એક વર્ષ સુધી રિચાર્જની ચિંતા નહીં : Jio, Airtel, Vi ના સૌથી સસ્તા પ્લાન, અનલિમિટેડ ડેટા અને કોલિંગ

Jio Annual Prepaid Plans: આજે અમે તમને આ લેખમાં Airtel Annual Plans સિવાય Vi Annual Plans અને રિલાયન્સ જિયોના વાર્ષિક પ્રીપેડ પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. કિંમતની સાથે-સાથે તમને આ પ્લાનમાં મળનારા બેનિફિટ્સની પણ માહિતી આપીશું. 

એક વર્ષ સુધી રિચાર્જની ચિંતા નહીં : Jio, Airtel, Vi ના સૌથી સસ્તા પ્લાન, અનલિમિટેડ ડેટા અને કોલિંગ

નવી દિલ્હીઃ Reliance Jio, Airtel, Vi Prepaid Recharge Plan: સામાન્ય રીતે પ્રીપેડ મોબાઇલ યૂઝર્સની પાસે પોસ્ટપેડ કનેક્શનની તુલનામાં ગમે ત્યારે પ્લાન બદલવાની આઝાદી હોય છે. પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ મંથલી, ક્વાર્ટરલી અને એનુઅલ પ્રીપેડ રિચાર્જ પેક ઓફર કરે છે. આ પ્લાનમાં ગ્રાહકોને ડેટા, એસએમએસ અને કોલિંગની સુવિધાઓ મળે છે. 
Airtel, Jio અને Vi જેવી મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓની સાથે ઘણા એવા પ્લાન છે, જેની વેલિડિટી 1 વર્ષની છે. જો તમે વારંવાર રિચાર્જ કરાવવાની મગજમારીમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો આ વાર્ષિક પ્લાન તમારા માટે ઉપયોગી છે. 

અમે તમને Airtel, Jio અને Vi ના તે વાર્ષિક પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જે સસ્તી કિંમતમાં ઘણા બેનિફિટ્સ આપે છે. 

1,799 રૂપિયાવાળો એરટેલનો એનુઅલ પ્લાન (Airtel’s Rs 1,799 annual plan)
એરટેલનો આ પ્લાન તે યૂઝર્સ માટે કામનો છે જેની પાસે બ્રોડબેન્ડ કનેક્શન છે અને વધુ મોબાઇલ ડેટાની જરૂર પડતી નથી. પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. એરટેલના 1799 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 3600SMS અને 24GB ડેટા મળે છે. આ પ્લાનમાં 100 એસએમએસ દરરોજ મળે છે. ડેટા માટે કોઈ FUP લિમિટ નથી. આ પ્લાનમાં  Wynk Music નું ફ્રી સબ્સક્રિપ્શન પણ એક વર્ષ માટે મળે છે. 

જો તમને વધુ ડેટાની જરૂર પડે છે તો તમે એરટેલનો 2999 રૂપિયાવાળો પ્લાન લઈ શકો છો. આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે. આ રિચાર્જ પેકમાં અન્ય બેનિફિટ્સ સેમ છે. 

2,879 રૂપિયાવાળો વાર્ષિક પ્લાન (Jio’s Rs 2,879 annual plan)
365 દિવસની વેલિડિટી સાથે જિયોના સૌથી સસ્તા પ્લાનની કિંમત 2879 રૂપિયા છે. આ પ્લાનમાં 2જીબી ડેટા દરરોજ મળે છે. આ પેકમાં અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સેવા પણ મળે છે. આ સિવાય જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

જો તમે જિયોના 2999 રૂપિયાના વાર્ષિક પ્લાનનું રિચાર્જ કરાવો છો તો તેમાં તમને દરરોજ 2.5 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. 

રિલાયન્સ જિયોની પાસે 2545 રૂપિયાવાળો એક અન્ય પ્લાન છે. આ પ્લાનની વેલિડિટી 336 દિવસ છે અને તેમાં દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. તેથી જિયોના આ પ્લાનને સૌથી સસ્તો વાર્ષિક પ્લાન કહેવામાં આવી રહ્યો છે. 

વોડાફોન આઈડિયાનો 1799 રૂપિયાવાળો પ્લાન (Vi’s Rs 1,799 annual plan)
Vi ની પાસે પણ એક અફોર્ડેબલ એનુઅલ પ્લાન છે. આ પ્લાનમાં વર્ષભર માટે 24 જીબી ડેટા મળે છે. ગ્રાહક આ પેકમાં અનલિમિટેડ વોઇસ કોલનો ફાયદો ઉઠાવી શકે છે. તેની કિંમત 1799 રૂપિયા છે. 

વોડાફોન આઈડિયાના 2899 રૂપિયાવાળા વાર્ષિક પ્લાનની વાત કરીએ તો તેમાં દરરોજ 1.5GB 4G ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પેકમાં દરરોજ 100 એસએમએસ મળે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને Vi movies & tv એપનું એક્સેસ પણ આ પ્લાનમાં ઓફર કરવામાં આવી રહ્યું છે. આ પ્લાનમાં ગ્રાહક રાત્રે 12થી સવારે 6 વચ્ચે અનલિમિટેડ ફ્રી ડેટા વાપરી શકે છે. આ પ્લાનમાં એક્સ્ટ્રા 50 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. સાથે યૂઝર્સને ડેટા રોલઓવરની પણ સુવિધા આ પ્લાનમાં મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news