Corona Update: રસી આવતા પહેલા જ કોરોનાનું નામોનિશાન મટી જશે? જાણો લેટેસ્ટ અપડેટ
Trending Photos
નવી દિલ્હી: એવું લાગી રહ્યું છે કે જાણે કોરોનાની રસી આવશે એ પહેલા જ કોરોનાને કદાચ ભારત હરાવી ચૂક્યું હોય. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના નવા 24,010 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 99,56,558 પર પહોંચ્યો છે.
એક દિવસમાં કુલ 355 લોકોએ જીવ ગુમાવ્યા
દેશમાં એક દિવસમાં કોરોનાથી 355 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ કુલ મૃત્યુનો આંકડો 1,44,451 પર પહોંચ્યો છે. દેશમાં હાલ 3,22,366 એક્ટિવ કેસ છે. જ્યારે 94,89,740 લોકો કોરોનાને હરાવવામાં સફળ નીવડ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 24,010 કેસની સામે સાજા થયેલા લોકોની સંખ્યા 33,291 છે.
With 24,010 new #COVID19 infections, India's total cases rise to 99,56,558
With 355 new deaths, toll mounts to 1,44,451. Total active cases at 3,22,366
Total discharged cases at 94,89,740 with 33,291 new discharges in the last 24 hours. pic.twitter.com/dR9PCyWk0r
— ANI (@ANI) December 17, 2020
કુલ 15,78,05,240 સેમ્પલનું ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 15,78,05,240 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. ગઈ કાલે 11,58,960 નમૂનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.
A total of 15,78,05,240 samples tested for #COVID19 up to 16th December. Of these, 11,58,960 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/wfAXbhISZk
— ANI (@ANI) December 17, 2020
ગુજરાતમાં નવા 1160 કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1160 કેસ સામે આવ્યા છે. જ્યારે એક જ દિવસમાં રાજ્યમાં 10 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન કોરોનાની સારવાર બાદ 1384 દર્દીઓ રિકવર થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 31 હજાર 73 પર પહોંચી ગઈ છે. તો કુલ મૃત્યુઆંક 4203 થઈ ગયો છે. ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 2,14,223 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો કોરોનાથી રિકવરી રેટ 92.71% થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે