝડપી પાડી લક્ઝરી બસ સંચાલકસામે કાર્યવાહી કરવામાં આવી છે. 

ટ્રાવેલ્સ બસના સંચાલકોએ ટેક્સ ચોરી કરી સરકારને લગાવ્યો ‘લાખોનો ચૂનો’

તેજશ મોદી/ સુરત: લક્ઝરી બસના સંચાલક દ્વારા આચરવામાં આવતી મોટી ટેક્સ ચોરી સુરત આરટીઓએ ઝડપી પાડી છે. ગુજરાત બહાર નાગાલેન્ડમાં લક્ઝરી બસનું રજીસ્ટર્ડ કરાવી સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાવામાં આવતો. આ વાત સુરત આરટીઓના ધ્યાને આવતા મોટી ટેક્સચોરી ઝડપી પાડી લક્ઝરી બસ સંચાલકસામે કાર્યવાહી કરવામાં આવી છે. 

સુરત ટ્રાફિક પોલીસે નાગાલેન્ડના રજીસ્ટર્ડ પર ગુજરાતમાં ચાલતી બસને ઝડપી પાડી છે. નાગાલેન્ડ પાસિંગની લક્ઝરી બસ ગુજરાતમાં ચલાવીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. બાકી ટેક્સ ભરવામાંથી મુક્તિ મળે તેથી જૂની બસ નાગાલેન્ડમાં ફરી વખત પાસિંગ કરાવવામાં આવી રહી છે. સુરત ટ્રાંફિક પોલીસે બસ પકડી પડતા ભાંડો ફૂટ્યો છે. માત્ર ડોક્યુમેન્ટ મોકલો એટલે નાગાલેન્ડમાં બસ રજિસ્ટર્ડ થઈ જાય છે.

 

નાગાલેન્ડ RTOમાં બસનું પાસિંગ કરાવવા બસ મોકલવાની જરૂર પડતી નથી. નાગાલેન્ડ પાસિંગની બસ થોડા સમય પછી ગુજરાતમાં ટ્રાન્સફર કરાવી લેવાય છે. પકડાયેલી બસ અગાવ વર્ષ 2012માં રાજસ્થાનમાં રજિસ્ટર્ડ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. હાલ સમગ્ર કેસમાં આરટીઓ દ્વારા તપાસ ચાલવામાં આવી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news