VIDEO: ઓ બાપ રે ભૂત આવ્યું કે શું? રાજકોટમાં ઓટોમેટિક ચાલવા લાગ્યા એક્ટિવા અને બાઈક

Cyclone Biparjoy: સોશિયલ મીડિયામાં હાલ રાજકોટનો એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં પહેલી નજરે જોનારને કંઈક અજુગતું લાગે છે, પરંતુ તેમાં કોઈ એવું નથી. રાજકોટમાં વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે...

VIDEO: ઓ બાપ રે ભૂત આવ્યું કે શું? રાજકોટમાં ઓટોમેટિક ચાલવા લાગ્યા એક્ટિવા અને બાઈક

Cyclone Biparjoy: બિપારજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. આજે સવારથી રાજકોટમાં બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો મવડી વિસ્તારમાં ભારે પવનથી બાઈક અને એક્ટિવા હવામાં ફંગોળાયું હોવાના દ્રશ્યો પ્રતિત થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં હાલ રાજકોટનો એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં પહેલી નજરે જોનારને કંઈક અજુગતું લાગે છે, પરંતુ તેમાં કોઈ એવું નથી. રાજકોટમાં વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મવડી વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં પાર્કિંગ કરાયેલા બાઈક અને એક્ટિવા આપોઆપ હવામાં ફંગોળાતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, બાઈક ફૂલ હવાના કારણે થોડું બહાર નીકળે છે અને પછી નીચે પડી જાય છે, ત્યારબાદ એક્ટિવા પણ હવામાં ફંગોળાતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. શું તમે આ વીડિયો જોયો....

— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023

બિપારજોય વાવાઝોડાની અસર રાજકોટ સહિત ગોંડલ શહેર તેમજ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે. ગોંડલ પંથકમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગોંડલમાં પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો છે. ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી અને આજુબાજુના ગામોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.  બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ વાતાવરણમાં પલટો આવ્યો છે. 

બિપરજોય વાવાઝોડાને લઈ રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પવન સાથે વરસાદ વરસ્યો છે. બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે.

રાજકોટમાં ભારે પવન ફૂંકાવવાની શરૂઆત થતા જ રાજકોટની રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડમાં આવેલ 35 વર્ષ જૂનું વૃક્ષ ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થઈ જતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઇ હતી. તોતિંગ વૃક્ષ વિજલાઈન ઉપર પડતા વિજપોલ અને વીજ લાઇન તૂટી જતા સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જોકે સદનસીબે વૃક્ષ નીચે કે આજુબાજુ કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી જોકે સ્થાનિકોએ તાત્કાલિક PGVCL અને RMCને જાણ કરતા વીજ કર્મીઓ અને RMCનો સ્ટાફ કટર મશીન અને ક્રેન લઈને પહોંચ્યા છે જ્યાં વૃક્ષને કાપીને તેને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે તો વિજકર્મીઓ દ્વારા વિજપોલ નાખવાની અને વીજ વાયર નાખવાની કામગીરી શરૂ કરાઇ છે. 

સ્થાનિકો આ ઘટના સંદર્ભે નિવેદનો આપી રહ્યા છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, અચાનક વૃક્ષ ધરાશાયી થતાં બધા ડરી ગયા હતા. વિજપોલ તૂટી જતા વીજળી જતી રહી છે. સદનસીબે વૃક્ષ નીચે કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી છે. 35 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થતાં નુકશાન થયું છે. RMC અને PGVCLની ટીમો કામે લાગી છે. બીપરજોય વાવાઝોડાની અસર રાજકોટમાં વર્તાવા લાગી છે. રાષ્ટ્રીય શાળા વિસ્તારમાં તોતિંગ વૃક્ષ ભારે પવનના કારણે ધરાશાયી થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news